1. Home
  2. Tag "Leader of Opposition"

પ.બંગાળ વિધાનસભાના બજેટ સત્રમાંથી વિરોધ પક્ષના નેતા સહિત BJPના 4 MLAને સસ્પેન્ડ કરાયાં

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ત્રણ અન્ય ધારાસભ્યોને સોમવારે ગૃહમાં કથિત રીતે અયોગ્ય વર્તન કરવા બદલ સ્પીકરે બજેટ સત્રમાંથી સસ્પેન્ડ કર્યા હતા. વિધાનસભા અધ્યક્ષ બિમન બેનર્જીએ સુવેન્દુ અધિકારી, અગ્નિમિત્ર પાલ, બંકિમ ઘોષ અને વિશ્વનાથ કાર્કને પશ્ચિમ બંગાળ વિધાનસભામાંથી આ સત્રના અંત સુધી અથવા 30 દિવસ માટે, […]

EDની રાહ જોવાના નિવેદન પર રાહુલને ભાજપે આપ્યો જવાબ, કહ્યું તેઓ જણાવે કે કયા અધિકારીએ ફોન કર્યો

રાહુલ ગાંધીએ તેમની સામે EDની કાર્યવાહી કરવામાં આવશે તેવુ નિવેદન અપાયા બાદ ભાજપે પણ વળતો જવાબ આપ્યો છે ભાજપે કહ્યું છે કે રાહુલ ગાંધી ભ્રમ ફેલાવે છે તેઓ જણાવે કે કયા અધિકારીએ તેમને કોલ કર્યો હતો. રાહુલ ગાંધીએ એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે સરકાર તેમની સામે EDના દરોડા પાડવાની તૈયારી કરી રહી છે. ભાજપે […]

રાહુલ ગાંધી સંસદમાં ધૂંવાધાર સ્પીચ બની છે ચર્ચાનો વિષય, જાણો તેમની ટીમ વિશે જે પરદા પાછળ કરે છે કામ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લિડર ઓફ ઓપોઝિશન તરીકે સંસદમાં ધુંવાધાર સ્પીચ આપી રહ્યા છે.. અને તેમની આ જબરજસ્ત સ્પીચ ચર્ચાનો અને પ્રશંસાનો વિષય બનેલી છે. ગૃહમાં પણ તેમના ભાષણની પ્રશંસા થઈ રહી છે. તેઓ પોતાની આગવી શૈલીમાં કેન્દ્રને સતત સવાલો કરી રહ્યા છે. આ સંજોગોમાં એ જાણવું જરૂરી કે રાહુલ ગાંધીની ટીમમાં કોણ-કોણ છે જે […]

‘અરે ભાઈ અમને પણ કોઈ ખ્યાલ નહોતો’ વિપક્ષના નેતા તરીકે ચૂંટાતા માતાપ્રસાદ પોતે જ ચોંકી ગયા હતા

અખિલેશના રાજીનામા બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે શિવપાલ યાદવને વિપક્ષના નેતા બનાવવામાં આવી શકે છે. પરંતુ જ્યારે અખિલેશે માતા પ્રસાદના નામની જાહેરાત કરી ત્યારે બધાને આશ્ચર્ય થયું. ખુદ માતા પ્રસાદ પણ માની શકતા ન હતા. સપા પ્રમુખ અખિલેશ યાદવે રવિવારે યુપી વિધાનસભામાં વિપક્ષના નેતાની જાહેરાત કરી હતી. અખિલેશે બ્રાહ્મણ ચહેરા માતા પ્રસાદ પાંડેને […]

રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ઠરાવ પસાર કરાયો

નવી દિલ્હીઃ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) અને પાર્ટી સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્યોએ એક ઠરાવ પસાર કર્યો હતો કે રાહુલ ગાંધીને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે […]

ગુજરાત કોંગ્રેસનું સુકાન જગદિશ ઠાકોરને સોંપાયુ, વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાની નિયુક્તિ

ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર અને વિધાનસભા વિપક્ષના નેતાપદે સુખરામ રાઠવાની નિયુક્તિ કરવામાં આવી છે. આમ તો ગઈ કાલે જ બન્નેના નામ નક્કી કરી દેવાયા હતા.પણ  તેની સત્તાવાર જાહેરાત આજે શુક્રવારે કરવામાં આવી હતી. જગદીશ ઠાકોર લડાયક ઓબીસી નેતાની છાપ ધરાવે છે, જ્યારે સુખરામ રાઠવા આદિવાસી નેતા છે. આમ કોંગ્રેસે ઓબીસી અને […]

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે જગદિશ ઠાકોર અને વિપક્ષના નેતાનું પદ વિરજી ઠુમ્મરને સોંપાય તેવી શક્યતા

અમદાવાદઃ ગુજરાત પ્રદેશના  કોંગ્રેસના નેતાઓની રાહુલ ગાંધી સાથે બેઠક બાદ ભરતસિંહ સોલંકી પ્રદેશ પ્રમુખ નહીં બને પરંતુ તેમની ભૂમિકા હવે ગુજરાત માટે અહેમદ પટેલ જેવી બનશે તેવું સ્પષ્ટ થયું છે. ભરતસિંહ સોલંકીને કોંગ્રેસ ગુજરાતમાં કેમ્પેઇન કમિટીના ચેરમેન બનાવશે.કોંગ્રેસ પ્રમુખ તરીકે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર અને વિધાનસભામાં વિપક્ષ નેતા પદે વીરજી ઠુમ્મર લગભગ નિશ્ચિત હોવાનું કોંગ્રેસના […]

અમદાવાદ મ્યુનિના વિપક્ષના નેતાની નિમણૂંકનો પ્રશ્ન પખવાડિયામાં ઉકેલાય તેવી શક્યતા

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની  સામાન્ય ચૂંટણી પૂરી થયાને છ મહિના વીતી ગયાં બાદ મ્યુનિ.કોંગ્રેસપક્ષનાં નેતાની પસંદગીનો અટવાયેલો મામલો હવે હલ થાય એવું લાગી રહ્યું છે. મ્યુનિના વિપક્ષના નેતાની વરણી ન થતાં કોંગ્રેસના કોર્પોરેટરો પણ અકળાયા હતા. કોંગ્રેસમાં ચાલતી જુથબંધી અને ધાકાસભ્યો પોતાના માણસને જ વિપક્ષના નેતાપદે નિયુક્ત કરવા દબાણ કરી રહ્યા હતા. જેના કારણે છેલ્લા 6 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code