1. Home
  2. Tag "Limbadi"

લીંબડીના શિયાણી ગામની માઈનોર કેનાલમાં પાણી ન છોડાતા ખેડુતોએ વિરોધ કર્યો

ખેડુતોએ માઈનોર કેનાલમાં બેસીને રામધૂન બોલાવી તંત્રનો વિરોધ કર્યો, જીરૂ અને વરિયાળીના પાક પાણી વિના મુરઝાઈ રહ્યા છે ઉપરવાસમાં કેટલાક ખેડુતો દ્વારા પાણી રોકવામાં આવતી હોવાની પણ ફરિયાદ સુરેન્દ્રનગરઃ  જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામની સીમમાં નર્મદાની માઈનોર કેનાલ દ્વારા સિંચાઈનો લાભ આપવામાં આવ્યો છે. ત્યારે હાલ જીરૂ અને વરિયાળીના પાકને પાણીની જરૂર હોવા છતાં કેનાલમાં […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી નજીક ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત

અકસ્માતમાં એકને ઈજા, 30 પ્રવાસીઓનો આબાદ બચાવ, હાઈવે પર બંધ પડેલા ટ્રેલર પાછળ લકઝરી બસ ઘૂંસી ગઈ, અકસ્માતના બીજા બનાવમાં પીકઅપવાન 50 ફુટ ઊંડા તળાવમાં ખાબકી સુરેન્દ્રનગરઃ  અમજાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક પરશુરામ ધામ પાસે ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. જયારે અન્ય 30 […]

અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી પાસે 10 મહિના પહેલા બનાવેલા બ્રિજમાં ગાબડું પડ્યું

લીંબડીઃ ગુજરાતમાં નવા જ બનાવેલી બ્રિજ પર ગાબડાંઓ પડી રહ્યા છે. ત્યારે બ્રિજ બનાવનારા કોન્ટ્રક્ટરો અને અધિકારીઓ સામે કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. એક હજાર કરોડના ખર્ચે બનાવેલા દ્વારકાના સુંદર્શન બ્રીજ પર તાજેતરમાં ત્રણ જગ્યાએ ગાબડું પડતા સળીયા દેખાવા લાગ્યા હતા. આ ઘટનાની શાહી હજી સુકાઈ નથી, ત્યાં લીંબડી પાસે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી પાસે ડમ્પરે ટક્કર મારતા ટ્રકમાં આગ લાગી, બે જણા બળીને ખાક

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક ડમ્પર અને ટ્રક વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો. પૂરફાટ ઝડપે જતા ડમ્પરે ટ્રકને ટક્કર મારતા  ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે ટ્રક ડ્રાઇવર સહિત અન્ય એક વ્યક્તિ બળીને ખાક થઈ જતાં બંનેના મોત નીપજ્યા હતા. જ્યારે એક […]

લીંબડીના બળોલ ગામના તળાવમાં સગીર વયના બે પિતરાઈ ભાઈઓના ડુબી જતાં મોત

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના લીંબડી તાલુકાના બળોલ ગામના તળાવમાં  પડેલી ભેંસોને બહાર કાઢવા જતાં બે સગીર વયના પિતરાઇ ભાઇઓના ડૂબી જતાં મોત નિપજતા ગામમાં ગમગીની વ્યાપી ગઈ હતી.  આ ઘટનાની જાણ થતાં પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ ફાયર વિભાગની મદદથી બંનેના મૃતદેહો બહાર કાઢીને પી.એમ. અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. આ […]

લીંબડીના અંકેવાળિયામાં પીવાના પાણીની સમસ્યા ન ઉકેલાતા મહિલાઓએ હાઈવે કર્યો ચક્કાજામ

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકના મોટાભાગના ગામડાંમાં નર્મદાના નીરને લીધે પીવાના પાણીની  સમસ્યા ભૂતકાળ બની ગઈ છે. મોટાભાગના ગામોમાં પાઈપ લાઈન દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પરંતુ યાંત્રિક ક્ષતિ તંત્રની નિષ્ફળતાને કારણે જિલ્લાના અંકેવાળિયા સહિત અનેક ગામો પીવાના પીણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આથી અંકેવાળિયા ગામની મહિલાઓએ પાણીના પ્રશ્ને લીંબડી -સુરેન્દ્રનગર હાઈવે  […]

લીંબડીના જગદીશ આશ્રમમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા, દાનપેટી તોડી એક લાખ રૂપિયાની ચોરી

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના લીંબડી શહેરના નદી કાંઠે આવેલા જગદીશ આશ્રમમાં મોડી રાત્રે તસ્કરો દ્વારા ચોરી કરતાં ચકચાર મચી હતી. જગદીશ આશ્રમમાં આવેલી દાન પેટી તોડી રોકડ રકમની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યાં હતા. અંદાજે રોકડ રૂપિયા એક લાખની રકમ ચોરી થઈ છે. પોલીસે ફરિયાદ નોંધીને સીસીટીવીના કૂટેજ મેળવીને વધુ કપાસ હાથ ધરી છે. લીંમડીમાં ભોગાવો નદીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code