1. Home
  2. Tag "local news"

ભારતે પાકિસ્તાન માટે એરસ્પેસ 24મી ઓક્ટોબર સુધી બંધ રાખવાની સમયમર્યાદા વધારી

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનના લશ્કરી અને નાગરિક વિમાનો માટે એરસ્પેસ બંધ રાખવાની સમયમર્યાદા ફરી એકવાર લંબાવી છે. અત્યારથી 24મી ઑક્ટોબર સુધી પાકિસ્તાની વિમાનો ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી શકશે નહીં. પાકિસ્તાને પણ જાહેરાત કરી છે કે તેની એરસ્પેસ 24મી ઑક્ટોબર સુધી ભારતીય વિમાનો માટે બંધ રહેશે. અહેવાલો અનુસાર, બંને દેશોએ અલગ-અલગ નોટિસ ટુ એર મિશન (NOTAM) […]

ભારતીય વાયુસેના સ્વદેશી તેજસ MK-1A પ્રોજેક્ટમાં તેજી, અમેરિકાની GE કંપની પાસેથી ખરીદશે એન્જિન

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ (IAF) સ્વદેશી તેજસ MK-1A પ્રોજેક્ટમાં ઝડપ લાવવા મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અત્યાર સુધી ચાલતી લાંબી પ્રક્રિયાને બાયબાય કહી હવે વાયુસેના તેજસ ફાઇટર જેટના એન્જિન ખરીદીમાં વિલંબ નહીં કરે. ભારતે ફાઇટર જેટ માટે ઓર્ડર આપ્યા બાદથી જ પાકિસ્તાન અને ચીનની ચિંતા વધી ગઈ છે. પહેલાં માનવામાં આવતું હતું કે અમેરિકાથી એન્જિન આવવામાં […]

ફિલીસ્તીનને દેશ તરીકે વિવિધ દેશોએ આપેલી મંજુરી અંગે ઈઝરાયના PM એ વ્યક્ત કરી નારાજગી

તેલ અવિવ: બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા દ્વારા ફિલિસ્તીનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપવાના નિર્ણયની ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્યામિન નેતન્યાહૂએ કડક આલોચના કરી છે. તેમણે આક્ષેપ કર્યો કે આ દેશોએ ફિલિસ્તીની રાષ્ટ્રને માન્યતા આપી હકીકતમાં હમાસને ઇનામ આપ્યું છે. નેતન્યાહૂએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ઇઝરાયલ યોરડન નદીના પશ્ચિમ કિનારે ફિલિસ્તીન દેશની સ્થાપના ક્યારેય થવા દેશે નહીં. નેતન્યાહૂએ […]

અફઘાનિસ્તાનથી 13 વર્ષનો કિશોર વિમાનના ટાયર પાસે છુપાઈ ભારત પહોંચ્યો !

નવી દિલ્હીઃ એક ચોંકાવનારી અને જોખમી ઘટના સામે આવી છે. અફઘાનિસ્તાનનો 13 વર્ષનો એક છોકરો વિમાનના પાછળના ટાયર પાસે છુપાઈને કાબુલથી ભારત સુધી આવી પહોંચતા તંત્ર દોડતું થઈ ગયું છે. જાનને જોખમ હોવા છતાં તે 94 મિનિટની ફ્લાઈટ દરમિયાન જીવિત રહી દિલ્લીના ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથકે સુરક્ષિત ઉતર્યો હતો. જમીન પર પહોંચતાં જ અધિકારીઓ આશ્ચર્યમાં […]

ગાઝા: ત્રણ પેલેસ્ટીની નાગરિકોની ઇઝરાઇલની મદદ કરવાના આરોપ સાથે હમાસે કરી હત્યા

ગાઝા પટ્ટી અને વેસ્ટ બેંકમાં ઇઝરાઇલના ચાલુ હુમલાઓ વચ્ચે કટ્ટરપંથી સંગઠન હમાસનો એક વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડિઓમાં જોવા મળે છે કે, હમાસના લડવૈયાઓએ ત્રણ પેલેસ્ટીની નાગરિકોને રસ્તા પર ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. મૃતકો પર ઇઝરાઇલને મદદ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. હમાસ સંકળાયેલા ટેલિગ્રામ ચેનલ પર મુકાયેલા વિડિઓમાં ત્રણ […]

રાષ્ટ્રપતિ મુર્મુ અને પ્રધાનમંત્રીએ રોશ હશનાહ નિમિત્તે ઇઝરાયલને શુભકામનાઓ પાઠવી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યહૂદી નવા વર્ષ, રોશ હશનાહ નિમિત્તે ઇઝરાયલના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિત વિશ્વભરના યહૂદી સમુદાયને શુભકામનાઓ પાઠવી હતી. બંને નેતાઓએ શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના કરી છે. રાષ્ટ્રપતિ મુર્મુએ મંગળવારે ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગને સંબોધીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “ભારત સરકાર અને લોકો વતી, હું […]

અલીગઢમાં કાર-ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત : આગમાં 4 વ્યક્તિ ભડથું

લખનૌઃ ઉત્તર પ્રદેશના અલીગઢમાં મંગળવારની વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે-34 પર ગોપી પુલ નજીક પૂરઝડપથી દોડતી કાર અને ટેન્કર વચ્ચે જોરદાર અથડામણ થતાં કારમાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચમાંથી ચાર લોકોનાં ભુંજાયા હતા. જેમાં એક મહિલા અને એક બાળકનો પણ સમાવેશ થાય છે. ગંભીર રીતે દાઝેલી […]

કોલકાતામાં રાતભરના ભારે વરસાદથી જનજીવન ઠપ : 7ના મોત, રેલ-મેટ્રો-હવાઈ સેવાઓ ખોરવાઈ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં રાતભર પડેલા મૂશળધાર વરસાદે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં અને વીજ કરંટ લાગવાને કારણે અત્યાર સુધીમાં 7 લોકોનાં મોત થયા છે. 6 કલાકમાં 250 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે. રાતભરના વરસાદના પ્રભાવથી રેલ, […]

એશિયા કપમાં આજે શ્રીલંકા અને પાકિસ્તાનની ટીમ વચ્ચે રમાશે રોમાંચક મેચ

એશિયા કપના સુપર 4 રાઉન્ડમાં પાકિસ્તાન અને શ્રીલંકા પોતાનું ખાતું ખોલવા માટે આજે મંગળવારે સામ-સામે ટકરાશે. આ મેચ અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમાશે. અગાઉ, પાકિસ્તાની ટીમને સુપર 4ની તેની પહેલી મેચમાં ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે શ્રીલંકાએ હજી સુધી આ રાઉન્ડમાં એક પણ મેચ રમી નથી. પાકિસ્તાનને ફરહાન અને ફખર ઝમાન […]

‘ફેરપ્લે’ ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં ઈડી દ્વારા રૂ. 307.16 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મુંબઈ ઝોનલ ઓફિસે 19 સપ્ટેમ્બરના રોજ એક મોટા મની લોન્ડરિંગ કેસમાં ફેરપ્લે સાથે જોડાયેલી 307.16 કરોડ (આશરે 3.07 બિલિયન)ની સંપત્તિને કામચલાઉ રીતે જપ્ત કરી હતી. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી સંપત્તિઓમાં બેંક ખાતાઓમાં રાખેલી જંગમ સંપત્તિ અને દુબઈ (UAE)માં સ્થિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code