1. Home
  2. Tag "Local Samachar"

લીંબડીમાં રખડતા કૂતારાનો ત્રાસ, મહિનામાં જ ડોગ બાઈટના 600થી વધુ બનાવો બન્યા

સુરેન્દ્રનગર, 21 જાન્યુઆરી 2026:  જિલ્લાના લીંબડી શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધતો જાય છે. ઉપરાંત શહેર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનોનો આતંક ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. છેલ્લા એક મહિનામાં 600થી વધુ ડોગ બાઈટના બનાવો બન્યા છે. રખડતા કૂતરાને અંકુશમાં લેવામાં મ્યુનિનું તંત્ર નિષ્ક્રિય છે. લીંબડી શહેરના મુખ્ય માર્ગો, ગ્રીન ચોક અને સોસાયટીઓ સહિતના વિસ્તારોમાં રખડતા કૂતરાના […]

જુનાગઢના ભાજપના કોર્પોરેટર સહિત 4 શખસો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી

જુનાગઢ, 21 જાન્યુઆરી 2026:  શહેરમાં પોલીસ માટે માથાનો દુઃખાવોરૂપ બનેલી કુરેશી ગેંગ સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના વોર્ડ નંબર 3ના ભાજપના ચાલુ કોર્પોરેટર અબ્બાસ કુરેશી, પૂર્વ કોર્પોરેટર અસલમ ઉર્ફે લાલો અને તેમના સાગરિતો સામે ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગેંગ હત્યાની કોશિશ, સાયબર ફ્રોડ, પોલીસ પર હુમલો અને આર્મ્સ એક્ટ […]

પાટનગર ગાંધીનગરમાં આડેધડ વાહનો પાર્કિંગ કરનારા સામે ટ્રાફિક પોલીસની ઝૂંબેશ

ગાંધીનગર, 21 જાન્યુઆરી 2026:  પાટનગર ગાંધીનગરમાં જાહેર રોડ પર આડેધડ વાહનો પાર્ક કરાતા હોવાથી ટ્રાફિક જામ થાય છે. આથી ટ્રાફિક પોલીસે રોડ પર આડેધડ થતાં પાર્કિંગ સામે ઝૂંબેશ હાથ ધરી છે. શહેરના પીડીપીયુ અને ભાઈજીપુરા રોડ પર આડેધડ પાર્કિંગ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરીને 30થી વધુ વાહનચાલકોને મેમો ફટકારવામાં આવ્યા હતા. ગાંધીનગર શહેરમાં […]

ભાવનગરમાં ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈકચાલકનું મોત

ભાવનગર, 21 જાન્યુઆરી 2026:  શહેરમાં જોગીવાડ ટાંકી વિસ્તારમાં આજે બાઈક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રકની અડફેટે આવેલા બાઈકચાલક પ્રદીપ મહેશભાઈ પડધરીયાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને ગુનો નોંધીને વધુ તપાસ […]

સોની વેપારીઓને નકલી સોનું પઘરાવતું ઠગ દંપત્તી વડોદરાથી પકડાયું

વડોદરા, 21 જાન્યુઆરી 2026:  નકલી સોનાના દાગીના પર સોનાનો ઢોળ ચડાવીને અસલી સોનું કહીને સોની વેપારીઓને દાગીના વેચીને છેતરપિંડી કરતું બંગાળી દંપત્તીને જુનાગઢ પોલીસે વડોદરાથી ઝડપી લીધુ હતું.  આરોપી દંપતી સામે 15 રાજ્યોના 56 શહેરોમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે આ આખું કૌભાંડ બિહારના પટનામાં બેઠેલા રવિ સોની અને બનારસના એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતું […]

વડોદરામાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગળાફાંસો ખાઈ આરોપીએ કર્યો આપઘાત

વડોદરા, 21 જાન્યુઆરી 2026:  શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપ રૂમમાં એક આરોપીએ સ્વેટરની દોરીને બારી સાથે બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. પોલીસે મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવની વિગત એવી છે કે, વડોદરાના પાણીગેટ વિસ્તારમાં પત્ની સાથે બોલાચાલી કરી માર મારવાના આક્ષેપ હેઠળ પોલીસ દ્વારા રમેશ વસાવાની […]

યુવાનો સાથે લગ્ન કરી દાગીના ચોરી પલાયન થતી લૂંટેરી દૂલ્હન 4 વર્ષે પકડાઈ

અમદાવાદ,21 જાન્યુઆરી 2026:  રાજ્યમાં લગ્નો ન થતા હોય એવા યુવાનોના પરિવારનો સંપર્ક કરીને તાબડતોબ લગ્ન કરીને લૂંટેરી દૂલ્હન સોનાના દાગીના, રોકડ લઈને મોકો મળતા જ પલાયન થવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા 4 વર્ષથી ફરાર મૂળ રાજસ્થાનના ઉદયપુરની વતની માનવી નામની યુવતીની શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી આઈપી મિશન ચર્ચ […]

અમદાવાદ મ્યુનિના ગાર્ડનમાં રમતના સાધનો માટે 10 કરોડની વિવાદાસ્પદ દરખાસ્તને મંજુરી

અમદાવાદ,21 જાન્યુઆરી 2026:  શહેરમાં મ્યુનિ,કોર્પોરેશન સંચાલિત 300થી વધુ ગાર્ડનમાં રમત-ગમત અને જીમના સાધનો માટે રૂપિયા 10 કરોડની દરખાસ્તને મ્યુનિની રીક્રિએશન એન્ડ કલ્ચરલ કમિટી દ્વારા મંજુરીની મહેર મારી દેવામાં આવી છે. આ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીની મંજુરી મળ્યા બાદ જનરલ બોર્ડમાં મંજુરી માટે મુકાશે. આ દરખાસ્તને લીધે વિવાદ એવો ઊભો થયો છે. કે, ત્રણ વર્ષ પહેલા જ […]

વડોદરામાં તોડબાજી કરતો નકલી પીએસઆઈને એસઓજીએ પકડી પાડ્યો

વડોદરા, 20 જાન્યુઆરી 2026:  શહેરમાં પોતે પીએસઆઈ હોવાની ઓળખ આપીને તોડબાજી કરતા ફેક પીએસઆઈને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. ફેક પીએસઆઈ પાસેથી પોલીસને લગતા બોગસ દસ્તાવેજો અને રબર સ્ટેમ્પ સહિતની ચીજો મળી આવી છે. પોલીસે તેની સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વિગત એવી છે કે, શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને તાંદલજા […]

મહિલા કોન્સ્ટેબલે ડોક્ટરનો વેશ ધારણ કરી ATM ફ્રોડ કરતી ગેન્ગને ઝડપી લીધી

સુરત, 20 જાન્યુઆરી 2026:  શહેરના એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કરતી ઉત્તર પ્રદેશની રીઢા ગુનેગારોની ટોળકીને પકડવા માટે  લેડી કોન્સ્ટેબલ કેશવીબેને ડોક્ટરનો સફેદ એપ્રોન પહેરી વેશપલટો કરીને બીમારીની તપાસ કરવાના બહાને આરોપીના મકાનમાં પ્રવેશ કરીને ખાતરી કરી કે પાંચ આરોપી અંદર જ છે. ત્યારબાદ લેડી કોન્સ્ટેબલે ટીમને સિગ્નલ આપતા અન્ય પોલીસકર્મીઓએ એટીએમ ફ્રોડ ગેન્ગને દબોચી લીધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code