1. Home
  2. Tag "Local Samachar"

ભારતનું મિશન લાઇફ પ્રાચીન સંરક્ષણ પરંપરાઓને પુનર્જીવિત કરી રહ્યું છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવનો એક લેખ શેર કર્યો, જેમાં સમજાવવામાં આવ્યું છે કે ભારતનું મિશન લાઇફ (પર્યાવરણ માટેની જીવનશૈલી) પરંપરાગત સંરક્ષણ પ્રણાલીઓને કેવી રીતે પુનર્જીવિત કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભૂપેન્દ્ર યાદવનો આ લેખ વાંચવા જેવો છે, જેમાં તેઓ સમજાવે છે કે મિશન લાઇફે તમિલનાડુની એરી ટાંકી પ્રણાલીથી લઈને […]

વાહનની નંબર પ્લેટ ખોવાઈ જાય તો પોલીસ ફરિયાદના ફરજિયાત નિયમ સામે વિરોધ

વાહનોની નંબર પ્લેટ છૂટી પડીને ખોવાય જાય તો નવી નંબર પ્લેટ માટે FIR ફરજિયાત, FIRની કોપી હશે તો જ ડિલરો નવી નંબર પ્લેટ બનાવી આપશે, આરસી બુક માટે FIRનો નિયમ એક વર્ષથી બંધ કરાયો છે. વડોદરાઃ કોઈ કારણથી વાહનોની નંબર પ્લેટ નીકળીને પડી જાય અને ખોવાઈ જાય તો નવી નંબર પ્લેટ મેળવવા માટે પોલીસ ફરિયાદ […]

હાઈવે પર પાર્ક કરેલા વાહનોમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરતી ગેન્ગ પકડાઈ

કરજણ પોલીસે સાવલીના 4 શખસોને દબોચી લીધા, ડીઝલ ભરેલા કેરબા, ખાલી કન્ટેનર, પાઇપ તેમજ ટાંકી તોડવાના સાધનો જપ્ત કરાયા, આરોપીઓ કાર લઈને રાતના સમયે વાહનોમાંથી ડીઝલ ચોરવા જતા હતા વડોદરાઃ નેશનલ હાઈવે પરની હોટલો તેમજ હાઈવેની સાઈડ પર રાતના સમયે પાર્ક કરેલી ટ્રકો તેમજ અન્ય વાહનોમાંથી ડીઝલ અને પેટ્રોલની ચોરી કરતા એક ગેન્ગને કરજણ પોલીસે […]

અમદાવાદઃ અટલ બ્રિજની 3 વર્ષમાં 77.71 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

અમદાવાદઃ ભારતના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદમાં સાબરમતી નદી પર નિર્મિત આઈકોનિક અટલબ્રિજ આજે અમદાવાદના નગરવાસીઓ સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દિવાળી વેકેશન હોય કે ઉનાળાનું વેકેશન, આ અટલ ફૂટ ઓવર બ્રિજ લોકો માટે ફરવાનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 27 ઓગસ્ટ, 2022ના રોજ અટલબ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો […]

2047માં વિકસિત ભારત માટે સંશોધન અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરો: ઉપરાષ્ટ્રપતિ

બેંગ્લોરઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન આજે તિરુવનંતપુરમમાં પ્રતિષ્ઠિત શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ ટેકનોલોજી (SCTIMST) ની મુલાકાત લીધી. ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, SCTIMST, સંકલિત તબીબી વિજ્ઞાન, ટેકનોલોજી અને અદ્યતન આરોગ્ય સંભાળમાં તેના અગ્રણી યોગદાન માટે પ્રખ્યાત છે. તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન, તિરુવનંતપુરમમાં અચ્યુથા […]

વડોદરા શહેર અને જિલ્લામાં એક જ દિવસમાં અકસ્માતોના 5 બનાવોમાં 5ના મોત

વાઘોડિયા, વડુ, સાવલી, વરણામા અને ડભોઇમાં બન્યા અકસ્માતના બનાવો, નેશનલ હાઈવે 48 પર પોર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જવાના માર્ગે હીટ એન્ડ રન, આજવા વડોદરા રોડ પર કારની અડફેટે યુવાનું મોત વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેર અને જિલ્લામાં એક જ દિવસમાં રોડ અકસ્માતના 5 બનાવોમાં 5ના મોત નિપજ્યા છે. વડોદરાના […]

અમદાવાદના વટવા રેલવે સ્ટેશન પર મેગા ટર્મિનલ બનાવાશેઃ રેલમંત્રીની જાહેરાત

ટર્મિનલ બન્યા બાદ અમદાવાદથી દરરોજ 150 ટ્રેન ઉપડી શકશે, વટવા ખાતે રેલવેની પૂરતી જગ્યા અને સારી સુવિધા છે, વટવાના નવા ટર્મિનલમાં ટ્રેનોનું મેન્ટેનન્સ કરી શકાશે અમદાવાદઃ શહેરમાં કાળુપુર રેલવે સ્ટેશનનું રિ-ડેવલપમેન્ટનું કામ હાલ ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદને વધુ ટ્રેનોનો લાભ મળે તે હેતુથી વટવા રેલવે સ્ટેશન પર મેગા ટર્મિનલ બનાવવાની રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે […]

હવે પાકિસ્તાન ફરી હિંમત કરશે તો ગોળીનો જવાબ ગોળાથી અપાશેઃ અમિત શાહ

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારનો આજે અંતિમ દિવસ છે અને તમામ રાજકીય પક્ષો પોતાની આખી તાકાત ઝોકી રહ્યા છે. આ વચ્ચે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે દરભંગામાં જનસભાને સંબોધી હતી. અમિત શાહે જણાવ્યું કે તાજેતરમાં પહલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ પર્યટકોની હત્યા કરી હતી. સેના દ્વારા “ઓપરેશન સિંદૂર” અંતર્ગત પાકિસ્તાનની ધરતી પર ઘૂસી આતંકવાદીઓને નાબૂદ કરવામાં […]

વેપારીને સોનામાં રોકાણ કરવાનું કહીને વળતરની લાલાચ આપી રૂપિયા 5.68 કરોડની છેતરપિંડી

ચાંદખેડામાં રહેતા વેપારી સાથે પાંચ શખસોએ કરી છેતરપિંડી, વળતરની રકમ માગતા આરોપીઓ ગલ્લા-તલ્લા કરવા લાગ્યા, નવરંગપુરા પોલીસે 5 શખસો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના ચાંદખેડામાં રહેતા અને એગ્રીકલ્ચરનો ટ્રેડિંગ કરતા એક વેપારીને સોનામાં રોકાણ કરીને વધુ વળતર અપાવવાની લાલાચ આપીને બે શખસોએ વેપારી પાસેથી 7.88 કરોડ રૂપિયા મેળવ્યા હતા. જોકે પૈસા કે […]

ઉત્તર ભારતથી દક્ષિણ સુધી હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી

નવી દિલ્હી : ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભારતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગાહી કરી છે કે ભારે ઠંડી સાથે અનેક રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાની સ્થિતિ સર્જાઈ શકે છે. આ પરિસ્થિતિનું મુખ્ય કારણ પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને મ્યાનમારના દરિયાકાંઠે સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, જે આગામી 24 કલાકમાં ઉત્તર-ઉત્તરપશ્ચિમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code