અમદાવાદના સૌથી જુના લોકમાન્ય ગાર્ડનને રિડેવલોપ કરીને સુવિધાસભર બનાવાયો, કાલે લોકાર્પણ
અમદાવાદઃ શહેરમાં અંગ્રેજોના શાસન દરમિયાન વિક્ટોરિયા ગાર્ડન બનાવવામાં આવ્યો હતો. શહેરના એલિસબ્રિજ અને ગુર્જરી બજારની પડખે આવેલા વિક્ટોરિયા ગાર્ડન કે જેને હવે લોકમાન્ય તિલક ગાર્ડન તરીકે ઓળખવામાં આવે છે. ઈ.સ. 1897માં વિક્ટોરિયા ડાયમંડ જ્યુબિલી ગાર્ડનના નિર્માણનો પ્રસ્તાવ મુક્યા બાદ 7 જાન્યુઆરી 1910નાં રોજ ક્વિન વિક્ટોરિયાના માનમાં જાણીતા શિલ્પકાર એચ. જી. મહાત્રે દ્વારા નિર્મિત ક્વિન વિક્ટોરિયાનાં […]