ગુજરાતમાં બનાવટી ‘મા’ કાર્ડ કૌભાંડનો પર્દાફાશઃ વડોદરા,સુરત જામનગર અને અમરેલીથી બોગસ કાર્ડ પકડાયાં
અમદાવાદઃ કોરોનાકાળમાં કેટલાક લોકો કૌભાંડ કરવાનું ચુકતા નથી હોતા, ખાનગી હોસ્પિટલોમાં પણ મફત સારવારની સુવિધા આપતા ર્માં તથા ર્માં-વાત્સલ્ય યોજનાનાં બનાવટી કાર્ડનાં રાજયવ્યાપી કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. વડોદરા, સુરત, જામનગર, તથા અમરેલી જિલ્લામાંથી આરોગ્ય વિભાગે બનાવટી કાર્ડ પકડી પાડીને મસમોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. રાજ્યના આરોગ્ય વિભાગનાં સુત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલ 3.20 કરોડ ‘માં’ […]