મચ્છુ -2 ડેમને નર્મદાના પાણીથી ભરી દેવાતા ઓવરફ્લો, 5 ગામોના ખેતરોમાં પાણી ફરી વળ્યાં
મોરબીઃ શહેર અને જિલ્લાનો જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ ખાલી કરવા માટે ડેમ તંત્રએ સરકાર પાસે સૈદ્ધાંતિક મંજુરીની માંગણી કરી છે અને મંજુરી મળી જાય તો એપ્રિલ માસમાં ડેમ ખાલી કરવાની તૈયારી કરાશે. કારણ કે ચોમાસા પહેલા જ ડેમના મરામતનું કામ પૂર્ણ કરી દેવું પડે એટલે એપ્રિલમાં ડેમ ખાલી કરીને મેમાં કામ શરૂ કરવાનું આયોજન છે. […]