મહાકુંભ એટલો મોટો એકતાનો યજ્ઞ હશે કે જેની ચર્ચા આખી દુનિયામાં થશે : નરેન્દ્ર મોદી
લખનૌઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે પ્રયાગરાજ પહોંચ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે હું અહીં રાત-દિવસ કામ કરતા કર્મચારીઓ અને સફાઈ કામદારોને અભિનંદન આપું છું.વિશ્વમાં આટલો મોટો પ્રસંગ, દરરોજ લાખો ભક્તોના સ્વાગત અને સેવાની તૈયારીઓ, સતત 45 દિવસ સુધી ચાલતો મહાયજ્ઞ, નવા મહાનગરની સ્થાપના માટેનું ભવ્ય અભિયાન, પ્રયાગરાજની ધરતી પર એક નવો ઈતિહાસ રચાઈ રહ્યો છે. […]