1. Home
  2. Tag "Major NEWS"

અમદાવાદના 10 વિસ્તારોમાં હવે સુકો અને ભીનો કચરો અલગ હશે તો જ લઈ જવાશે

અમદાવાદ, 26 માર્ચ 2026: AMC to collect dry and wet waste separately મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘેર ઘેરથી ભીનો અને સુકો કચરો લઈ જવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, મ્યુનિ. દ્વારા ભીનો અને સુકો કચરો અલગ રાખવા માટે ડસ્ટબીન પણ આપવામાં આવ્યા છે. પણ મોટાભાગના રહિશો સુકો અને ભીનો કચરો ભેગો કરીને જ આપે છે. આથી […]

શક્તિપીઠ અંબાજીમાં દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યાં, મંદિરને રોશનીથી શણગારાયું

અંબાજી, 26 માર્ચ 2026: Devotees thronged Shaktipeeth Ambaji for darshan ચૈત્રી નવરાત્રીમાં માતાજીના દર્શન અને પૂજા-અર્ચનાનું વિશેષ મહાત્મ્ય છે. આજે ચૈત્રી નવરાત્રી આઠમ પર્વમાં શક્તિપીઠ ગણાતા અંબાજીના મંદિરમાં મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. આદ્યશક્તિ જગતજનની અંબાજી માતાજીના દર્શન માટે વહેલી સવારથી મંદિરમાં ભાવિકોની ભીડ જોવા મળી હતી. મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓએ મંગળા આરતીનો લાભ લીધા હતો. ચૈત્રી […]

અમદાવાદના શિવરંજની BRTS બસ સ્ટેન્ડમાં આગ લાગતા પેસેન્જરોમાં દોડધામ મચી

અમદાવાદ, 25 માર્ચ 2026: Fire breaks out at Shivranji BRTS bus stand  શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં કોઈ કારણસર લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં આગ લાગ્યાની જાણ થતા ફાયરબ્રિગેડની બે ગાડીઓ સાથે ફાયર જવાનો દોડી આવ્યા હતા. અને આગને કાબુમાં લીધી હતી. આગ લાગતા બસ સ્ટેન્ડમાંથી તમામ પેસેન્જર તાત્કાલિક બસ […]

શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ સુધારા વિધેયકને મંજુરી મળતા યુનિના કર્મીઓને ઝડપી ન્યાય મળશે

ગાંધીનગર, 25 માર્ચ 2026: Educational Service Tribunal Amendment Bill approved શૈક્ષણિક સંસ્થાઓમાં કામ કરતાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના પ્રશ્નોના ઝડપી અને બિન ખર્ચાળ નિરાકરણ માટે ગુજરાતમાં ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ એકટ-૨૦૦૬ અમલી છે. વર્ષ-૨૦૨૩માં, રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટીઓને લગતાં જુદા-જુદા કાયદાઓને એકીકૃત કરી ‘Gujarat Public Universities Act, 2023’ અમલમાં મૂકતાં,  યુનિવર્સિટીને લગતાં અલગ-અલગ એકટ […]

યુકો બેન્કના કૌભાંડ કેસમાં પૂર્વ મેનેજર સહિત 6 આરોપીને 5 વર્ષની કેદ અને 1.33 કરોડનો દંડ

અમદાવાદ, 25 માર્ચ 2026: UCO Bank scam case શહેરના ચિલોડા વિસ્તારમાં આવેલી યુકો બેન્કમાં કેશ ક્રેડિટ કૌભાંડના મામલે સીબીઆઈએ 27 એપ્રિલ, 2016ના રોજ બેન્કના તત્કાલિન મેનેજર સહિત 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જેનો કેસ ચાલી જતા CBI કોર્ટ બેન્કના તત્કાલીન સિનિયર મેનેજર અને તત્કાલીન આસિસ્ટન્ટ મેનેજર સહિત ચાર આરોપીઓ અને બે ખાનગી વ્યક્તિઓને બે […]

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખાનગી શાળાના શિક્ષકોને કામગીરી સોંપવા સામે સંચાલકોનો વિરોધ

અમદાવાદ, 25 માર્ચ 2026: Private teachers protest against election work ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વહિવટી તંત્ર સજ્જ બન્યું છે. અને ચૂંટણીની કામગીરી ખાનગી શાળાના શિક્ષકોને સોંપવાની હીલચાલ ચાલી રહી છે. ત્યારે ખાનગી સ્કૂલના શિક્ષકો દ્વારા વિરોધ ઊભો થયો છે. સ્વનિર્ભર શાળાના સંચાલકોએ પણ શિક્ષકોને ચૂંટણી કામગીરીથી દૂર રાખવાની માંગ કરી છે. શાળા સંચાલક મહામંડળે […]

મોબાઈલ ફોન ઝૂંટવીને કપિરાજ છાપરા પર ચડીને સેલ્ફી લેતા વાનરને જોવા લોકો ટોળે વળ્યાં

પાટણ, 25 માર્ચ 2026: Monkey grabs mobile phone  જિલ્લાના સરસ્વતી તાલુકાના આધાર ગામમાં ભરતભાઈ શંકરભાઈ રાવળ રસ્તા પર હાથમાં મોબાઈલ લઈને ચાલતા જતા હતા ત્યારે એક વાનરે ભરતભાઈના હાથમાંથી મોબાઈલફોન ઝૂંટવીને છાપરા પર ચડી ગયો હતો. દરમિયાન અન્ય વાનરો પણ છાપરા પર આવી ગયા હતા. અને એક વાનર હાથમાં મોબાઈલ લઈને સેલ્ફી લેવા લાગ્યો હતો. […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં SIRને લીધે 8.25 લાખ મતદારોનો ઘટાડો

અમદાવાદ, 25 માર્ચ 2026: 8.25 lakh voters drop due to SIR રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા તાજેતરમાં અમદાવાદ શહેરની પ્રાથમિક મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ નવા મતદાર યાદીમાં જે મતદારોના નામ છે તે મતદારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન કરી શકશે. નવી મતદાર યાદી મુજબ વર્ષ-2021માં યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની સરખામણીમાં વર્ષ-2026માં આઠ લાખ […]

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો પુરતો જથ્થો હોવાની સરકારે વિધાન સભા ગૃહમાં આપી ખાતરી

ગાંધીનગર, 25 માર્ચ 2026: Government assures adequate supply of petrol and diesel ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગેસની અછતના મુદ્દે વિપક્ષે ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછતની અફવાઓ વચ્ચે સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ગુજરાતમાં ઊર્જાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને […]

સાયલા નજીક હાઈવે પર ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈકસવાર બાળકનું મોત, 3ને ઈજા

સુરેન્દ્રનગર, 25 માર્ચ 2026: Truck hits bike on highway near Sayla  અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધી  રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ સાયલા નજીક વખતપર ગામના પાટિયા પાસે સર્જાયો હતો. એક પૂરપાટ ઝડપે આવતા આઈશર ટ્રક અને બાઈક વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક 8 વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code