ગ્રાન્ટેડ શાળા-કોલેજોના ફીક્સ પગારનાં કર્મચારીઓને મેડિકલ રજા અને ખાસ રજા મળશે
ગ્રાન્ટેડ શાળાઓના 1.282 શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને મળશે મેડિકલ રજા, ગ્રાન્ટેડ કોલેજના ફીક્સ પગારનાં કર્મચારીઓને પણ 20 દિવસની મેડીકલ રજા મળશે, ગ્રાન્ટેડ સંસ્થાના બિન–શૈક્ષણિક ફીક્સ પગારનાં નોન–વેકેશનલ કર્મચારીઓને 15 ખાસ રજાઓ મળશે ગાંધીનગરઃ રાજ્યની ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં કર્મચારીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે […]