1. Home
  2. Tag "meet"

આજે બપોર પછી જી-૨૦ ના શિખર સંમેલન અંતર્ગત ભારતના વડાપ્રધાન ભારતીય સમુદાયના લોકોને મળશે

  બે દિવસ માટે આયોજિત જી-૨૦ની શિખર બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી ઇન્ડોનેશિયાના  બાલી પહોંચી ગયા છે. આજથી શરુ થતાં બે દિવસ ચાલનારા જી-૨૦ શિખર સંમેલનમાં મોદી ઉપરાંત, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સૂનક, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સહિત વિશ્વના ૨૦ પ્રમુખ અર્થવ્યવસ્થા ધરાવતાં દેશો ભાગ લઇ રહ્યા છે. જેમાં ભારત, અમેરિકા ઉપરાંત આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, […]

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શેખ હસીના વચ્ચે મુલાકાત

નવી દિલ્હીઃ ભારતની ચાર દિવસની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસમાં મુલાકાત કરી હતી. થોડા સમય બાદ બંને નેતાઓ વચ્ચે દ્રિપક્ષી વાતચીત થવાની છે. બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામમાં ભારતના યોગદાનને અમે હંમેશા યાદ રાખીએ છીએઃ શેખ હસિના સુત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીના […]

ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકોઃ ભત્રીજા નિહાર ઠાકરેએ સીએમ શિંદેને સમર્થન આપ્યું

મુંબઈઃ મહારાષ્ટ્રના શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો લાગ્યો છે. ઉદ્ધવ ઠાકરેના ભત્રીજા નિહાર શિંદે એકનાથ ઠાકરેને મળ્યા હતા અને તેમને સમર્થન આપ્યું હતું. નિહાર ઉદ્ધવ ઠાકરેના મોટા ભાઈ બિંદુમાધવનો પુત્ર છે. આ પહેલા બાળ ઠાકરેની પુત્રવધૂ સ્મિતા ઠાકરે પણ એકનાથ શિંદેને મળી હતી. સ્મિતા ઉદ્ધવના મોટા ભાઈ જયદેવની પૂર્વ પત્ની છે. જો કે, […]

સુરતઃ મનપાની વોર્ડ ઓફિસો બહાર ગેરકાયદે પાર્કિગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા તાકીદ

અમદાવાદઃ સુરતમાં પ્રજાહિતલક્ષી પ્રશ્નોને મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મનપાના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં ગેરકાયદે પાર્કિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત ગેરકાયદેસર દબાણકર્તાઓ વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા પણ નિર્દેશ કર્યો હતો. મજુરા વિધાનસભા ક્ષેત્રના પ્રજાહિતલક્ષી પ્રશ્નોનું કાયમી નિરાકરણ આવે તેવા આશયથી સુરત સર્કિંટ હાઉસ […]

PM મોદી પોતાના સ્કૂલ શિક્ષકને મળીને ભાવુક થયાં, શિક્ષકે પ્રેમથી માથા ઉપર હાથ ફેરવી આર્શિવાદ આપ્યા

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. આ દરમિયાન તેમણે નવસારીમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂર્હુત કર્યું હતું. તેમજ અમદાવાદના બોપલ વિસ્તારમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાતના એક દિવસના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સ્કૂલ શિક્ષકને મળ્યાં હતા. તેમની મુલાકાતની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. લોકો ગુરુ-શિષ્યની મુલાકાતનો સ્નેહ ભરેલો […]

કોરોનાના કેસમાં ફરીથી વધારો થતા PM મોદીએ ચિંતાવ્યક્ત કરી, રાજ્યોને એલર્ટ રહેવા તાકીદ

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન બીજી તરફ કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ ફરીથી હરકતમાં આવ્યું છે. તેમજ કોરોનાની સંભવિત ચોથી લહેરને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તમામ મુખ્યમંત્રી સાથે કોરોનાના વધતા કેસ અંગે બેઠક કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ […]

દિલ્હીના DyCM મનીષ સિસોદીયા ગુજરાતની મુલાકાતે, ભાવનગરમાં સરકારી સ્કૂલની લીધી મુલાકાત

નવી દિલ્હીઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારશે. દરમિયાન તાજેતરમાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વઘાણીએ શિક્ષણને લઈને કરેલા નિવેદનથી વિવાદ ઉભો થયો હતો. તેમજ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ રાજ્યની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન આજે મનિષ સિસોદીયા ગુજરાતની મુલાકાતે આવ્યાં […]

કોરોના સંકટઃ ગુજરાતમાં ટેસ્ટીંગમાં કરાયો વધારો, રોજના 70 હજાર જેટલા ટેસ્ટ

CMની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠળ મળી કોરોના અને ઓમિક્રોનની પરિસ્થિતિ અંગે ચર્ચા કરાઈ રાજ્યમાં બે ડોઝની 85 ટકા અને એક ડોઝની 95 ટકા કામગીરી પૂર્ણ અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસમાં જ 170થી વધારે પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર […]

CM ભૂપેન્દ્ર પટેલ PM મોદી મળ્યા, દિલ્હીમાં રોડ શો અને ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક કરી

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દિલ્હીમાં ઉદ્યોગ-વેપાર જગતના વરિષ્ઠ સંચાલકો–અગ્રણીઓ સાથે વાઈબ્રન્ટ સમિટ-2022 સંદર્ભે બેઠકો કરી હતી. મુખ્યમંત્રીએ નવી દિલ્હીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના પ્રારંભ પૂર્વે યોજેલા રોડ શો અને વન ટુ વન બેઠકો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ સમિટની તૈયારીઓ […]

નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 20મી ફેબ્રુઆરીએ યોજાશે બેઠક

દિલ્હીઃ નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં તા. 20 ફેબ્રુઆરીએ મળશે. જેમાં અર્થવ્યવસ્થા, આરોગ્ય અને મજૂર સુધારા સંબંધિત મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે. ગત વર્ષે કોરોના મહામારીને પગલે ગવર્નિંગ કાઉન્સિલની બેઠક મળી નહોતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, એનઆઈટીઆઈ આયોગની સર્વોચ્ચ બોડી કાઉન્સિલમાં તમામ મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો, ઘણા કેન્દ્રીય પ્રધાનો અને વરિષ્ઠ સરકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code