1. Home
  2. Tag "mehsana"

મહેસાણામાં બંધ હાલતમાં ટ્રાફિક સિગ્નલોને લીધે વાહનચાલકોને મુશ્કેલી

લાખોના ખર્ચે મુકાયેલા ટ્રાફિક સિગ્નલો શોભાના ગાઠિયા સમાન બન્યા, સિગ્નલો બંધ છે, ત્યાં સવરા-સાંજ સર્જાતો ટ્રાફિક જામ, કોંગ્રેસ દ્વારા મ્યુનિના ચીફ ઓફિસરને રજુઆત મહેસાણાઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યા રોજબરોજ વકરતી જાય છે. ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મ્યુનિ.દ્વારા લાખો રૂપિયાના ખર્ચે શહેરના ચાર રસ્તાઓ પર સિગ્નલો મુકવામાં આવ્યા હતા.  જોકે આ સિગ્નલો ગણતરીના મહિનામાં જ બંધ […]

મહેસાણાના ગોપીનાળા નજીક હીટ એન્ડ રન, વૃદ્ધાનું મોત

વહેલી સવારે અજાણ્યો વાહનચાલક ટક્કર મારીને પલાયન, ઘટના સ્થળે લોકોના ટોળાં ઉમટ્યા, પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવી તપાસ હાથ ધરી મહેસાણાઃ શહેરમાં ગોપીનાળા પાસે સવારે હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. ગોપીનાળા પાસે ચાલીને જઈ રહેલા વૃદ્ધાને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા વૃદ્ધાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ, વૃદ્ધાને ટક્કર મારીને અજાણ્યો વાહનચાલક વાહન સાથે પલાયન […]

મહેસાણાના કનોડા પાસે રૂપેણ નદીના કોઝવેમાં કાર તણાઈ, ત્રણ લોકોનો બચાવ

કોઝવેમાં પાણી ભરાયેલુ હોવા છતાંયે કારચાલકે કાર નાંખી, કારમાં સવાર ત્રણ લોકો વૃક્ષની ડાળીએ લટકી રહ્યા, સ્થાનિક લોકોએ ત્રણેયને બચાવ્યા મહેસાણાઃ  જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે. જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલા કનોડા અને મોટપ ગામ વચ્ચે પસાર થતી રૂપેણ નદી પર બનેલા કોઝવે પર પાણી વહી રહ્યા હતા ત્યારે એક કારચાલકે કોઝવે […]

મહેસાણા : નાના ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળ્યા

મહેસાણા જિલ્લાના નાના ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળ્યા છે. મહેસાણા જિલ્લાની અંદર કુલ 4500 હેકટર જમીનમાં વાવેતર થયું છે. જે પૈકી મુખ્ય પાકોમાં બાજરી 11700 હેક્ટર છે. 4000 હેકટરમાં શાકભાજી છે અને ઘાસચારાનું વાવેતર 27000 હેક્ટરમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુવાર, રીંગણ,ચોળી, ભીંડા ,જુવાર વગેરે નું પણ વાવેતર કરવામાં આવ્યું છે. વિજાપુર તાલુકાના […]

લોકસભા ચૂંટણીઃ મહેસાણામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાની વર્ચ્યુયલ ચૂંટણીસભા યોજાઈ

અમદાવાદઃ મહેસાણા ખાતે અવસર પાર્ટી પ્લોટની સામેના મેદાનમાં ગત રાત્રે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાની વર્ચ્ચુયલ ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રચાર સભા યોજાઈ હતી. સભામાં મુખ્ય મહેમાન તરીકે જે.પી. નડ્ડા ઉપસ્થિત રહેવાના હતા પરંતુ તેઓના હેલિકોપ્ટરમાં તકનિકી ખામી સર્જાતાં તેઓ ભોપાલથી મહેસાણા આવી શક્યા નહોતા અને તેમણે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી સભાને સંબોધિત કરી હતી. મહેસાણા લોકસભા સીટ […]

મહેસાણામાં મતદાન જાગૃતિ માટે દિવ્યાંગોની વ્હીલચેર રેલીમાં શહેરના નાગરિકો પણ જોડાયા

મહેસાણાઃ લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે મહેસાણા જિલ્લામાં દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે માટે તમામ મતદાન મથક સ્થળોએ વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.ભારતીય ચૂંટણીપંચના “સમાવેશી ચૂંટણી” ના સૂત્રને સાર્થક કરતા મહેસાણા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનોખી પહેલ કરી છે. મહેસાણા જિલ્લાના 1037 મતદાન મથક સ્થળો પર કાયમી ધોરણે વ્હીલચેરની વ્યવસ્થા કરી આગવી સિધ્ધી જિલ્લા […]

મહેસાણામાં માઁ ઉમિયાના દિવ્યરથ પ્રસ્થાન યાત્રામાં 10,000થી બહેનોએ જ્વારા સાથે ભાગ લીધો

મહેસાણાઃ  જગતજનની મા ઉમિયા દિવ્યરયમાં બિરાજમાન થઈ મહેસાણા શહેરમાં પરિભ્રમણ માટે પધારતા પાટિદાર સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. માઁ ઉમિયા દિવ્યરથનું મહેસાણા ખાતે ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું હતું. માઁ ઉમિયાના રથ પ્રસ્થાન સમયે 10000થી વધુ બહેનોએ જ્વારા યાત્રા કાઢી હતી. આ સમયે ઉમિયા માત કી જયના જય ઘોષ સાથે મહેસાણા શહેર ગુંજી ઉઠ્યું હતું વિશ્વના […]

મહેસાણામાં વિવિધ પ્રકારની હિંસાથી પીડિત 800 થી વધુ સ્ત્રીઓને સહાય કરાઈ

અમદાવાદઃ ભારત સરકાર દ્વારા પુરષ્કૃત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં સખી વન સ્ટોપ સેન્ટરની સુવિધા શરૂ કરવામાં આવેલી છે. સરકારની આ યોજનાએ સમાજમાં નારી શક્તિને સન્માન ભેર જીવવાની પ્રેરણા પુરી પાડી રહી છે. મહેસાણા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા શરૂઆત થી લઈ અત્યાર સુધીમાં વિવિધ પ્રકારની હિંસા થી […]

PM મોદીનો મહેસાણામાં ભવ્ય રોડ-શો યોજાયો, વાલીનાથ ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં રહ્યાં હાજર

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસ છે. તેઓ આજે સવારે જ હવાઈ માર્ગે અમદાવાદ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો. બપોરે તેઓ મહેસાણા પહોંચ્યા હતા, જ્યાં તેમણે વલીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પીએમ મોદીએ સૌથી પહેલા મહેસાણામાં રોડ શો કર્યો હતો. રોડ-શોમાં મોટી […]

મહેસાણાથી વિસનગરને જોડતા આંબેડકર બ્રિજમાં માત્ર 10 વર્ષમાં પડ્યા ભ્રષ્ટ્રાચારના ગાબડાં

મહેસાણાઃ ગુજરાતમાં નબળા બાંધકામને લીધે નવા બ્રિજ તૂટી પડવાની અથવા બ્રિજમાં તિરાડો પડવાના બનાવો પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે મહેસાણાથી રામોસણા અને વિસનગરને જોડતો આંબેડકર બ્રિજ બનાવ્યાને હજુ માંડ 10 વર્ષ થયા છે. ત્યાં જ બ્રિજ પર મોટા ગાબડાં પડતાં બ્રિજ પર વાહનો માટે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યા છે. કરોડોના ખર્ચે બનેલો બ્રિજ માત્ર એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code