ભારતે મેટ્રો નેટવર્ક કનેક્ટિવિટીની બાબતમાં ઘણા દેશોને પાછળ રાખી દીધા: PM મોદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આયોજન પર ધ્યાન કેન્દ્રિત કરીને શહેરી વિકાસ’ વિષય પર યોજવામાં આવેલા અંદાજપત્ર પછીના વેબિનારમાં સંબોધન આપ્યું હતું. કેન્દ્રીય અંદાજપત્ર 2023માં જાહેર કરવામાં આવેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો અને સૂચનો મેળવવાના ઉદ્દેશથી સરકાર દ્વારા અંદાજપત્ર પછીના 12 વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાંથી આ છઠ્ઠો વેબિનાર યોજાયો હતો. […]