મુળીના આસુન્દ્રાળી ગામે સરકારી જમીનમાં કાર્બોસેલનું ખનન, ગેરકાયદે બાંધકામ તોડી પડાયું
ચોટીલાના ડે. કલેકટરની ટીમે પાડ્યો દરોડો, ટ્રેક્ટર, બે કમ્પ્રેસર, ચાર ચરખી અને 40 મેટ્રિક ટન કાર્બોસેલનો જથ્થો જપ્ત, ગામના ઉપસરપંચ દ્વારા ખનીજની ચોરી કરાતી હતી સુરેન્દ્રનગરઃ જિલ્લામાં તંત્રના દરોડા છતાંયે ખનીજચોરી બેરોકટોક થઈ રહી છે. ખનીજ માફિયા કોઈને ગાંઠતા નથી. જો કે ચોટિલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણાએ ઘણા સમયથી ખનીજચોરી સામે ઝૂંબેશ આદરી છે. […]