1. Home
  2. Tag "ministry of home affairs"

ડૉ. મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા ફાળવવામાં આવશેઃ ગૃહ મંત્રાલય

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે સરકાર પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા ફાળવશે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારને ગઈકાલે આ સંદર્ભમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તરફથી વિનંતી મળી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્રીય કેબિનેટની બેઠક પછી તરત જ ગૃહ પ્રધાન અમિત શાહે ખડગે અને ડૉ મનમોહન સિંહના […]

મહારાષ્ટ્રઃ શિવસેના અને એનસીપી ગઠબંધનમાં ગૃહ મંત્રાલયને લઈને ખેંચતાણ

મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બન્યા બાદ હવે મંત્રાલયોની વહેંચણીને લઈને સમસ્યા છે. ગૃહ મંત્રાલયને લઈને મહાયુતિમાં ઘર્ષણ શરૂ થઈ ગયું છે. આ વિભાગ માટે સહયોગી શિવસેના અને એનસીપી સામસામે આવી ગયા છે. શિંદે જૂથના નેતા ગુલાબરાવ પાટીલે સરકારની રચના પછી તરત જ જાહેરાત કરી હતી કે તેમની પાર્ટીને માત્ર નાયબ મુખ્યમંત્રી પદ જ મળ્યું નથી, પરંતુ […]

કેન્દ્ર સરકારે મેઘાલયના બળવાખોર સંગઠન HNLC પર પ્રતિબંધ મૂક્યો, ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહી

કેન્દ્ર સરકારે મેઘાલય સ્થિત બળવાખોર જૂથ Hyniewtrep નેશનલ લિબરેશન કાઉન્સિલ (HNLC) પર ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ હિંસક ઘટનાઓ અને પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. આ સંગઠને નાગરિકોને ડરાવવાનું ચાલુ રાખ્યું કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારનો અભિપ્રાય છે કે HNLC મેઘાલયના એવા વિસ્તારોને અલગ કરવા […]

ડિજિટલ એરેસ્ટ કેસમાં થતા વધારાને પગલે ગૃહ મંત્રાલયે ઉચ્ચ સ્તરીય કમિટી રચી

નવી દિલ્હીઃ દેશમાં ડિજિટલ એરેસ્ટ કરીને છેતરપીંડી આચરવાના કેસમાં થઈ રહેલા વધારાને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક્શનમાં આવ્યું છે. મંત્રાલયે આ અંગે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ કમિટી ડિજિટલ એરેસ્ટના કેસોની તપાસ કરતી સંબંધિત એજન્સી અથવા પોલીસની તપાસ પર નજર રાખશે. તાજેતરમાં જ વડાપ્રધાને મન કી બાતમાં ડિજિટલ એરેસ્ટ વિરુદ્ધ વાત કરી હતી. […]

ગૃહ મંત્રાલય: રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ જેલોમાં ભીડ ઘટાડવા માટે પગલાં ભરવા જોઈએ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને ઈન્ડિયન સિવિલ સિક્યોરિટી કોડ (BNSS) 2023 ની ચોક્કસ જોગવાઈ લાગુ કરવા, અન્ડરટ્રાયલ કેદીઓને રાહત આપવા અને જેલોમાં વધુ ભીડ ઘટાડવા સહિત પગલાં લેવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલયે રાજ્યોને મોકલેલા પત્રમાં કહ્યું છે કે જેલોમાં વધારે ભીડ, ખાસ કરીને અન્ડરટ્રાયલ કેદીઓની મોટી સંખ્યા સરકાર માટે ચિંતાનો વિષય છે. મંત્રાલયે જણાવ્યું હતું […]

લદ્દાખ: કેન્દ્રશાસિત પ્રદેશમાં 5 નવા જિલ્લાઓની રચનાનો ગૃહ મંત્રાલયનો નિર્ણય

હવે લદ્દાખમાં લેહ અને કારગિલ સહિત કુલ સાત જિલ્લા હશે અત્યારે લદ્દાખમાં બે જિલ્લા લેહ અને કારગિલ છે નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત અને સમૃદ્ધ લદ્દાખના નિર્માણના વિઝનને સાકાર કરવા માટે ગૃહ મંત્રાલયે કેન્દ્રશાસિત પ્રદેશમાં પાંચ નવા જિલ્લાઓની રચના કરવાનો નિર્ણય લીધો છે. આ ઐતિહાસિક નિર્ણય વિશે ‘એક્સ’ પ્લેટફોર્મ પરની પોસ્ટમાં માહિતી આપતાં કેન્દ્રીય ગૃહ […]

જમ્મુ-કાશ્મીરમાં લેફ્ટનન્ટ ગવર્નર બન્યા વધુ શક્તિશાળી, ગૃહ મંત્રાલયે સત્તા વધારી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન કાયદામાં સુધારો કર્યો હતો. આ સાથે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરને હવે વધુ સત્તાઓ મળી ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. સુધારેલા નિયમો જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 ની કલમ 55 હેઠળ સૂચિત કરવામાં આવ્યા છે, જેમાં LGને વધુ […]

સંસદ બાદ હવે ગૃહ મંત્રાલયની સુરક્ષામાં ચૂક, નકલી દસ્તાવેજોથી અંદર ઘુસવાનો પ્રયાસ કરનાર યુવક ઝડપાયો

દિલ્હી પોલીસે યુવાનની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી આતંકવાદી પ્રવૃતિ સાથે સંડોવાયેલો નહીં હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું અગાઉ સંસદમાં સુરક્ષા ચૂકની ઘટના બની હતી નવી દિલ્હીઃ સંસદ બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સુરક્ષામાં ભંગનો મામલો સામે આવ્યો છે. એક યુવક નકલી દસ્તાવેજોની મદદથી ગૃહ મંત્રાલયમાં ઘુસ્યો હતો. દિલ્હી પોલીસે યુવકની ધરપકડ કરી હતી અને તેની […]

ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહી,જમ્મુ-કાશ્મીરના આ સંગઠન સામે UAPA હેઠળ કાર્યવાહી

દિલ્હી:કેન્દ્ર સરકારે મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર (મસરત આલમ જૂથ) પર પ્રતિબંધ મૂક્યો છે. મોદી સરકારે ગેરકાનૂની ગતિવિધિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ આ કાર્યવાહી કરી છે. સંગઠનના સભ્યો પર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. The ‘Muslim League Jammu Kashmir (Masarat Alam faction)’/MLJK-MA is declared […]

2021માં 15.24 લાખ વિદેશી મુસાફરોએ ભારતનો પ્રવાસ કર્યો, અમેરિકાના મુસાફરો સૌથી વધુ

દિલ્હી : વર્ષ ૨૦૨૧માં ભારતની મુલાકાતે આવેલા મુસાફરોમાં સૌથી વધુ મુસાફરો અમેરિકાથી (4,29,860), અને પછીના અનુક્રમે બાંગ્લાદેશ (2,40,554), યુનાઇટેડ કિંગડમ(1.64,143) અને નેપાળ (52,544) ના મુસાફરો છે. ગયા વર્ષે દેશમાં જયારે કોરોના નિયંત્રણનો અને વિઝા નિયમોની છૂટછાટનો સમય ચાલતો હતો, ત્યારે અંદાજે પંદર લાખ કરતાં વધુ લોકોએ ભારતની મુલાકાત લીધી , જેમાં ઉપર જણાવેલા દેશો સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code