ગુજરાતમાં પ્રિપેઈડ વીજ મીટરો લગાવાશે, જેટલા રૂપિયાનું ચાર્જ કરાવશો એટલી વીજળી મળશે
અમદાવાદઃ ગુજરાત સરકારની માલીકીની વીજ કંપનીઓ દ્વારા હવે પ્રિપેઈડ વીજ મીટર યોજના બનાવવામાં આવી છે. જેમાં તમામ રહેણાક અને કોર્મશિયલ મકાનોમાં પ્રિ-પેઈડ મિટર મુકવામાં આવશે. ગ્રાહકોએ જેટલી વીજળીની જરૂરિયાત છે. એટલું એડવાન્સ રિ-ચાર્જ કરાવવું પડશે. એટલે કે થોડા મહિનાઓમાં વીજળીનું બિલ પણ પ્રીપેઇડ થઈ જશે. એટલે કે બિલપેટે જેટલા રૂપિયા ચૂકવશો એટલી વીજળી વાપરી શકાશે. […]