નવા વર્ષની ભેટ: 1 જાન્યુઆરીથી CNG અને PNGના ભાવમાં થશે ઘટાડો
નવી દિલ્હી: દેશભરમાં મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય નાગરિકો અને વાહનચાલકો માટે નવા વર્ષની શરૂઆત રાહતજનક સમાચાર સાથે થશે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) એ કુદરતી ગેસના ટેરિફ સ્ટ્રક્ચરમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે, જે 1 જાન્યુઆરી 2026થી અમલી બનશે. આ ફેરફારને કારણે ઘરેલું પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) […]


