1. Home
  2. Tag "Mota Banav"

અમદાવાદના જમાલપુરમાં ફટાકડા ફોડવાની બાબતે પરિવાર પર હુમલો, ત્રણ ઘવાયા

દિવાળી સમયે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થઈ હતી, જેની અદાવતમાં બીજા દિવસે હુમલો કરાયો, ગાયકવાડ હવેલી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી, અમદાવાદઃ રાજ્યમાં ફટાકડા ફોડવાની બાબતે મારામારીના અનેક બનાવો બન્યા છે. જેમાં અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં મહાજનના વંડામાં મારામારીની ઘટના બની હતી. મહાજનના વંડામાં રહેતા પુશાજી પરમાર અને તેમના પરિવાર પર હુમલો કરવામાં […]

કારતકમાં અષાઢી માહોલ, આજે 67 તાલુકામાં પડ્યો વરસાદ, ભારે પવન ફુંકાયો

ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં રેડ એલર્ટ, માવઠાને લીધે ખેડૂતોનો તૈયાર પાક પલળી ગયો, દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો અમદાવાદઃ ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. આજે બપોર સુધીમાં 67 તાલુકામાં વરસાદ પડ્યો છે. રાજ્યમાં અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા છે. આજે છોટાઉદેપુરના કવાંટ, સંખેડામાં દોઢ ઈંચ અને જુનાગઢના કોડિનારમાં […]

વડોદરામાં ગેસ લીકેજને લીધે મકાનમાં આગ લાગતા પરિવારના 3 સભ્યો દાઝી ગયા, એકનું મોત

વડોદરાના સમા વિસ્તારમાં મનહર પાર્ક સોસાયટીના એક મકાનમાં બન્યો બનાવ, આગમાં લપેટાયેલા પરિવારના સભ્યોને બચાવવા જતા યુવાનનું મોત, ગેસ સિલેન્ડર લીકેજથી ઘરમાં આગ લાગીઃ ફાયર બ્રિગેડ વડોદરાઃ શહેરના સમા વિસ્તારમાં આવેલા મનહર પાર્ક સોસાયટીના એક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં આગ લાગતા ગુપ્તા પરિવારના ત્રણ સભ્યો દાઝી ગયા હતા.આ બનાવમાં પરિવારના સભ્યોને બચાવવા જતા 24 […]

અફઘાનિસ્તાન કુનાર નદી પર બંધ બનાવી પાકિસ્તાનનો પાણી પુરવઠો અટકાવશે

ભારત બાદ હવે અફઘાનિસ્તાન પણ પાકિસ્તાન માટે પાણી પુરવઠો બંધ કરવાનો વિચાર કરી રહ્યું છે. તાલિબાનના ઉપસૂચના મંત્રી મુઝાહિદ ફારાહીએ જાહેરાત કરી છે કે, જળ અને ઉર્જા મંત્રાલયે તાલિબાનના સર્વોચ્ચ નેતા શેખ હિબતુલ્લાહ અખુંદજાદાને અનુસરીને કુનાર નદી પર બંધનું નિર્માણ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. કુનાર નદી પાકિસ્તાનમાં વહે છે અને ત્યાંના કૃષિ ક્ષેત્ર માટે […]

સંસાધનો શાંતિ અને વિકાસ માટે વપરાશમાં લાવો, UNના મહાસચિવ ગૂટેરેશની અપીલ

નવી દિલ્હી: યુનાઇટેડ નેશન્સમાં લાંબા સમયથી સુરક્ષા પરિષદમાં સુધારાના માટેની માંગ ચાલી રહી છે. આ વચ્ચે યુએનના મહાસચિવ એન્ટોનિયો ગૂટેરેશે સુરક્ષા પરિષદને એક મહત્વપૂર્ણ અપીલ કરી છે કે, વિશ્વમાં શાંતિ અને વિકાસ માટે ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ થવો જોઈએ. ગૂટેરેશે યુએન સુરક્ષા પરિષદની ભવિષ્ય પર ખુલ્લી ચર્ચામાં હનોઇથી વિડિયો કનેક્શન મારફતે પોતાના સંબોધનની શરૂઆત કરી છે. […]

સરકારના કર્મચારીઓ માટે લાઇફ સાયકલ અને બેલેન્સ્ડ લાઇફ સાયકલ જેવા રોકાણ વિકલ્પોના વિસ્તરણને મંજૂરી

નવી દિલ્હીઃ સરકારે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS) અને યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લાઇફ સાયકલ અને બેલેન્સ્ડ લાઇફ સાયકલ જેવા રોકાણ વિકલ્પોના વિસ્તરણને મંજૂરી આપી છે. આ પગલું ખાનગી ક્ષેત્રની જેમ વધુ લવચીક રોકાણ વિકલ્પો શોધતા કર્મચારીઓની લાંબા સમયથી ચાલી આવતી માંગને અનુરૂપ છે. આ વિકલ્પોનો ઉદ્દેશ્ય નિવૃત્તિ આયોજનમાં સુગમતા વધારવાનો […]

પાકિસ્તાનને PoK માં માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘનો બંધ કરવા જોઈએઃ ભારત

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે પાકિસ્તાનને કહ્યું કે તે કાશ્મીર પર તેના ગેરકાયદેસર કબજા હેઠળના વિસ્તારોમાં માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘનો બંધ કરે. તેમણે 80મા સંયુક્ત રાષ્ટ્ર દિવસ નિમિત્તે આયોજિત ખુલ્લી ચર્ચા દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સંબોધતા આ નિવેદન આપ્યું હતું. પી. હરીશે પુનરોચ્ચાર કર્યો કે જમ્મુ અને કાશ્મીર હંમેશા ભારતનો અભિન્ન […]

આતંકવાદી ફંડિંગ અને મની લોન્ડરિંગ મામલે પાકિસ્તાનને FATF એ આપી ચેતવણી

ગ્લોબલ ટેરર ​​ફંડિંગ વોચડોગ, ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) એ જણાવ્યું છે કે પાકિસ્તાને સમજવું જોઈએ કે ઓક્ટોબર 2022 માં ગ્રે લિસ્ટમાંથી દૂર થવાનો અર્થ એ નથી કે તેના પર આતંકવાદી ફંડિંગ અથવા મની લોન્ડરિંગ માટે હવે નજર રાખવામાં આવશે નહીં. ફ્રાન્સમાં FATF ની બેઠક બાદ, સંગઠનના પ્રમુખ, એલિસા ડી એન્ડા માદ્રાઝોએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું […]

અમદાવાદમાં છઠ્ઠ મહાપર્વની સાબરમતી રિવરફ્રન્ટ પર વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ

અમદાવાદ : ઉત્તર ભારતમાં દિવાળી પછીના આસ્થાના મહાપર્વ છઠ્ઠ પૂજાનું વિશેષ મહત્તવ છે. આ તહેવાર માટે અમદાવાદમાં વસતા હજારો ઉત્તર ભારતીયો માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. શહેરના વિવિધ સ્થળો સહિત ઇન્દિરા બ્રિજ અને સાબરમતી રિવરફ્રન્ટ પર છઠ્ઠ પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આવતી કાલે 26 ઑક્ટોબરે છઠ્ઠના દિવસે સાંજે […]

ઉત્તર ગુજરાતના મહેસાણા-ઊંઝા પંથકમાં વરસાદ, હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું

મહેસાણા: રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે શનિવારે વહેલી સવારથી મહેસાણા, ઊંઝા, પાલનપુર અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. એક તરફ વહેલી સવારની ગુલાબી ઠંડી અનુભવાઈ, ત્યારે જ બીજી તરફ કમોસમી વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ઉંઝા-બહુચરાજી પંથકમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કારતક મહિનામાં વરસાદ પડતા અષાઢી માહોલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code