ખેડૂતોને પ્રદર્શનનો અધિકાર પરંતુ લોકોના મૌલિક અધિકારનું હનન ન થાય તે પણ જરૂરી છેઃ સુપ્રીમ કોર્ટ
દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો દેખાવો કરી રહ્યાં છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી ઉપર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, ખેડૂતોને વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર છે. પરંતુ રસ્તા જામ કરવા કોઈ ઉકેલ નથી. આ પ્રદર્શનનો અંત જરૂરી છે. જેથી આંદોલનના અંત માટે વાતચીત જરૂરી છે. […]


