રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, બે વર્ષની સજાના આદેશ બાદ તેમનું લોકસભાનું સભ્યપદ રદ કરાયું
નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમનું લોકસભાનું સભ્યપદ નાબૂદ કરવામાં આવ્યું છે. માનહાનિના કેસમાં ગુજરાતની સુરત કોર્ટે ગતરોજ રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની સજા ફટકારી હતી. જો કે, તેને એક મહિના માટે સજા સ્થગિત કરીને જામીન આપવામાં આવ્યા હતા. લોકસભા સચિવાલય દ્વારા આ સંબંધમાં એક નોટિફિકેશન પણ […]