મેલેશિયાએ કર્યું ખંડન, ઝાકિર નાઈકને શરણ આપવાનો ઈન્કાર કર્યો નથી
મલેશિયાની સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઝાકિર નાઈકને શરણ આપવાનો ઈન્કાર કર્યો નથી. આના પહેલા એવા અહેવાલ હતા કે મલેશિયાની સરકારે વિવાદાસ્પદ ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈકને શરણ આપવાનો ઈન્કાર કર્યો છે. પરંતુ હવે મલેશિયાના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે આવા અહેવાલો સાચા નથી. આના પહેલા મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદે પણ ઝાકિર નાઈકનું સમર્થન કર્યું હતું. […]


