1. Home
  2. Tag "NARMADA WATER"

સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારનાં 39 ગામોના ખેડૂતોને નર્મદાનું પાણી મળશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 402 કરોડના ખર્ચે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેનાં કામોનું ખાતમુહૂર્ત તેમજ રૂપિયા 300 કરોડથી વધુના ખર્ચે સાણંદ વિધાનસભા મતવિસ્તારના વિવિધ પ્રકારનાં વિકાસનાં કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ સાણંદ ખાતેથી કરાયું હતું. આ પ્રસંગે જનસભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,  દેશના વડાપ્રધાન નરેન્દ્ર […]

વઢવાણના ખોડુ સહિતના ગામોને નર્મદાનું પાણી સિંચાઈ માટે નહીં મળે તો મતદાનનો બહિષ્કાર કરાશે

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના વઢવાણ તાલુકાના ખોડુ ગામ ખાતે ખેડુતોની બેઠક મળી હતી. જેમાં જો ખોડુ ગામની સીમમાં  નર્મદાના પાણી ખેડૂતોને આપવામાં નહીં આવે તો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરાશે. નર્મદાના પાણી સિંચાઈ માટે આપવાની માગ ખેડુતો ઘણા સમયથી કરી રહ્યા છે. હજુ પણ આગામી સપ્તાહમાં સરકારને રજુઆત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર શહેરમાં અને તેના જિલ્લા […]

નળકાંઠાના ગામોના 1700 ખેડૂતોની 9415 હેક્ટર જમીનને હવે સિંચાઇ માટે નર્મદા જળ મળશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નળકાંઠાના 32 જેટલા ‘નો સોર્સ વિલેજ’ની સિંચાઇ માટેના પાણીની સમસ્યાની ગંભીરતા ધ્યાને લઇ તાજેતરમાં મુખ્ય સચિવ  પંકજકુમારની ઉપસ્થિતીમાં જળસંપત્તિ વિભાગ અને નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીએ નળકાંઠાના ગામોના ખેડૂતોની લાંબા સમયની રજુઆત પ્રત્યે સકારાત્મક અને સંવેદનાત્મક અભિગમ દાખવી આ સમસ્યાના ત્વરિત નિવારણ […]

બનાસકાંઠાના કરમાવત તળાવને નર્મદાના નીરથી ભરવા સૈધ્ધાંતિક મંજૂરી

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના 9 તાલુકાના 97 ગામે નર્મદાના નીર પહોંચાડવા માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રૂ.૫૫૦ કરોડના ખર્ચે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના જલોત્રા ગામના કરમાવત તળાવને નર્મદાના નિરથી ભરવા માટે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તેમ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, ત્રણ જિલ્લાના […]

રાજકોટના આજી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાની માગ કરતા સરકારે 105 કરોડની જુની ઉઘરાણી કાઢી

રાજકોટઃ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. રાજકોટમાં પણ મેઘરાજા ઝાપટારૂપી વરસી રહ્યા છે. પણ  પખવાડિયામાં જો પુરતો વરસાદ નહીં પડે તો શહેરમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થાય તેવી દહેશત હોવાથી  શહેરના મ્યુ.કમિશનર દ્વારા આજી ડેમમાં સૌની યોજના હેઠળ એક માસ માટે નર્મદાના પાણીનો પુરવઠો ઠાલવવા માટે  લખેલ પત્ર સામે સિંચાઇ વિભાગે એવો જવાબઆપ્યો છે […]

ઝાલાવાડના ધ્રાંગધ્રા, મૂળી અને વઢવાણ તાલુકામાં નર્મદાનું પાણી સિંચાઈ માટે આપવાની માગ ઊઠી

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં નર્મદા યોજનાનો લાભ મળતો થયા બાદ મોટી સંખ્યામાં ખેડુતો ઉનાળુ વાવેતર કરવા લાગ્યા છે. જેમાં ધ્રાંગધ્રા, મુળી અને વઢવાણ તાલુકામાં ખંડુતોએ ઉનાળુ વાવેતર મોટા પ્રમાણમાં કર્યું છે. પરંતુ નર્મદા યોજનાનું પાણી સિંચાઈ માટે ન અપાતા ખેડુતોનો પાક બળી જવાની દહેશત ઊભી થઈ છે. ખેડુતોએ સ્થાનિક કક્ષાએ સિંચાઈનું પાણી આપવાની માગ કરી હતી […]

સાંતલપુરના પાંચ ગામોમાં નર્મદા કેનાલ ન બનાવાતા ખેડુતોને સિંચાઈનો લાભ મળતો નથી

પાટણઃ  જિલ્લાના સાંતલપુર તાલુકાના પાંચ જેટલા ગામોમાં નર્મદાની કેનાલ બનાવવામાં નહીં આવતા ખેડૂતો નારાજ બન્યા છે. કારણ કે તાલુકાના પાંચ જેટલા ગામોમાં સિંચાઈના પાણીની કોઈ સુવિધા નથી. ખેડુતોને આકાશી ખેતી પર નિર્ભર રહેવાની ફરજ પડી રહી છે. તાલુકાના અન્ય ગામોને નર્મદા સિંચાઈનો લાભ આપવામાં આવ્યો છે તો પાંચ ગામોને લાભ કેમ આપવામાં આવતો નથી.તાલુકાના લીંમગામડા, […]

રૂપાણીના રંગીલા રાજકોટનું વર્ચસ્વ ઘટ્યું ! નર્મદાના નીર માગ્યા પહેલા મળતા, હવે આજીજી કરવી પડે છે

રાજકોટઃ  રાજ્યના મુખ્યમંત્રી કરીકે વિજય રૂપાણી હતા, ત્યારે તેમના હોમ ટાઉન ગણાતા રાજકોટનો ભારે દબદબો હતો એટલે કે, રાજકિય વર્ચસ્વ એટલું બધુ હતું કે કોઈપણ પ્રશ્નનો ઉકેલ ત્વરિત આવી જતો હતો. હવે રૂપાણીની સીએમ તરીકે વિદાય બાદ ભાજપમાં રાજકોટ નેતાગીરી નબળી પડી હોવાનું કહેવાય છે. રાજકોટમાં પાણીનો પ્રશ્ન સૌથી મહત્વનો છે. રૂપાણીના સમયમાં તો રાજકોટને […]

રાજકોટઃ આજી અને ન્યારી ડેમમાં નર્મદાનું પાણી પહોંચાડવા જાન્યુઆરીમાં રજૂઆત કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં મેઘરાજા મનમુકીને વરસ્યા હોવાથી જળાશયોમાં નવા પાણીની આવક થઈ હતી. જેથી ઉનાળામાં ગરમીના આકરા દિવસોમાં પાણીની સમસ્યાનું સંકટ દૂર થયું છે. રાજકોટની જનતાને પીવાનું પાણી પુરુ પાડતા આજી અને ન્યારીમાં પણ વિપુલ પાણીની આવક થઈ હતી. આજીમાં તા. 15મી માર્ચ સુધી અને ન્યારીમાં મે મહિના સુધી એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ […]

નર્મદાનું પાણી રાજકોટને મોંઘુ પડ્યું, સરકારે ચાર વર્ષનું 80 કરોડનું બીલ ફટકાર્યું

રાજકોટઃ સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી અગાઉ આજી ડેમમાં ઠાલવવામાં આવ્યું હોવાથી સરકારે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનને 80 કરોડનું તોતિંગ બીલ ફટકાર્યું છે. ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી કાર્યરત હતા ત્યારે સૌની યોજના મારફત જળસંકટ સમયે નર્મદાનું પાણી આજીડેમમાં ઠાલવવામાં આવતું હતું. છેલ્લા ચાર વર્ષથી જળસંકટ સમયે આ પાણી સૌની યોજના થકી આપવામાં આવતું હતું. ચાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code