1. Home
  2. Tag "Neeraj Chopra"

દોહા ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ બીજું સ્થાન મેળવ્યું

નવી દિલ્હીઃ નીરજ ચોપરાને દોહા ડાયમંડ લીગ 2024માં બીજા સ્થાને સંતોષ માનવો પડ્યો હતો. વર્ષ 2023માં પ્રથમ સ્થાન મેળવનાર ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ આ વર્ષની શરૂઆત 88.36 મીટરના થ્રો સાથે કરી હતી. તે પ્રથમ સ્થાન ત્રણ સેન્ટિમીટરથી ચૂકી જતા જેકબ વેડલેજ 88.38 મીટર સાથે પ્રથમ ક્રમે રહ્યો હતો. જ્યારે ભારતના જ કિશોર જેનાએ […]

વર્લ્ડ એથ્લેટ ઓફ ધ યર એવોર્ડ માટે નીરજ ચોપરા નોમિનેટ

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા માટે આ વર્ષ અત્યાર સુધી શાનદાર રહ્યું છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ હવે તે વધુ એક રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે. નીરજ ચોપરાને ‘વર્લ્ડ એથ્લેટ ઓફ ધ યર’ એવોર્ડ 2023 માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. આ વખતે વિશ્વભરમાંથી 11 ખેલાડીઓને વર્લ્ડ એથ્લેટ ઓફ […]

નીરજ ચોપરાએ ડાયમંડ લીગ ફાઇનલમાં બીજું સ્થાન મેળવ્યું

નીરજ ચોપરા ઇતિહાસ રચવાનું ચૂકી ગયા ડાયમંડ લીગ ફાઇનલમાં બીજું સ્થાન હાંસલ કર્યું ફાઇનલમાં નીરજનો બેસ્ટ થ્રો 83.80 મીટર રહ્યો દિલ્હી: ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ડાયમંડ લીગ ફાઇનલમાં બીજું સ્થાન મેળવ્યું હતું. 16 સપ્ટેમ્બરે અમેરિકાના યુજેનમાં રમાયેલી ફાઇનલમાં નીરજનો બેસ્ટ થ્રો 83.80 મીટર રહ્યો. ચેક રિપબ્લિકના જેકબ વાડલેચે 84.24 મીટરના બેસ્ટ થ્રો સાથે […]

પ્રતિભાશાળી નીરજ ચોપરાએ શ્રેષ્ઠતાનું ઉદાહરણ આપ્યું છેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીરજ ચોપરાને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ X પોસ્ટમાં કહ્યું છે કે, “પ્રતિભાશાળી નીરજ ચોપરાએ શ્રેષ્ઠતાનું ઉદાહરણ આપ્યું છે. તેમનું સમર્પણ, ચોકસાઈ અને જુસ્સો તેમને માત્ર એથ્લેટિક્સમાં ચેમ્પિયન જ નહીં પરંતુ સમગ્ર રમત જગતમાં અપ્રતિમ શ્રેષ્ઠતાનું પ્રતીક બનાવે છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવા […]

નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કર્યો

મુંબઈ: ભારતના સ્ટાર એથ્લીટ નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. તેણે પોતાના પ્રથમ પ્રયાસમાં જ 88.77 મીટરની દોડમાં જેવલીન થ્રો કર્યો હતો અને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો. નીરજની સાથે ડીપી મનુ પણ ગ્રુપ એમાં છે, જ્યારે કિશોર જેના ગ્રુપ બીમાં એકમાત્ર ભારતીય છે.નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 85 મીટરથી વધુની જેવલીન થ્રો […]

નીરજ ચોપરાએ ફરી રચ્યો ઇતિહાસ, 87.66 મીટર ભાલો ફેંકીને જીતી ડાયમંડ લીગ

દિલ્હી : ભારતીય જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ફરી એકવાર દેશનું નામ રોશન કર્યું છે. નીરજે લુસાને ડાયમંડ લીગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેણે 87.66 મીટર દૂર ભાલો ફેંકીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ સિઝનમાં આ તેની સતત બીજી જીત છે. અગાઉ દોહા ડાયમંડ લીગમાં પણ તેણે 88.67 મીટર ભાલો ફેંકીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ […]

નીરજ ચોપરાએ વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સને હરાવીને જીતી દોહા ડાયમંડ લીગ

મુંબઈ: ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ નવી સિઝનની શાનદાર શરૂઆત કરી છે. નીરજ ચોપરાએ 5મી મે (શુક્રવાર)ના રોજ દોહા ડાયમંડ લીગનું ટાઇટલ જીત્યું. દોહાના કતાર સ્પોર્ટ્સ ક્લબમાં આયોજિત સ્પર્ધામાં નીરજે પ્રથમ પ્રયાસમાં જ 88.67 મીટર ભાલો ફેંક્યો હતો. નીરજનો આ પહેલો થ્રો સ્પર્ધાનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. જો કે ફરી એકવાર નીરજ 90 મીટરનો અવરોધ […]

ડાયમંડ લીગ સિરીઝ : નીરજ ચોપરા આજે દોહામાં મચાવશે ધમાલ,90 મીટરનો અવરોધ તોડી શકશે ?

મુંબઈ : ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા ફરી એકવાર પોતાનું કૌશલ્ય બતાવવા જઈ રહ્યા છે. નીરજ ચોપરા શુક્રવારે (5 મે)ના રોજ દોહા ડાયમંડ લીગમાં પોતાનો પડકાર રજૂ કરશે. ડાયમંડ લીગ સિરીઝનો પ્રથમ તબક્કો કતારની રાજધાની દોહામાં યોજાઈ રહ્યો છે અને નીરજ ચોપરા તેમાં જોરદાર પ્રદર્શન કરીને સિઝનની શાનદાર શરૂઆત કરવા ઈચ્છે છે. કતર સ્પોર્ટ્સ […]

નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ,ડાયમંડ લીગ ફાઈનલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો

મુંબઈ:ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપડાએ સતત સારું પ્રદર્શન કર્યું છે.નીરજ ચોપડાએ ડાયમંડ લીગની ફાઇનલમાં 88.44 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે જીત મેળવી હતી.નીરજ આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ છે.નીરજ અગાઉ 2017 અને 2018માં પણ ફાઇનલમાં ક્વોલિફાય થયો હતો, જ્યાં તે અનુક્રમે સાતમા અને ચોથા સ્થાને રહ્યો હતો.પરંતુ આ વખતે નીરજે ડાયમંડ ટ્રોફી જીતીને વધુ […]

નીરજ ચોપડા ઈજાના કારણે કોમનવેલ્થ ગેમ્સ નહીં રમે

મુંબઈ :ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપડા મંગળવારે જાંઘની માંસપેશીઓમાં તાણને કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયો છે.હકીકતમાં નીરજ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઈનલ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.આ જ ઈજાના કારણે નીરજને આ મોટી ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર,નીરજને જાંઘનામૂળમાં ઈજા થઈ હતી.જોકે નીરજને આશા હતી કે, તે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે, પરંતુ ઈજાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code