1. Home
  2. Tag "News Article"

ગાંધીનગરમાં કરોડોના ખર્ચે બનેલા ઓવરબ્રિજના ઉદઘાટન માટે તંત્રને મૂહુર્ત મળતુ નથી

ગાંધીનગરમાં સેક્ટર-26માં ક-6થી ખ-6ને જોડતો બ્રિજ 58 કરોડના ખર્ચે તૈયાર કરાયો, કોંગ્રસ દ્વારા સરદાર બ્રિજનું નામ આપીને બ્રિજને સત્વરે ખૂલ્લો મુકવા માગ કરી, તંત્રએ બ્રિજ નીચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું કહી ઉદ્ઘાટન મોકૂફ રાખ્યુ ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના શહેરના સેક્ટર-26માં ક-6થી ખ-6ને જોડતો ઓવરબ્રિજ 58 કરોડથી વધુના ખર્ચે તૈયાર થઈ ગયો હોવા છતાં તેનુ લોકાર્પણ કરવામાં આવતું […]

ભાવનગરમાં કેટલીક ખાનગી શાળાઓ વેકેશનમાં ચાલુ રહેતા કોંગ્રેસે કર્યો વિરોધ

કોંગ્રેસ અને એનઓસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત, વેકેશનમાં શિક્ષણ કાર્ય ચાલુ રાખનારી શાળાઓ સામે પગલાં ભરવાની માગ કરી, ડીઈઓ દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા આંદોલન કરાશે ભાવનગરઃ દિવાળીના વેકેશનમાં પણ શહેરમાં કેટલીક ખાનગી શાળાઓએ શિક્ષણ કાર્ય ચાલુ રાખતા કોંગ્રેસ અને એનએસયુઆઈએ ઉગ્ર વિરોધ કરીને ખાનગી શાળાઓ સામે પગલાં લેવાની માગ સાથે જિલ્લા […]

ભાવનગરના ઘોઘા નજીક મહાકાય અજગરે પશુનું મારણ કર્યા બાદ ઝાડ પર ચડી ગયો

ઘોઘાના ખરખડી ગામે એક મહાકાય અજગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો, ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા અધિકારીઓ દોડી આવ્યા, ભારે જહેમત બાદ ઝાડ પર ચડેલા અજગરનું રેસ્ક્યુ કરાયું ભાવનગરઃ જિલ્લાના ઘોઘા તાલુકાના ખરખડી ગામે બપોરના સમયે અચાનક એક મહાકાય અજગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામના જારખડું વિસ્તારમાં માલધારી પોતાના પશુને ચરાવી રહ્યા હતા, […]

રાજકોટમાં બે ગેન્ગ વચ્ચે ફાયરિંગ બાદ પોલીસે મુર્ઘા ગેન્ગના ત્રણ સાગરિતોને દબોચી લીધા

પેંડા ગેન્ગના 7 સાગરિતોની પણ અગાઉ ધરપકડ કરી હતી, મુર્ઘા ગેન્ગના ત્રણ સાગરિતોનું રિકન્સ્ટ્રક્શન કરાયુ, ત્રણેય આરોપીઓ લંગડાતા બે હાથ જોડી લોકોની માફી માંગી રાજકોટઃ  શહેરના મંગળા રોડ પર ગઈ તા. 29મી ઓક્ટોબરના રોજ વહેલી પરોઢે બે ગેન્ગ વચ્ચે માથાકૂટ થતાં અંધાધૂંધ ફાયરિંગ કરાયું હતું. પોલીસે આ કેસમાં ત્વરિત કામગીરી કરીને પેંડા ગેંગના સાત સભ્યોની […]

વડોદરાના કરજણ પાસે હાઈવે પર 5 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત

વડોદરા નજીક જૂદા જૂદા 3 અકસ્માતના બનાવોમાં બેના મોત, ટ્રકે બાઈકને અડફેટે લીધા બાદ પાછળ આવતા વાહનો એકબીજા સાથે અથડાયા, અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા, વડોદરાઃ  જિલ્લાના કરજણ નજીક નેશનલ હાઈવે 48 પર એક સાથે 5 વાહનોનો એકબીજા સાથે અકસ્માત સર્જાયો હતો. ટ્રકે બાઈકને અડફેટે લેતા ટ્રકની પાછળ ચાર વાહનો એક પછી […]

કેનેડાએ ટોરોન્ટોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર થયેલા વિરોધ પ્રદર્શનની નિંદા કરી

કેનેડાએ ટોરોન્ટોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર થયેલા વિરોધ પ્રદર્શનની નિંદા કરી છે, જ્યાં પ્રદર્શનકારીઓએ વિદેશ મંત્રી અનિતા આનંદ અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના ફોટા પર ગોળીબાર કરતા બે માણસોની છબી પ્રદર્શિત કરી હતી. અધિકારીઓએ તેને લોકશાહી માટે ખતરો ગણાવ્યો હતો અને જવાબદારીની માંગ કરી હતી. ખાલિસ્તાની ચળવળ સાથે જોડાયેલા શીખ ઉગ્રવાદી જૂથો દ્વારા આયોજિત આ […]

સુરતના અડાજણમાં તબીબના ઘરમાં ચોર પ્રવેશ્યા, CCTV એલાર્મ વાગતા પોલીસ દોડી આવી

દિવાળીના તહેવારોમાં રાજસ્થાન ગયેલા તબીબના મોબાઈલ પર એલાર્મ લાગ્યુ, CCTV જોતા બે શખસો જોવા મળ્યા, અને પોલીસ કન્ટ્રોલને જાણ કરી, પોલીસે ત્વરિત દોડી ગઈ અંતે સિક્સમેન ગેન્ગના ત્રણ શખસોને ઝડપી લેવાયા, સુરતઃ શહેરના અડાજણ વિસ્તારમાં બહારગામ ગયેલા એક તબીબીના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા. તબીબે ઘરમાં હાઈટેક સીસીટીવી કેમેરા લગાવેલા હતા. અને પોતાના મોબાઈલ પર એલર્ટ […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ઉભરતા વિજ્ઞાન અને ટેકનોલોજી નવીનતા સમેલન-2025નું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ઉભરતા વિજ્ઞાન અને ટેકનોલોજી નવીનતા સમેલન-2025નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી દેશમાં R&D ઇકોસિસ્ટમને વેગ આપવા માટે 1 લાખ કરોડ રૂપિયાના સંશોધન, વિકાસ અને નવીનતા યોજના ભંડોળ પણ રજૂ કરશે . આવતીકાલે શરૂ થનાર ત્રણ દિવસીય સંમેલન આ મહિનાની 5મી તારીખે પૂર્ણ થશે. આનો ઉદ્દેશ્ય શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ, […]

અમદાવાદના સરખેજથી ધોળકા જતા રોડ પર ભૂવામાં 6 વાહનો ખાબક્યા

સરખેજ ફતેવાડીમાં આવેલા ધોળકા જવાનો એક બાજુનો રોડ સાવ બેસી ગયો, રોડ પર ઠેર ઠેર ખાડા અને ખાડા કાદવ કીચડના કારણે વાહનચાલકો પરેશાન, રોડનુ સમારકામ વહેલી તકે કરવા લોકોમાં માગ ઊઠી અમદાવાદઃ શહેરના સરખેજના ફતેવાડીથી ધોળકા જતા રોડ પર ભૂવો પડતા 6 વાહનો ભૂવામાં ખાબક્યા હતા. વાહનચાલકોએ મહામહેનતે રોઢ પર પડેલા ઊંડા ખાડામાંથી વાહનો બહાર […]

અમદાવાદમાં મોજશોખ માટે જૂદા જૂદા વિસ્તારોમાં બાઈકની ચોરી કરતા બે શખસો પકડાયા

શાહપુરના બે શખસો માજશોખ માટે પૈસાની જરૂર પડે ત્યારે વાહનોની ચોરી કરતા હતા, આરોપીએ બાઈકની નંબર પ્લેટ કાઢીને બાઈકને ગીરવે મુક્યુ હતુ, બાઈક ચોરીના 6 ગુનાનો ભેદ ઉકેલાયો અમદાવાદઃ શહેરના શાહપુરના બે યુવાનો મોજશોખ માટે વાહનોની ચોરી કરીને વેચી દેતા હતા. શહેરમાં વાહનચોરીના બનાવો વધતા પોલીસને વાહનચોરોને પકડવા માટે સુચના આપવામાં આવી હતી. .ઝોન 7 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code