1. Home
  2. Tag "News Article"

સુરતના ઘોડદોડ રોડ પર G-3 શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ, 16 લોકોનું રેસ્ક્યુ કરાયુ

G-3 શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ગત મોડી રાતે લાગેલી આગ ઉપરના માળે પ્રસરી, કાપડની ઓફિસમાં કામ કરતા 16 કર્મચારીઓને બચાવાયા, ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો સુરતઃ  શહેરના ઘોડોદોડ રોડ પર આવેલા G-3 શોપિંગ સેન્ટરમાં ગત મોડી રાતે આગ લાગતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં લાગેલી આગ જોતજોતામાં ઉપરના માળે પ્રસરી […]

છિંદવાડાના વધુ એક બાળકનું કિડની ફેલ્યોરથી મોત, મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં 19 બાળકોના મોત

કિડની ફેલ્યોરથી વધુ એક બાળકનું મોત થયું. છિંદવાડાના જુન્નારદેવની રહેવાસી જયુષા નાગપુરની જીએમસી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. પ્રવીણ સોની દ્વારા પણ તેની સારવાર કરવામાં આવી હતી. ફક્ત છિંદવાડામાં જ 16 બાળકોના મોત થયા છે. મધ્યપ્રદેશમાં કુલ 19 બાળકોના મોત થયા છે, જેમાં પાંધુર્ણા અને બેતુલનો સમાવેશ થાય છે. દરમિયાન, આરોગ્ય મંત્રી રાજેન્દ્ર શુક્લાએ જણાવ્યું હતું […]

હરિયાણાના એડીજીપી વાય પૂરણ કુમારે ગોળી મારીને આત્મહત્યા કરી

હરિયાણા કેડરના એડીજીપી વાય. પૂરણ કુમારે આત્મહત્યા કરી છે. તેમણે ચંદીગઢના સેક્ટર 11 સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાને પોતાને જ ગોળી મારીને આત્મહત્યા કરી હતી. આ ઘટના બાદ, ચંદીગઢ ફોરેન્સિક ટીમ તેમના ઘરે પહોંચી હતી. વાય. પૂરણ કુમારની પત્ની એક IAS અધિકારી છે. તેમનું નામ અમનીત પી. કુમાર છે. ઘટના બની ત્યારે તેમની પત્ની, અમનીત, ઘરે […]

અમદાવાદમાં 12મી અને 13મી ઓક્ટોબરે શહેરી વિકાસ સપ્તાહ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાશે

શહેરના બ્રિજો અને અન્ય સ્થળો પર વોલ મ્યુરલ્સ પેઇન્ટિંગ કરાશે, સફાઈકર્મીઓનું હેલ્થ ચેકઅપ કરાશે, AMC દ્વારા 27 કરોડથી વધુના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે અમદાવાદઃ ગુજરાતની આ શહેરી વિકાસયાત્રાને 20 વર્ષ પૂર્ણ થયા છે. 20 વર્ષ બાદ 2025ના વર્ષને પુનઃ એક વાર શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં છે. રાજ્યમાં શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત તેમજ વિકાસ […]

ગુજરાતમાં કફ સિરપ બનાવતી 500થી વધુ કંપનીઓમાં કરાયો તપાસનો આદેશ

બે કંપનીઓના સિરપમાંથી ડાયએથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ વધુ મળ્યું, MPના છિંદવાડામાં કિડની ફેલ થવાના કારણે 16 બાળકોના મોત બાદ હોબાળો મચ્યો, MPએ ગુજરાતની બે કંપનીના સિરપ પર રોક લગાવી દીધી અમદાવાદઃ મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ થવાના કારણે 16 બાળકોના મોત થતાં એમપીના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા ગુજરાતની બે કંપનીઓના કફ સિરપમાં ખતરનાક […]

પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર ફરી હુમલો, બલૂચ આર્મીએ લીધી જવાબદારી

પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેન પર ફરી એકવાર હુમલો થયો છે. બોમ્બ વિસ્ફોટમાં ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઘણા કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. બલૂચ આર્મીએ પાટા પર રિમોટ-કંટ્રોલ્ડ IED બોમ્બ લગાવ્યો હતો. આ વર્ષે જાફર એક્સપ્રેસ પર આ ત્રીજો મોટો હુમલો છે. પીટીઆઈના […]

ભારત આ વર્ષે પણ વિશ્વની સૌથી ઝડપી વિકસતી મોટી અર્થવ્યવસ્થા બન્યુંઃ વર્લ્ડ બેંક

નવી દિલ્હીઃ વર્લ્ડ બેંક દ્વારા નાણાકીય વર્ષ 2026 (FY26) માટે ભારતના વૃદ્ધિ દરના અનુમાનને 6.3 ટકાથી વધારીને 6.5 ટકા કરવામાં આવ્યું છે. મજબૂત ઘરેલું માંગ, ગ્રામીણ માંગમાં સુધારો અને કર સુધારાઓની સકારાત્મક અસરને કારણે આ વધારો થયો છે. વર્લ્ડ બેંકે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે ભારત આ વર્ષે પણ વિશ્વની સૌથી ઝડપી વિકસતી મોટી અર્થવ્યવસ્થા […]

સાસણના સફારી પાર્કમાં સિંહ દર્શનનો પ્રારંભ, વન વિભાગે પ્રવાસીઓનું કર્યું સ્વાગત

ગીર સાસણનો સફારી પાર્ક એક સપ્તાહ વહેલો ખૂલ્લો મુકાયો, સફારી પાર્ક ચોમાસાના 4 મહિના બંધ કરાયો હતો, સફારી પાર્ક માટે વન વિભાગની વેબસાઈટ પર ઓનલાઈન બુકિંગ કરી શકાશે જૂનાગઢઃ સાસણ ગીર નેશનલ પાર્ક ચોમાસાને લીધે પ્રવાસીઓ માટે છેલ્લા ચાર મહિનાથી બંધ કરાયું હતું. જેને આજથી ખૂલ્લુ મુકવામાં આવ્યું છે. પ્રવાસીઓ હવે સફારી પાર્કમાં સિંહ દર્શન […]

કચ્છના મુન્દ્રામાં બારોઈ રોડ પર એક્ટિવાચાલકને ઈકો કારે ફુટબોલની જેમ ઉછાળ્યો

અકસ્માત બાદ ઈકો કાર રિવર્સમાં લઈને ભાગવા જતા ટાયર ફાટ્યુ, લોકોએ દોડી આવીને ઈકોકારના ચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો, બે લોકોને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા ભૂજઃ કચ્છના મુન્દ્રાના નવનિર્મિત બારોઈ રોડ પર મોડીરાત્રે પૂરઝડપે ઇકો કારના ચાલકે યુ-ટર્ન લેતા એક એક્ટિવાચાલકને ધડાકાભેર ટક્કર મારી 300 મીટર જેટલો ઢસડ્યો હતો. આ ઘટનામાં સદનસીબે એક્ટિવાચાલકનો […]

ગુજરાતમાં 4 લાખ EPS-95 આધારીત પેન્શનરોને માત્ર 1200નું નજીવું માસિક પેન્શન મળે છે

EPS-95 હેઠળ મળતું પેન્શન પ્રતિ માસ રૂ. 10 હજાર કરવા કોંગ્રેસની માગણી, કેન્દ્ર સરકારમાં અનેક રજુઆતો અને સુપ્રિમનો ચૂકાદો છતાં પેન્શન વધારાતુ નથી, કોંગ્રેસના સાંસદો કેન્દ્રના નાણા મંત્રીનો રજુઆત કરશે અમદાવાદઃ દેશભરમાં 78 લાખથી વધુ EPS-95 આધારીત પેન્શનરો નજીવા પેન્શનને લીધે દયનીય હાલતમાં જીવી રહ્યાં છે. ગુજરાતમાં 4 લાખ EPS-95 આધારીત પેન્શનરોને સરેરાશ માત્ર 1200/- જેટલું નજીવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code