1. Home
  2. Tag "News Article"

વિશ્વમાં હાલ દરેક વસ્તુને હથિયાર તરીકે ઉપયોગમાં લેવાનો ટ્રેન્ડ વધ્યો: ડો.એસ.જયશંકર

નવી દિલ્હીઃ વિશ્વ હાલમાં મોટા પરિવર્તન અને વધતી સ્પર્ધાના યુગમાંથી પસાર થઈ રહ્યું છે. તેમજ દરેક વસ્તુને હથિયાર તરીકે ઉપયોગ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે, અને આવા સમયમાં ભારતે પોતાની રણનીતિ વધુ મજબૂત બનાવી આગળ વધવું આવશ્યક છે. તેમ વિદેશ પ્રધાન એસ.જયશંકરે જણાવ્યું હતું. તેમણે “નેબરહુડ ફર્સ્ટ” નીતિ પર ભાર મૂકતાં કહ્યું કે ઉપખંડમાં કોઈપણ […]

કતરમાં હવે UPI થી થઈ શકશે પેમેન્ટ, ભારતીય પ્રવાસીઓને મળશે રાહત

નવી દિલ્હીઃ ભારતની યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) સિસ્ટમ હવે વૈશ્વિક સ્તરે પોતાની હાજરી મજબૂત બનાવી રહી છે. આ સાથે હવે કતાર પણ UPIનો ઉપયોગ કરતા દેશોની યાદીમાં જોડાઈ ગયો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે દોહાના લુલુ મોલમાં UPI સિસ્ટમનું સત્તાવાર લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગ્રે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, “UPI માત્ર […]

રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે ભારત, 2024-25માં 1.20 લાખ કરોડના સૈન્ય ઉપકરણો ખરીદાયા

  નવી દિલ્હીઃ રક્ષણ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે ભારતે વર્ષ 2024-25ના અંત સુધીમાં સ્થાનિક સ્ત્રોતોમાંથી રૂ.1.20 લાખ કરોડના સૈન્ય સાધનો અને હથિયારોની ખરીદી કરી છે. તેમણે કહ્યું હતું કે દેશ રાષ્ટ્રીય સુરક્ષાથી જોડાયેલા પડકારોનો સામનો કરવા માટે આત્મનિર્ભરતાને મજબૂત બનાવવાનું સતત ધ્યાન રાખી રહ્યો છે. રાજનાથસિંહે એક કાર્યક્રમમાં કહ્યું કે સરકાર યુદ્ધના બદલાતા સ્વરૂપને, […]

વર્ષ 1971માં પાકિસ્તાની સેનાએ 4 લાખ મહિલાઓ સાથે બળાત્કાર ગુજાર્યો હતોઃ ભારત

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મહિલોની સુરક્ષા અને શાંતિ વ્યવસ્થાને લઈને મળેલી બેઠકમાં ભારતે પાકિસ્તાન ઉપર આકરા પ્રહાર કર્યાં છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પર્વથનેની હરીશે જણાવ્યું હતું કે, પાકિસ્તાન માત્ર જુઠ્ઠાણા ફેલાવીને દુનિયાનું ધ્યાન ભટકાવી રહ્યું છે. 1971માં ઓપરેશન સર્ચલાઈટ હેઠળ પાકિસ્તાની સેનાએ લગભગ 4 લાખ મહિલાઓ સાથે બળાત્કાર કર્યો હતો. તેમણે વધુમાં […]

મધ્યપ્રદેશમાં કફસીરપ પીધા બાદ 16 બાળકોના મોતનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, CBI તપાસની માંગણી

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં કફ સીરપ પીધા બાદ 16 બાળકોના મોતનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, તેમજ સમગ્ર પ્રકરણની સીબીઆઈ તપાસની માંગણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં આગામી દિવસોમાં આ અરજી ઉપર સુનાવણી હાથ ધરાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ મધ્યપ્રદેશ સરકાર પણ સાબદી બની છે અને જરૂરી તપાસના નિર્દેશ કર્યાં છે. મધ્યપ્રદેશમાં […]

હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા અને વરસાદ માટે ઓરેન્જ એલર્ટ, તાપમાનમાં ભારે ઘટાડો

હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિ, કુલ્લુ અને હવે ચંબાના ઊંચાણવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે. ગઈકાલથી આ વિસ્તારોમાં બરફવર્ષા ચાલુ છે. ચંબાના મણિ મહેશ, કુગતી અને હોળીમાં બે સેન્ટિમીટર સુધી બરફ પડ્યો છે. કીલોંગમાં સૌથી વધુ 5 સેન્ટિમીટર બરફ પડ્યો છે. શિમલામાં વાદળછાયું વાતાવરણ હતું. જોકે, બપોરથી વરસાદ ચાલુ છે. શિમલામાં લઘુત્તમ તાપમાન 11.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું […]

ઉત્તર પ્રદેશના 60 જિલ્લાઓમાં વરસાદ, ભારે પવન અને વાવાઝોડાની ચેતવણી

ઉત્તર પ્રદેશમાં હવામાનમાં એકદમથી ફેરફાર થયો છે. ગઈકાલ સાંજથી નોઈડા, આગ્રા, સહારનપુર અને લખનૌ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન એકદમ ખુશનુમા બની ગયું છે, અને શિયાળાની થોડી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશના બંને વિભાગોના 60 જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. […]

બિહાર ચૂંટણીમાં સી.આર.પાટીલને ભાજપાએ સોંપી મહત્વની જવાબદારી

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે રણનીતિ  બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ બિહારમાં જીત માટે ગુજરાતના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને ધર્મેન્દ્ર પ્રધાનને મહત્વની જવાબદારી સોંપી છે. બિહારમાં ભાજપના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રભારી, સહ […]

PM મોદી બે દિવસની મહારાષ્ટ્રની મુલાકાતે, નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ધાટન કરશે

મુંબઈઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8-9 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્રની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી નવી મુંબઈ પહોંચશે અને લગભગ બપોરે 3 વાગ્યે નવનિર્મિત નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ, લગભગ બપોરે 3:30 વાગ્યે, પ્રધાનમંત્રી નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને મુંબઈમાં વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને સમર્પિત કરશે. આ પ્રસંગે તેઓ સભાને સંબોધિત કરશે. 9 ઓક્ટોબરના રોજ, લગભગ […]

ભારત સામે વનડે અને T20 સીરિઝ માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની જાહેરાત, મિચેલ માર્શ ટીમનું નેતૃત્વ કરશે

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની ત્રણ વનડે અને પ્રથમ બે ટી20 મેચ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. મિચેલ માર્શ બંને ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ કરશે. ઓસ્ટ્રેલિયાની ODI ટીમમાં ઝેવિયર બાર્ટલેટ, એલેક્સ કેરી, કૂપર કોનોલી, બેન  ડ્વાર્શિસ, ટ્રેવિસ હેડ, મિચેલ સ્ટાર્ક અને એડમ ઝામ્પા જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે, જ્યારે એરોન હાર્ડી, માર્નસ લાબુશેન અને મેથ્યુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code