1. Home
  2. Tag "News Article"

જામનગરમાં 20 પેઢીઓ પર જીએસટી વિભાગે પાડ્યા દરોડા, 80 કરોડની કરચોરી પકડાઈ

સ્ટેટ જીએસટીના અધિકારીઓએ 22થી વધુ સ્થળોએ સર્ચ કર્યુ, દિવાળીના ટાણે જ જીએસટીના દરોડાથી વેપારીઓમાં ફફડાટ, કેટલીક પેઢીના દસ્તાવેજો તપાસ માટે જપ્ત કરાયા જામનગરઃ દિવાળીના તહેવારોને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે વેપારીઓ પોતાના ધંધામાં વ્યસ્થ બન્યા છે. ત્યારે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા જામનગર શહેરમાં જુદી જુદી 20 જેટલી પેઢીઓના ધંધાના અને નિવાસસ્થાન મળીને 22થી વધુ […]

ભુજમાં વાયુસેના દ્વારા યોજાયેલા શસ્ત્ર પ્રદર્શનની રાજ્યપાલ દેવવ્રતજીએ મુલાકાત લીધી

વાયુસેનાની ઓપરેશનલ ક્ષમતા અને કૌશલ્યના પ્રદર્શનનું વિહંગાવલોકન કર્યુ, રાજ્યપાલને ઓપરેશન સિંદૂરમાં ઉપયોગી વાયુસેનાના સાધનોથી અવગત કરાવ્યા, રાજ્યપાલે કોમોડોર કે. પી. એસ. ધામ પાસે વાયુસેનાની કામગીરી વિશે વિગતવાર માહિતી મેળવી ભૂજઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ શનિવારે ભુજ વાયુસેના ખાતે યોજાયેલા શસ્ત્ર પ્રદર્શનની  મુલાકાત લીધી હતી. રાજ્યપાલએ વાયુસેનાની ઓપરેશનલ ક્ષમતા અને કૌશલ્યના પ્રદર્શન સાથે અનેકવિધ સાધનોની પ્રદર્શનીનું વિહંગાવલોકન […]

કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સામે 182 સ્થળોએ “જન આક્રોશ સભા” યોજાશે

દહેગામ તથા શામળાજીમાં જનતાના અભૂતપૂર્વ સમર્થન સાથે જનઆક્રોશ સભા સંપન્ન, ગુજરાતમાં રસ્તામાં ખાડા નહિ પરંતુ આખી સરકાર ખાડે ગઈ છે : અમિત ચાવડા, વોટચોરોને ખુલ્લા પાડવા સહી અભિયાનને જનસમર્થન મળ્યાનો કાંગ્રેસનો દાવો  અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ દ્વારા મંદી, મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સામે જનતાના હક્ક અધિકારની લડાઈને બુલંદ કરવા સમગ્ર ગુજરાતમાં વિધાનસભા દીઠ “જન આક્રોશ સભાઓ” યોજાશે. અને […]

નેશનલ કોન્ફરન્સ ઓન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ”નો સમારોહ યોજાયો

લેન્ડ એડ્મીનીસ્ટ્રેશન ક્ષેત્રે ગુજરાત અન્ય રાજ્યો માટે માર્ગદર્શક બન્યુ, ગુજરાતે વર્ષ 2009-10માં રી-સર્વેની કામગીરી કરીને આગવી ઓળખ ઉભી કરી, ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર ભારત દરેક સમસ્યાને અનુરૂપ ટેક્નોલોજી વિકસાવવા સક્ષમ, ગાંધીનગરઃ શહેરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત બે દિવસીય “નેશનલ કોન્ફરન્સ ઓન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ”નો સમાપન સમારોહ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવીની […]

હિમાચલ પ્રદેશમાં હવામાનમાં પલટો, ઊંચા શિખરો પર હિમવર્ષા, ઘણા જિલ્લાઓમાં એલર્ટ

હિમાચલ પ્રદેશમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. રવિવાર (૫ ઓક્ટોબર) સવારથી રાજ્યના મોટાભાગના ભાગોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં મોસમની પહેલી બરફવર્ષા થઈ છે. લાહૌલ-સ્પિતિ, કિન્નૌર, કુલ્લુ અને કાંગડાના ઊંચા શિખરો પર બરફ પડી રહ્યો છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અને ઠંડી વધી રહી છે. શિમલામાં પણ સવારથી […]

દાર્જિલિંગમાં ભૂસ્ખલન અને ભારે વરસાદ વચ્ચે બાલાસોન નદી પરનો બ્રિજ ધરાશાયી, 14ના મોત

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ અને સિક્કિમમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદે વિનાશ વેર્યો છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓને કારણે દાર્જિલિંગમાં એક મુખ્ય બ્રિજ તૂટી પડ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે અને ઘણાં લોકો ગુમ છે. અધિકારીઓએ મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરી છે. વ્યાપક નુકસાનના કારણે સમગ્ર ઉત્તર બંગાળનું જનજીવન […]

બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટારમર આઠમી ઓક્ટોબરે ભારત આવશે

બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટારમર આઠમી ઓક્ટોબરે બે દિવસની મુલાકાતે ભારત આવશે. આ તેમની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત હશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે નવ ઓક્ટોબરે મુંબઈમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્ટારમર વિઝન 2035ને અનુરૂપ ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓ પર પ્રગતિની સમીક્ષા કરશે. આ વેપાર અને રોકાણ, ટેકનોલોજી અને નવીનતા, સંરક્ષણ, આબોહવા અને ઉર્જા, આરોગ્ય, […]

વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે કુલ 18 ચંદ્રકો જીત્યા

નવી દિલ્હીમાં 2025 વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે છ સુવર્ણ, સાત રજત અને પાંચ કાંસ્ય ચંદ્રક સાથે કુલ 18 ચંદ્રક જીત્યા છે. એકતા ભયાને મહિલા ક્લબ થ્રો F-51 સ્પર્ધામાં રજત ચંદ્રક અને સોમન રાણાએ પુરુષોની શોટ પુટ F-57 સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો, જ્યારે પ્રવીણ કુમારે પુરુષોની ઊંચા કુદકા સ્પર્ધામાં T-64 કાંસ્ય ચંદ્રક જીત્યો. સ્પર્ધા આજે […]

ICC મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો

ICC મહિલા ODI ક્રિકેટ વિશ્વ કપમાં, ભારત આજે બીજી મેચમાં પાકિસ્તાન સામે રમશે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ટુર્નામેન્ટની ભારતની બીજી મેચ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે. DLS પદ્ધતિ દ્વારા શ્રીલંકાને 59 રનથી હરાવીને ભારતની મહિલા ટીમે પોતાની પહેલી મેચ જીતી હતી. બીજી તરફ, પાકિસ્તાનને ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં બાંગ્લાદેશ સામે સાત વિકેટથી હારનો સામનો કરવો […]

કેપ્ટન શુભાંશુ શુક્લાએ નવી દિલ્હીમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ સંજય કુમાર સાથે મુલાકાત કરી

આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ ગઈકાલે નવી દિલ્હીમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ સંજય કુમાર સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ બેઠકમાં વિકાસિત ભારત બિલ્ડાથોન 2025 પર ચર્ચા થઈ હતી, જે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક સ્વભાવ, સર્જનાત્મકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવા અને વિકસિત ભારત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code