1. Home
  2. Tag "News Article"

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોવા સરકારના મુખ્ય કલ્યાણ કાર્યક્રમ, ‘મ્હાજે ઘર યોજના’નો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે તલેઈગાંવના ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ગોવા સરકારના મુખ્ય કલ્યાણ કાર્યક્રમ, ‘મ્હાજે ઘર યોજના’નો શુભારંભ કરાવ્યો. આ યોજનાનો ઉદ્દેશ્ય સરકારી અને સામુદાયિક જમીનો પર બનેલા મકાનોને નિયમિત બનાવવાનો અને લાંબા સમયથી રહેતા લોકોને માલિકી હકો આપવાનો છે. શાહે બે હજાર 452 કરોડ રૂપિયાથી વધુના વિકાસ […]

વૈશ્વિક ખોરાક તરીકે માન્યતા પામેલા મખાણાની અમેરિકા, કેનેડા, આરબ દેશો, યુરોપ અને અન્ય એશિયન દેશોમાં નિકાસ કરવામાં આવશે

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી કે વૈશ્વિક ખોરાક તરીકે માન્યતા પામેલા બિહારના, મખાણાની અમેરિકા, કેનેડા અને આરબ દેશો ઉપરાંત યુરોપ અને અન્ય એશિયન દેશોમાં નિકાસ કરવામાં આવશે. પટણામાં મખાણા મહોત્સવમાં બોલતા તેમણે કહ્યું કે આફ્રિકન દેશોમાં પણ નિકાસ માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ચૌહાણે ભાર મૂક્યો કે મખાણા ફક્ત […]

ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળએ 7 થી 15 વર્ષ સુધીના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ્સ માટેના ચાર્જ માફ કર્યા

ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળએ 7 થી 15 વર્ષ સુધીના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ્સ માટેના ચાર્જ માફ કરી દીધા છે. એક નિવેદનમાં, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું કે આ વય જૂથ માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (MBU) ચાર્જ માફ કરવાનો નિર્ણય પહેલી ઓક્ટોબરથી અમલમાં આવી ગયો છે અને એક વર્ષ માટે અમલમાં રહેશે. આ નિર્ણયથી […]

સરકારે રાષ્ટ્રીય રાજમાર્ગ ફ્રી ટોલપ્લાઝા નિયમ 2008માં સુધારો કર્યો – ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન અપાશે

સરકારે રાષ્ટ્રીય રાજમાર્ગ ફ્રી ટોલપ્લાઝા નિયમ, 2008માં સુધારો કર્યો છે. નવા નિયમો અનુસાર, માન્ય અને સક્રિય FASTag વગર ટોલ પ્લાઝામાંથી પસાર થતા વાહનો જો રોકડમાં ચૂકવણી કરવાનું પસંદ કરે તો તેમની પાસેથી ફી કરતાં બમણી રકમ વસૂલવામાં આવશે. જો ફી UPI દ્વારા ચૂકવવામાં આવશેતો તેમની પાસેથી ફી કરતાં દોઢ ગણી રકમ વસૂલવામાં આવશે. આ નિયમો […]

ગાઝામાં છેલ્લા 12 કલાકમાં થયેલા ઇઝરાયલી હુમલામાં 20ના મોત

ગાઝામાં, છેલ્લા 12 કલાકમાં ઇઝરાયલી હુમલામાં 20 લોકો માર્યા ગયા હોવાનું, ગાઝાની નાગરિક સંરક્ષણ એજન્સીએ જણાવ્યું હતું, જોકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને તાત્કાલિક બોમ્બમારો બંધ કરવા હાકલ કરી. હમાસ અને ઇઝરાયલએ ટ્રમ્પના પ્રસ્તાવને મંજૂરી આપવાની તૈયારી દર્શાવી હોવા છતાં, ઇઝરાયલે હુમલા ચાલુ રાખ્યા છે. ઇઝરાયલ સંરક્ષણ દળો અને ઇઝરાયલી પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે, […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, નક્સલવાદીઓને શસ્ત્રો છોડીને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવાની અપીલ કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, નક્સલવાદીઓને શસ્ત્રો છોડીને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવાની અપીલ કરી. આજે છત્તીસગઢના જગદલપુરમાં બસ્તર દશેરા લોકોત્સવ કાર્યક્રમને સંબોધતા શાહે, આગામી વર્ષે 31 માર્ચ સુધીમાં દેશને નક્સલવાદી સમસ્યાથી મુક્ત કરવાના કેન્દ્ર સરકારના સંકલ્પનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે, નક્સલવાદની સમસ્યાને કારણે બસ્તર વિકાસથી વંચિત રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ આજે જગદલપુરમાં બસ્તર દશેરા લોક મહોત્સવ […]

અમદાવાદમાં 11 ઓક્ટોબરે ‘ફિલ્મફેર’ એવોર્ડ્સ એનાયત કરાશે

અમદાવાદમાં આગામી 11 ઓક્ટોબરે ‘ફિલ્મફેર’ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે. રાજયના પ્રવાસન વિભાગના સહયોગથી આ 70મા ફિલ્મફેર એવોર્ડ્સ યોજાશે. મુંબઈ ખાતે ગત 3જી ઑક્ટોબરે યોજાયેલી પત્રકાર પરિષદમાં અભિનેતા રાજકુમાર રાવ અને અભિનેત્રી તમન્ના ભાટિયાએ ટેક્નિકલ અને રાઇટિંગ કેટેગરીના વિજેતાઓની જાહેરાત કરી હતી. જેમાં ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ના ગીત તૌબા તૌબા માટે બોસ્કો-સીઝરને શ્રેષ્ઠ નૃત્ય માટે જ્યારે […]

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગાંધીનગરથી રાષ્ટ્રવ્યાપી “તમારી મૂડી, તમારા અધિકારો” અભિયાન શરૂ કર્યું

ગાંધીનગર: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે ગાંધીનગરથી રાષ્ટ્રવ્યાપી “તમારી મૂડી, તમારા અધિકારો” અભિયાન શરૂ કર્યું. આ અભિયાનનો ઉદ્દેશ્ય નાણાકીય વ્યવસ્થાના વિવિધ ક્ષેત્રોમાં પડેલી દાવા વગરની નાણાકીય સંપત્તિનો ઝડપી નિકાલ સુનિશ્ચિત કરવાનો છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે આ અભિયાન તેમના કાયદેસર દાવેદારોને દાવા વગરની થાપણોનું વાજબી વળતર સુનિશ્ચિત કરશે. આ પ્રસંગે, ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ […]

2025માં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનારા બેટ્સમેન, ટોપ 5માં બે ભારતીય

2025 માં સૌથી વધુ સદીઓ શુભમન ગિલ અને કેએલ રાહુલે 2025ના ટેસ્ટ ક્રિકેટ કેલેન્ડર વર્ષમાં સારું પ્રદર્શન કર્યું છે. તેઓ 2025માં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનારા ટોપ-5 બેટ્સમેનોની યાદીમાં પ્રથમ અને ત્રીજા ક્રમે છે. ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે ચાર સદી ફટકારી છે અને 2025માં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેનોની યાદીમાં ટોચ […]

નાસ્તા માટે ઘરે તૈયાર કરો મસાલેદાર અને સ્વાદિષ્ટ સોયા પકોડા

દિવાળી તહેવાર નજીક આવતાં લોકો ઘરની સફાઈ અને તહેવારી તૈયારીમાં વ્યસ્ત છે. આની વચ્ચે નાસ્તામાં ઝટપટ અને સ્વાદિષ્ટ વાનગી શોધતા લોકો માટે સોયા પકોડા એક પરફેક્ટ વિકલ્પ છે. પ્રોટીનથી ભરપૂર અને ટેસ્ટી, આ વાનગી બાળકો અને પુખ્ત વયના લોકોને ગમે છે. જાણો સોયા પકોડા બનાવવાની રેસીપી…. સામગ્રી 1 કપ સોયાના ટુકડા (સોયા ચંક) 1 કપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code