1. Home
  2. Tag "News Article"

ઓસ્ટ્રેલિયા સામેની ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડના ખેલાડી રોબિનસનેનએ બનાવ્યો રેકોર્ડ

ઓસ્ટ્રેલિયાની સામે પ્રથમ T20 મેચમાં ન્યૂઝીલેન્ડના 23 વર્ષના યુવા બેટ્સમેન ટિમ રોબિનસનેનએ ઇતિહાસ સર્જ્યો છે. રાબિનસનેનએ માત્ર 66 બોલમાં 106 રનનો શાનદાર સદી બનાવીને બાબર આઝમનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે એટલું જ નહીં ભારતીય દિગ્ગજ રોહીત શર્માને પણ પાછળ મુક્યા છે. રોબિનસનેનની આ પારીની મદદથી ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 181 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડની ટીમ એક […]

રાજ્યમાં ગાંધી જયંતીથી ખાદી અને પોલીવસ્ત્રમાં 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય અપાશે

2 ઓક્ટોબરથી31 ડિસેમ્બર 2025 સુધી વળતરનો મળશે લાભ, ભરૂચ-ચીખલી-વાપીમાં ખાદી પ્રદર્શન સહ વેચાણ મેળા યોજાશે,  ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે “વોકલ ફોર લોકલ” અને “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આહવાનને ઝિલી લઈને સ્વદેશીની પ્રતિક ખાદીમાં ગાંધી જયંતીથી રાજ્યમાં માતબર વળતર આપવાનો અભિગમ અપનાવ્યો છે. તેમણે આ સંદર્ભમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ખાદીના વિચારને સાચા અર્થમાં […]

પ્રાકૃતિક ખેતી એ રાષ્ટ્ર અને માનવતાની સેવા કરવાનો સર્વોત્તમ માર્ગ છે: રાજ્યપાલ

PMનું સ્વપ્ન આત્મનિર્ભર ભારતની સાથે સ્વસ્થ, સમૃદ્ધ ભારત બનાવવાનું છેઃ રાજ્યપાલ, પ્રાકૃતિક કૃષિ ખેડૂતોની આવક અને સમાજની સમૃદ્ધિ સુનિશ્ચિત કરશે: દિલીપ સંઘાણી, રાજભવન ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ માત્ર કૃષિ પદ્ધતિ નહીં, પરંતુ આરોગ્યપ્રદ જીવનશૈલી અને ભાવિ પેઢી માટે સ્વસ્થ, સલામત અને સમૃદ્ધ ભવિષ્યની ગેરંટી છે. […]

છિંદવાડામાં કિડની ફેલ થવાથી 6 બાળકોના મોત; કફ સિરપ પીવાથી મોત!

મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ્યોરને કારણે છ બાળકોના મૃત્યુથી વ્યાપક ચિંતા ફેલાઈ છે. મૃતક બાળકોના કિડની બાયોપ્સી રિપોર્ટમાં ઝેરી પદાર્થોના કારણે કિડની ફેલ્યોર હોવાનું બહાર આવ્યું છે. પરિણામે, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે બાળકોના મૃત્યુમાં કફ સિરપનો ફાળો હોઈ શકે છે. દરમિયાન, કિડની ફેલ્યોરને કારણે છ બાળકોના મૃત્યુના કિસ્સામાં, નિષ્ણાત ડૉક્ટરે જણાવ્યું કે મૃતક […]

મધ્ય ફિલિપાઇન્સમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 69 ઉપર પહોંચ્યો

મધ્ય ફિલિપાઇન્સમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 69 થયો છે. ફિલિપાઇન્સના નાગરિક સંરક્ષણ કાર્યાલયના જણાવ્યા અનુસાર, વહીવટીતંત્ર દ્વારા ગુમ થયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે , અને તેમને એવા અહેવાલો મળી રહ્યા છે કે હજુ પણ લોકો કાટમાળમાં ફસાયેલા છે. ગઈકાલે રાત્રે ફિલિપાઇન્સના મધ્ય વિસાયાસ ક્ષેત્રમાં આવેલા દરિયાકાંઠાના શહેર સેબુમાં 6.9 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપને […]

CBI કોર્ટે નાણાકીય ગેરરીતિ બદલ રાજકોટના IOCLના પૂર્વ સહાયક મેનેજર 3 વર્ષની કેદ ફરમાવી

અમદાવાદઃ અમદાવાદની સીબીઆઈ કોર્ટે આરોપી શ્રીમતી સાજી સજીવ, તત્કાલીન સહાયક મેનેજર (નાણા), આઈઓસીએલ, આરડીઓ, રાજકોટને નાણાંકીય ગેરરીતિના કેસમાં 3 વર્ષની કેદ અને 90000 રૂપિયાના દંડની સજા ફટકારી છે. સીબીઆઈએ 21.11.2011ના રોજ નવી દિલ્હીના સીવીઓ, આઈઓસીએલની ફરિયાદના આધારે તાત્કાલિક કેસ નોંધ્યો હતો, જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે 2005થી 2008ના સમયગાળા દરમિયાન આઈઓસીએલ, રાજકોટના અધિકારીઓ […]

ડૉ. મનસુખ માંડવિયાએ MY Bharat મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી

નવી દિલ્હીઃ યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ આજે ​​નવી દિલ્હીમાં MY Bharat મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી હતી. MY Bharat પ્લેટફોર્મની આ મોબાઇલ એપ્લિકેશન, જે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના યુવા બાબતો વિભાગ (DoYA) હેઠળ એક ઓનલાઈન યુવા નેતૃત્વ અને સામાજિક જોડાણ પ્લેટફોર્મ છે, તેને ડિજિટલ ઈન્ડિયા કોર્પોરેશન (DIC), […]

અમદાવાદની ગ્રાન્ટેડ સ્કૂલોમાં ગુજરાતી માધ્યમના ધો,9થી 12ના 35 વર્ગો બંધ કરાયા

અંગ્રેજી માધ્યમનો ક્રેઝ વધતા ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી, અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ વર્ગો બંધ કરવાની દરખાસ્તને આપી મંજુરી, અમદાવાદમાં દર વર્ષે અંગ્રેજી માઘ્યમની સ્કૂલોની સંખ્યા વધતી જાય છે, અમદાવાદઃ શહેરમાં આજકાલ વાલીઓમાં પોતાના બાળકોને ગુજરાતીને બદલે અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો ક્રેઝ વધતા જાય છે. જેના કારણે ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ગુજરાતી વર્ગો બંધ કરવાની […]

ગાંધીનગરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલની હત્યા કેસમાં આરોપીની ધરપકડ

મહિલા કોન્સ્ટેબલનો પરિણીત પ્રેમી નિકળ્યો હત્યારો, હત્યારા આરોપીને પોલીસે અમરેલીથી દબોચી લીધો, મહિલા કોન્સ્ટેબલ અમદાવાદમાં શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી હતી ગાંધીનગરઃ શહેરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ કેસમાં પોલીસે મોહન નાગજીભાઇ પારધી નામના આરોપીની ધરપકડ કરી છે. મૃતક અને આરોપી […]

વેરાવળ બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લાગતા 2500 બોટ સમુદ્રકાંઠે લાંગરી

ખરાબ હવામાનને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ, હવામાનની વિષમ સ્થિતિને લીધે માછીમારોને થતું નુકસાન, માછીમારોએ સહાય આપવા કરી માગણી વેરાવળઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વાતાવરણમાં પલટો આવતા વેરાવળ બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જેના પગલે વેરાવળની નાની મોટી 5 હજારથી વધુ બોટો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code