1. Home
  2. Tag "News Article"

કંડલા-દિલ્હી વચ્ચે આગામી તા. 26મી ઓક્ટોબરથી વિમાની સેવા શરૂ થશે

કંડલા એરપોર્ટ પર નાના રનવેને લીધે પડતી મુશ્કેલી, મુંબઈનું બુંકિગ વધુ છતાં 200ની ક્ષમતા ધરાવતા વિમાનો આવી શકતા નથી, દિલ્હીથી ફ્લાઈટ સવારના 7 વાગ્યે ઉપડશે, કંડલાથી સવારે 9:30 વાગ્યે દિલ્હી જવા ઉડાન ભરશે ભૂજઃ દેશમાં સૌથી મોટુ કંડલા પોર્ટ ગણાય છે. અને ગાંધીધામ સહિત કચ્છમાં અનેક ઉદ્યોગો ધમધમી રહ્યા છે. ત્યારે કંડલા એરપોર્ટથી દિલ્હી જવા […]

રાધનપુર રેલવે સ્ટેશન નજીક બે બાઈક સામસામે અથડાતા યુવાનનું મોત

ભિલોટના બે મિત્રો રાધનપુરમાં ગરબા જોઈ ઘરે પરત આવી રહ્યા હતા, બન્ને બાઈક પૂરફાટ ઝડપે સામસામે અથડાયા, બાઈકસવાર એક યુવાને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયો રાધનપુરઃ શહેરના રેલવે સ્ટેશન નજીક પૂરફાટ ઝડપે બે બાઈકો સામસામે અથડાતા રામનગર ભિલોટ ગામમાં રહેતા બાઈકચાલક યુવકનું મોત થયું હતું તેમજ અન્ય એક બાઈક સવાર યુવકને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે […]

આસામમાં NH-715ના કાલિબોર-નુમાલીગઢ વિભાગના હાલના હાઇવેને 4 લેન સુધી પહોળો કરાશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)એ NH-715ના કાલિબોર-નુમાલીગઢ વિભાગના હાલના કેરેજવેને 4 લેન સુધી પહોળો કરવા અને સુધારવા માટે મંજૂરી આપી છે, જેમાં આસામમાં કાઝિરંગા રાષ્ટ્રીય ઉદ્યાન (KNP) સ્ટ્રેચ પર પ્રસ્તાવિત વન્યજીવન મૈત્રીપૂર્ણ પગલાંનો અમલ સામેલ છે. આ પ્રોજેક્ટ એન્જિનિયરિંગ, પ્રાપ્તિ અને બાંધકામ (EPC) મોડ પર વિકસાવવામાં આવશે જેની કુલ લંબાઈ […]

હમીરપુરમાં ‘આઈ લવ મોહમ્મદ’ ના નારા લગાવવા બદલ સાંપ્રદાયિક સૌહાર્દ ભંગ કરવાનો પ્રયાસ કરનારા કોંગ્રેસ નેતા સહિત 6 લોકોની ધરપકડ

ઉત્તર પ્રદેશના હમીરપુરમાં ‘આઈ લવ મોહમ્મદ’ ના નારા લગાવવા માટે જુલુસ કાઢવા અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવા બદલ કોંગ્રેસ નેતા સલીમ અહેમદ સહિત છ આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પોલીસે બધાની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા છે. કિસાન કોંગ્રેસના જિલ્લા મહામંત્રી સલીમ અહેમદે સોશિયલ મીડિયા દ્વારા લોકોને “આઈ લવ મોહમ્મદ” ના નારા […]

ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લીમાં હજારો લિટર ઘીનો અભિષેક કરાયો

પલ્લીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા, રૂપાલ ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી જોવા મળી, શુદ્ધ ઘીનો અભિષેક કરવાની વર્ષો જૂની પરંપરા આજે પણ અકબંધ, ગાંધીનગરઃ જિલ્લાના રુપાલ ગામમાં આવેલા સુપ્રસિદ્ધ વરદાયિની માતાજીની દર વર્ષેની જેમ નવરાત્રીની નોમની રાતે પલ્લીની યાત્રા નીકળી હતી. પલ્લીયાત્રાની યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અને માતાજીના […]

12 વર્ષના અભિયાન બાદ, કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ દેશનું પહેલું ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનશે

કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ દેશનું પહેલું શહેર બન્યું છે જે ઝૂંપડપટ્ટી મુક્ત થયું છે. સ્થાનિક વહીવટીતંત્ર છેલ્લા 12 વર્ષથી આ હાંસલ કરવા માટે એક ઝુંબેશ ચલાવી રહ્યું છે. એવું નોંધાયું છે કે આ ઝુંબેશથી સમગ્ર શહેરમાં 520 એકર જમીન પાછી મેળવી લેવામાં આવી છે. શાહપુર કોલોનીના ધ્વંસ પછી, ચંદીગઢ સત્તાવાર રીતે દેશનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર […]

મંત્રીમંડળે બાયોમેડિકલ રિસર્ચ કરિયર પ્રોગ્રામના ત્રીજા તબક્કાને મંજૂરી આપી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બાયોમેડિકલ રિસર્ચ કરિયર પ્રોગ્રામ (BRCP), ત્રીજા તબક્કાને ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ કાર્યક્રમ બાયોટેકનોલોજી વિભાગ (DBT) અને વેલકમ ટ્રસ્ટ (WT), યુનાઇટેડ કિંગડમ અને SPV, ઇન્ડિયા એલાયન્સ વચ્ચે ત્રીજા તબક્કા (2025-26 થી 2030-31) માટે ભાગીદારીમાં અમલમાં મૂકવામાં આવી રહ્યો છે, જેમાં બીજા છ વર્ષ (2031-32 થી 2037-38) માટે […]

ભાવનગરના કોળિયાક હાઈવે પર તોતિંગ વૃક્ષ બોલેરો કાર પર તૂટી પડ્યુ, પ્રવાસીઓનો બચાવ

બોલેરો કાર વૃક્ષ નીચે દબાઈ ગઈ, બોલેરો કારમાંથી 8 પ્રવાસીને બહાર કઢાયા, હાઈવે દોઢ કલાક સુધી બંધ રહેતા ટ્રાફિકજામ સર્જાયો ભાવનગરઃ શહેર નજીક કોળીયાક-હાથબ હાઈવે પર બોલેરો કાર પસાર થઈ રહી હતી. ત્યારે રોડ સાઈડ પરનું એક તોતિંગ વૃક્ષ બોલેરો કાર પર તૂટી પડ્યુ હતુ. આ દુર્ઘટના સમયે બોલેરા કારમાં સવાર આઠ પ્રવાસીઓ કારમાં દબાયા […]

ટીઆરઇ-4 માં 1.20 લાખ જગ્યાઓ પર ભરતીની માંગણી સાથે, શિક્ષક ઉમેદવારો 4 ઓક્ટોબરે પટનામાં ફરી રસ્તા પર ઉતરશે

બિહારમાં ચોથા તબક્કા હેઠળ શિક્ષક ભરતી થવાની છે. વિભાગે સ્પષ્ટતા કરી છે કે લગભગ 26,000 જગ્યાઓ ભરવામાં આવશે. બીજી તરફ, શિક્ષક ઉમેદવારો માંગ કરી રહ્યા છે કે ચોથા તબક્કા હેઠળ 120,000 જગ્યાઓ ભરવામાં આવે. શિક્ષક ઉમેદવારો ફરી એકવાર પોતાની માંગણીઓ માટે રસ્તા પર ઉતરવા માટે તૈયાર છે. 4 ઓક્ટોબરે શિક્ષક ઉમેદવારો પટના કોલેજથી મુખ્યમંત્રી નિવાસસ્થાન […]

રાજકોટમાં સોની બજારમાંથી પકડાયેલા 3 આતંકીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

એટીએસએ જુલાઈ 2023માં રાજકોટથી ત્રણ આતંકીને ઝડપી લીધા હતા, ત્રણેય આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ઉપરાંત 10 હજારનો દંડ પણ ફટકાર્યો, આરોપીના મોબાઈલ ફોનમાં દેશ વિરોધી પ્રવૃતિના પુરાવા મળ્યા હતા, રાજકોટઃ શહેરના સોની બજારમાં નોકરી કરતા અને અલ-કાયદાનો પ્રચાર કરતા ત્રણ આતંકીને ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્કવોડ ( ATS)એ બે વર્ષ પહેલા એટલે કે, 26 જુલાઈ 2023ના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code