1. Home
  2. Tag "News Article"

આર્થિક સંકટમાં ઘેરાયેલા પાકિસ્તાનએ ફરી IMFનો દરવાજો ખટખટાવ્યો

ગરીબી, ભુખમરી અને આર્થિક સંકટથી પીડાતા પાકિસ્તાનએ ફરી આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) પાસે નવા દેવા માટે વિનંતી કરી છે. માહિતી મુજબ, IMFનું મિશન લગભગ બે અઠવાડિયા સુધી પાકિસ્તાનમાં રહેશે અને દેશમાં આર્થિક સુધારા થઈ રહ્યા છે કે નહીં તેની સમીક્ષા કરશે. જો મિશનને સંતોષકારક સુધારા જોવા મળશે, તો જ પાકિસ્તાનને નવું દેવુ મળશે. પાકિસ્તાની અખબાર […]

એશિયા કપ વિવાદમાં હવે નવો વળાંક આવ્યો : મોહસિન નકવીએ માંગી માફી

એશિયા કપ 2025ના ફાઇનલ પછી ઉઠેલા વિવાદ પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન મોહસિન નકવીએ આખરે માફી માંગી છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની બેઠક દરમિયાન નકવીએ કહ્યું કે, “જે થયું તે થવું જોઈતુ ન હતું, પરંતુ હવે આપણે નવી શરૂઆત કરવી જોઈએ. ટ્રોફી માટે હું તૈયાર છું, સૂર્યકુમાર યાદવ પોતે આવીને ટ્રોફી લઈ જાય.” ભારતે […]

ચેન્નાઈમાં ભીષણ દુર્ઘટના : 30 ફૂટ ઉપરથી આર્ચ ધરાશાયી થતા 9 શ્રમિકોના મોત

ચેન્નાઈ : તમિલનાડુમાં વધુ એક મોટી દુર્ઘટના બની છે. ઉત્તર ચેન્નાઈ સ્થિત એનૉર થર્મલ પાવર સ્ટેશનના બાંધકામ સ્થળે આર્ચ (કમાન) ધરાશાયી થતાં 9 શ્રમિકોના મોત થયા છે, જ્યારે 10થી વધુ ઘાયલ થયા છે. ઘટના દરમિયાન આશરે 30 ફૂટ ઊંચાઈથી કમાન તૂટી પડતાં અનેક સ્થળાંતરિત શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. પ્રાથમિક અહેવાલો મુજબ, મૃતકો તમામ […]

કોમર્શિયલ  LPG સિલિન્ડરના ભાવમાં વધારો : ઘરેલુ સિલિન્ડરની કિંમતો યથાવત

નવી દિલ્હીઃ નવા મહિના ઓક્ટોબરની શરૂઆત સાથે જ દેશભરમાં લોકોને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ. 16 સુધીનો વધારો કર્યો છે. જો કે, 14 કિલોગ્રામના ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) દ્વારા જાહેર કરાયેલા અપડેટ મુજબ, દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની […]

કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, અનુપ્રિયા પટેલ અને પ્રતાપરાવ જાધવે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા, અનુપ્રિયા પટેલ અને પ્રતાપરાવ જાધવે મંગળવારે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી. તેમણે તેમને તેમના મંત્રાલયોની સિદ્ધિઓ અને યોજનાઓ વિશે માહિતી આપી. ઉપરાષ્ટ્રપતિ કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ “X” પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણો અને ખાતર મંત્રી જગત પ્રકાશ નડ્ડા, કેન્દ્રીય રાજ્ય […]

હમાસને “ગાઝા શાંતિ યોજના” પર સંમત થવા માટે “ત્રણ કે ચાર દિવસ” આપશેઃ ટ્રમ્પ

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે તેઓ હમાસને “ગાઝા શાંતિ યોજના” પર સંમત થવા માટે “ત્રણ કે ચાર દિવસ” આપશે. વ્હાઇટ હાઉસ છોડતી વખતે પત્રકારોના પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું કે ઇઝરાયલી અને આરબ નેતાઓએ આ યોજના સ્વીકારી લીધી છે અને “અમે ફક્ત હમાસની રાહ જોઈ રહ્યા છીએ.” તેમણે ઉમેર્યું કે જવાબ આપવા માટે લગભગ […]

ક્વેટામાં આર્મી હેડક્વાર્ટર નજીક મોટો બોમ્બ વિસ્ફોટ, 10 લોકોના મોત

પાકિસ્તાનના ક્વેટામાં આર્મી હેડક્વાર્ટર નજીક એક મોટો બોમ્બ વિસ્ફોટ થયો. વિસ્ફોટ પછી ગોળીબારના અહેવાલો. અત્યાર સુધીમાં લગભગ 10 લોકો માર્યા ગયા છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં મંગળવારે એક શક્તિશાળી વિસ્ફોટમાં ચાર આતંકવાદીઓ સહિત ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા. ઘણા લોકો ઘાયલ થયા. ક્વેટાના ફ્રન્ટિયર કોન્સ્ટેબ્યુલરી (FC) હેડક્વાર્ટર નજીક એક વ્યસ્ત રસ્તા […]

કરુર દૂર્ઘટનામાં મૃત્યુઆંક 41 ઉપર પહોંચ્યો, હજુ છ ઘાયલો સારવાર હેઠળ

તમિલનાડુના કરુરમાં ટીવીકે નેતા વિજયની રેલી દરમિયાન થયેલી ભાગદોડમાં 41 લોકો માર્યા ગયા અને 110 લોકો ઘાયલ થયા. નવીનતમ અપડેટ મુજબ, 104 ઘાયલો સ્વસ્થ થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જોકે, છ હજુ પણ સારવાર હેઠળ છે. કરુર જિલ્લા કલેક્ટર એમ. થંગાવેલે જણાવ્યું હતું કે દુ:ખદ અકસ્માતમાં ઘાયલ થયેલા 110 લોકોને વિવિધ […]

ફિલિપાઇન્સમાં 6.7 તીવ્રતાનો ભૂકંપ, 19 લોકોના મોત

મધ્ય ફિલિપાઇન્સમાં સેબુ પ્રાંતમાં રાત્રે 6.9 ની તીવ્રતાના ભૂકંપ આવ્યો હતો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 19 લોકો મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જણાય છે. મળતી માહિતી મુજબ, કાર્યાલયને ટાંકીને સ્થાનિક અખબાર સનસ્ટાર સેબુએ અહેવાલ આપ્યો છે કે, ભૂકંપના કેન્દ્ર બોગો સિટીમાં 13 લોકો માર્યા ગયા છે, જ્યારે ઉત્તરી […]

પ્રધાનમંત્રીએ દિલ્હીના ચિત્તરંજન પાર્ક ખાતે દુર્ગા પૂજા ઉજવણીમાં ભાગ લીધો

નવી દિલ્હીઃ મહાઅષ્ટમીના શુભ પ્રસંગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​દિલ્હીના ચિત્તરંજન પાર્કમાં દુર્ગા પૂજા ઉજવણીમાં ભાગ લીધો હતો. મોદીએ કહ્યું હતું કે ચિત્તરંજન પાર્ક બંગાળી સંસ્કૃતિ સાથે તેના મજબૂત જોડાણ માટે વ્યાપકપણે જાણીતું છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ત્યાંની ઉજવણી ખરેખર આપણા સમાજમાં એકતા અને સાંસ્કૃતિક જીવંતતાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રીએ તમામ નાગરિકોની ખુશી અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code