મહારાષ્ટ્રમાં ભારે વરસાદ: 10 મોત, 11,800થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
પૂણેઃ મહારાષ્ટ્ર, ગુજરાત અને અન્ય રાજ્યોમાં ફરીથી ભારે વરસાદ પડ્યો છે. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં પડેલા વરસાદમાં રાજ્યના વિવિધ વિસ્તારમાં દસ લોકોના મોત થયા છે. રાજ્યના અધિકારીઓએ જણાવ્યું હતું કે, 11,800થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નાસિક જિલ્લામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ચાર લોકોના મૃત્યુ થયા છે, જેમાંથી ત્રણનો મોત ઘરો ધરાશાયી થવાના કારણે થયો […]


