1. Home
  2. Tag "News Article"

સીબીએસઈ દ્વારા ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષા 17મી ફેબ્રુઆરીથી લેવાશે

CBSE દ્વારા ધો.10 અને ધો.12માં કુલ મળીને 206 વિષયોની પરીક્ષા લેવાશે, ધોરણ 10માં વિદ્યાર્થીઓ બે વાર પરીક્ષા આપી શકશે, પરીક્ષાના પરિણામો મે 2026ના બીજા અઠવાડિયામાં જાહેર થશે. અમદાવાદઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જે મુજબ ધો.10 અને ધો.12ની પરીક્ષાઓ 17મી ફેબ્રુઆરી 2026થી શરૂ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અદ્યત્તન લાયબ્રેરીનું NOCના અભાવે દોઢ વર્ષથી લોકાર્પણ થઈ શકતુ નથી

24 કલાક ખૂલ્લી રહેનારી અદ્યતન લાઇબ્રેરીનું રૂ.7 કરોડના ખર્ચે નિર્માણ કરાયુ છે, તાત્કાલિક ફાયર એનઓસી આવી જાય તો નવી લાઇબ્રેરીનું લોકાર્પણ થઈ શકે, ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે રૂપિયા 92 લાખનું એસ્ટીમેટ અપાયુ રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં 7 કરોડના ખર્ચે અદ્યત્તન લાયબ્રેરી માટેનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓ 24 કલાક લાયબ્રેરીને ઉપયોગ કરી શકે […]

વડોદરાની સરકારી નર્સિંગ કોલેજની હોસ્ટેલના ભોજનમાં જીવડાં અને ઈયળો નીકળતા હોબાળો

વિદ્યાર્થિનીઓની હોસ્ટેલમાં પીવા પાણીની અપૂરતી સુવિધા, હોસ્ટેલની મેસમાં હલકી કક્ષાનું ભોજન અપાતુ હોવાની ફરિયાદો, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં પ્રિન્સિપાલને રજુઆત વડોદરાઃ શહેરમાં આવેલી સરકારી નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓની હોસ્ટેલમાં હલકી કક્ષાનું ભોજન, ભાજનમાં જીવડા-ઈયળો નીકળતા અને આ મામલે અગાઉ પણ રજુઆતો કરવા છતાંયે કોઈ પગલાં ન લેવાતા વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવ્યો હતો. દરમિયાન વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ […]

સુરતમાં રોડ પરના ખાડાને લીધે બાઈક સવાર ત્રણ યુવાનો પટકાતા કન્ટેનરે અડફેટે લીધા

રોડ પરના ખાડાને લીધે બાઈક સ્લીપ થયા ત્રણ યુવાનો પટકાયા, કન્ટેનરની અડફેટે એકનું મોત. બેને ગંભીર ઈજા, અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ સુરતઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશનના પાપે રોડ પર પડેલા ખાડાનો ભોગ વાહનચાલકો બની રહ્યા છે, શહેરના અમરોલી વિસ્તારમાં રોડ પર ખાડાને કારણે બાઈક સ્લીપ થતા બાઈકસવાર ત્રણેય યુવાનો રોડ પર પટકાયા હતા. તે દરમિયાન […]

છત્તીસગઢઃ દાંતેવાડામાં 71 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું

દાંતેવાડા : છત્તીસગઢના દાંતેવાડામાં નક્સલવાદને મોટી ઝટકો મળ્યો છે. 71 નક્સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું, જેમાં 30 નક્સલીઓ પર આશરે 6.4 મિલિયન રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી હતી.. આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં 21 મહિલા અને 3 સગીરનો સમાવેશ છે. દાંતેવાડા પોલીસના જણાવ્યા અનુસાર, આત્મસમર્પણ કરનારા ઘણા નક્સલીઓએ પહેલા સુરક્ષા દળો પર અનેક હુમલાઓ કર્યા […]

અમદાવાદમાં નિવૃત શિક્ષકને સાયબર માફિયાઓએ ડિજિટલ એરેસ્ટ કરી 38.70 લાખ પડાવ્યા

ભણેલા-ગણેલા લોકો જ સાયબર માફિયાઓની જાળમાં ફસાય છે, મની લોન્ડરિંગ કેસની ધમકી આપીને 8 દિવસ ડિજિટલ એરેસ્ટ કર્યા, શિક્ષકની પત્નીનો નંબર મેળવી તેમને પણ ધમકાવ્યાં અમદાવાદઃ સાયબર માફિયાઓ ડિજિટલ એરેસ્ટની ધમકી આપીને લોકો પાસે લાખો રૂપિયાનો ફ્રોડ કરી રહ્યા છે. સીબીઆઈ કે સરકારની કોઈપણ એજન્સી દ્વારા કોઈને પણ ડિજિટલ એરેસ્ટ કરી શકાતા નથી.સરકાર દ્વારા આવી […]

ગુજરાતમાં તા.27મીથી બે દિવસ વાવાઝોડાની આગાહી, આજે 7 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા

30 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી, વાવાઝોડા દરમિયાન પવનની ગતિ કલાકના 30 થી 40 કિલોમીટર રહેશે, 27 તારીખથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા માટે એલર્ટ       અમદાવાદઃ ગુજરાતમાં આ વખતે મેઘરાજાએ વધુ મુકામ કર્યો છે. મેઘરાજા હવે વિદાય લેવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ હળવા અને મધ્યમ વરસાદની આગાહી કરી છે. […]

હિમાચલ પ્રદેશમાં ચોમાસાની વિદાય, 454 લોકોના મોત અને 15,000 ઘરો અને દુકાનોનો નાશ

હિમાચલ પ્રદેશમાં વિનાશ વેર્યા બાદ, દક્ષિણપશ્ચિમ ચોમાસું રાજ્યમાંથી પાછું ખેંચાઈ ગયું છે. શિમલાના હવામાન કેન્દ્ર અનુસાર, ચંબા, કાંગડા, ઉના, હમીરપુર, બિલાસપુર, સોલન, સિરમૌર અને મંડી જિલ્લામાંથી ચોમાસું સંપૂર્ણપણે પાછું ખેંચાઈ ગયું છે. કુલ્લુ અને શિમલાના મોટાભાગના ભાગો તેમજ લાહૌલ-સ્પિતિના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસુ પહેલાથી જ વિદાય લઈ ચૂક્યું છે. આગામી બે થી ત્રણ દિવસમાં સમગ્ર રાજ્યમાંથી […]

નક્સલ વિરોધી કાર્યવાહીમાં મોટી સફળતા, ચૈબાસામાં 10 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું

ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લા (ચાઈબાસા) માં નક્સલ વિરોધી કાર્યવાહીમાં મોટી સફળતા મળી. પોલીસ મહાનિર્દેશક ડીજીપી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ દસ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું. આમાં છ પુરુષો અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે. આત્મસમર્પણ કરનારા નક્સલીઓ મિસિર બેસરા ઉર્ફે સાગર અને પતિરામ માંઝી ઉર્ફે અનલની ટુકડીઓ સાથે સંકળાયેલા હતા. બંને નક્સલીઓ પર એક કરોડ રૂપિયાનું […]

પાવાગઢ અને માતાના મઢ ખાતે નવરાત્રી મેળામાં 120 એક્સ્ટ્રા એસ.ટી બસો દોડાવાશે

ગાંધીનગરઃ પવિત્ર આસો માસમાં ચાલી રહેલા નવરાત્રીના તહેવારમાં રાજ્યના નાગરિકોને પાવાગઢ અને કચ્છમાં માતાના મઢ ખાતે શરૂ થયેલ આસોના મેળાનો લાભ લઇ શકે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા કુલ 120 એક્સ્ટ્રા એસ.ટી બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ એક્સ્ટ્રા બસોના સંચાલનનો રાજ્યના અંદાજિત 8.20 લાખથી વધુ દર્શનાર્થીઓને લાભ મળશે એમ ગુજરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code