1. Home
  2. Tag "News Article"

ગ્રાન્ટેડ સ્કૂલોમાં હવે કોન્ટ્રાક્ટથી પટ્ટાવાળાની ભરતીની સત્તા ડીઈઓ પાસે રહેશે

ભરતી માટે શિક્ષણ વિભાગ દ્વારા નિયમમાં કરાયો ફેરફાર, ઈ ટેન્ડર દ્વારા આઉટસોર્સિંગ માટેની એજન્સી નિયત કરવાની રહેશે, ગ્રાન્ટેડ શાળાઓને સમય મર્યાદામાં પટાવાળા મળી રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. અમદાવાદઃ  રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બિન શૈક્ષણિક કર્મચારી વર્ગ-4 નું સંખ્યાબળ નિયત કરવામાં આવ્યું છે અને તેમાં મળવાપાત્ર કર્મચારીઓની સેવા માટે જે નિયમ હતો […]

મોદી સરકારની રેલવે કર્મચારીઓને ભેટ, દિવાળી પર 78 દિવસનું બોનસ

કેન્દ્રીય મંત્રીમંડળે દિવાળી અને છઠ પૂજા પહેલા રેલ્વે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં 10.91 લાખથી વધુ રેલ્વે કર્મચારીઓ માટે 78 દિવસના બોનસની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે આ હેતુ માટે 1,865.68 કરોડ મંજૂર કર્યા છે. સરકારે જણાવ્યું છે કે આ બોનસ દિવાળી પહેલા રેલ્વે કર્મચારીઓને ચૂકવવામાં આવશે. આ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 13મી ઓક્ટોબરથી ત્રિદિવસીય યુથ ફેસ્ટિવલ યોજાશે

સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગની 33 સ્પર્ધાઓ યોજાશે, સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ લાવનાર વિજેતાને ઈનામ અપાશે, દરેક વિદ્યાર્થીઓ યુવક મહોત્સવમાં ભાગ લે તે માટે સ્પેશિયલ વર્કશોપ યોજાશે, રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી તા. 13મી ઓકટોબરથી ત્રિદિવસીય 53 મો યુવક મહોત્સવ યોજાશે. આ યુવક મહોત્સવમાં સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગની 33 સ્પર્ધાઓ યોજાશે. જેમાં યુનિવર્સિટી […]

UAE એ નવ દેશોના નાગરિકો પર પ્રવાસી અને વર્ક વિઝા પર પ્રતિબંધ મૂક્યો, ભારતીયો સુરક્ષિત

નવી દિલ્હીઃ સંયુક્ત આરબ અમીરાત (UAE)એ આફ્રિકા અને એશિયાના નવ દેશોના નાગરિકો માટે પ્રવાસી તથા વર્ક વિઝા પર કામચલાઉ પ્રતિબંધ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ પ્રતિબંધ 2026 સુધી લાગુ રહેશે. જોકે જેમના પાસે પહેલેથી માન્ય વિઝા છે, તેઓ પર તેનો કોઈ અસર નહીં થાય. પ્રતિબંધિત દેશોમાં અફઘાનિસ્તાન, લિબિયા, યમન, સોમાલિયા, લેબનોન, કેમરૂન અને સુદાનનો […]

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એકપણ વિદેશ જતી ફ્લાઈટ્સ ઉડાન ભરતી નથી

છેલ્લા બે વર્ષથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે રાહ જોવાય છે, રાજકોટથી ચીન વાયા કોલકાતાની ફ્લાઇટના પ્રપોઝલની મંજૂરી બાકી, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સેવાનો લાભ મળે તો વેપાર-ઉદ્યોગને પણ ફાયદો થાય રાજકોટઃ  શહેર નજીક હાઈવે પર ચોટીલા પાસે હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થયાને બે વર્ષનો સમય વિતિ ગયો છે. બે વર્ષ પહેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું વડાપ્રધાનના હસ્તે […]

સુરતમાં પીએસઆઈ હોવાની ઓળખ આપીને ગરબામાં રોફ જમાવતો શખસ પકડાયો

ડુમસના ગરબા ગ્રાઉન્ડમાં પીએસઆઈ હોવાની ઓળખ આપીને એન્ટ્રી લીધી, નકલી પીએસઆઈ હાથમાં વોકીટોકી રાખીને ફરતો હતો, મહિલા ડીસીપીની નજર જતા નકલી પીએસઆઈ પકડાયો સુરતઃ શહેરમાં નવરાત્રિના ગરબાનું દરેક સોસાયટીઓ, પાર્ટીપ્લોટ્સ, કલબોમાં આયોજન કરાયું છે, શહેરના ડુમસમાં વાયપીડી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા નવરાત્રી મહોત્સવમાં પાસ લેવા પણ મુશ્કેલ બન્યા છે. ત્યારે એક યુવાને પોતે પીએસઆઈ હોવાથી […]

ઉકાઈ ડેમની જળસપાટી 343.89 ફુટે પહોંચી, ડેમ ભયજનક સપાટીથી 1.11 ફુટ દૂર

41 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયુ, સુરતનો કોઝવે ભયજનક સપાટી વટાવી ગયો, નદીકાંઠાના વિસ્તારોને સાવચેત કરાયા, સુરતઃ મેઘરાજા વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. આજે બુધવારે પણ 5 તાલુકામાં વરસાદ પડ્યો હતો. છેલ્લા એક સપ્તાહમાં સુરત શહેર અને તાપી નદી પરના ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને લીધે ઉકાઈ […]

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ કરવા વાલીઓએ કર્યો સૂત્રોચ્ચાર

છેલ્લા એક મહિનાથી બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે, ઓનલાઈન શિક્ષણ માટે સતત મોબાઈલ ફોનને લીધે બાળકોની આંખોને નુકસાન, ડીઈઓ કહે છે, કમિટીના રિપોર્ટ બાદ શાળા સરૂ કરવા નિર્ણય લેવાશે, અમદાવાદઃ શહેરના ખોખરામાં આવેલી સેવન્થડે સ્કૂલમાં એકાદ મહિના પહેલા સામાન્ય બાબતમાં વિદ્યાર્થીએ તેના સાથી વિદ્યાર્થીની હત્યા કરી હતી. આ બનાવને પગલે લોકોમાં સ્કૂલના મેનેજમેન્ટ સામે […]

યુએનમાં તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાને ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો, ભારતે કડક જવાબ આપ્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના નજીકના દેશ તુર્કીએ ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. તુર્કીના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગાને યુએનમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ઑપરેશન સિંદૂર બાદ થયેલા સીઝફાયરનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, આ યુદ્ધવિરામથી તુર્કી “સંતોષ” અનુભવે છે. તેમજ તેમણે ફરીથી કાશ્મીર મુદ્દાના ઉકેલની અપીલ કરી હતી. એર્દોગાને મહાસભામાં કહ્યું કે, “એપ્રિલમાં ભારત અને […]

દિલ્હી હાઈકોર્ટે કોપિરાઈટ ઉલ્લંઘન કેસમાં એ.આર.રહેમાનને મળી રાહત

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે બુધવારે વર્ષ 2023ની તામિલ ફિલ્મ પોન્નિયિન સેલવન 2 (PS2)માં સમાવિષ્ટ ગીત “વીરા રાજા વીરા”ને લઈને દાખલ કૉપિરાઇટ ઉલ્લંઘન કેસને રદ કરી દીધું છે. આ કેસ મ્યુઝિશિયન એ.આર. રહમાન દ્વારા દાખલ કરાયેલી અપીલને માન્યતા આપતા નિકાલ કરવામાં આવ્યો હતો. અરજદાર દગર બંધુઓના ગીત “શિવ સ્તુતિ” સાથે સમાનતા હોવાનું દાવો કરતો કેસ હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code