1. Home
  2. Tag "News Article"

કચ્છનું ધોરડો હવે બન્યું સોલાર વિલેજ: કાલે શનિવારે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ

મોઢેરા,  સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ બાદ ધોરોડો ચોથું સોલાર વિલેજ બન્યુ, ધોરડોમાં 81 રહેણાકમાં કુલ177 કિલોવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ સ્થાપિત કરાયા,  દરેક વીજ વપરાશકર્તાને વાર્ષિક₹16,064નો આર્થિક લાભ થવાનો અંદાજ ગાંધીનગરઃ યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. આવતી કાલે તા. 20 સપ્ટેમ્બર, 2025ના રોજ ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર […]

ગુજરાતમાં ખેડૂતોને હવે ટ્રેકટરની ખરીદી પર રૂ. એક લાખ સુધીની સહાય મળવાપાત્ર રહેશે

ટ્રેક્ટર સહિત મશીનરીની ખરીદી માટે 1.92.700થી વધુ ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ અપાયા, બજેટમાં ટ્રેક્ટર ખરીદી માટે ગત વર્ષની સરખામણીએ બમણી રૂ. 800 કરોડની જોગવાઈ, ગુજરાત સરકારે 10 વર્ષમાં ટ્રેકટર માટે 3.24 લાખથી વધુ ખેડૂતોને સહાય ચુકવાઈ ગાંધીનગરઃ  ગુજરાતમાં કૃષિ યાંત્રીકીકરણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે માતબર રકમની સહાય જાહેર કરી છે. ભારત કૃષિ […]

સુરતમાં એક કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા

સુરતમાં રાતે અસહ્ય ગરમી બાદ સવારે વરસાદ તૂટી પડ્યો, શહેરના પીપલોદ, અઠવા, ગડુમસ રોડ, વરાછા, અડાજણમાં પણ ધોધમાર વરસાદ પડ્યો, વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ સુરતઃ ગુજરાતમાં મેઘરાજા વિદાય લઈ રહ્યા છે, ત્યારે સુરતમાં આજે સવારથી વરસાદી માહોલ સર્જાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના લિંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ […]

દેશભરમાં ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ : 1 ઓક્ટોબરથી નવો કાયદો અમલમાં

નવી દિલ્હી : હવે સરકારે ઓનલાઈન મની ગેમ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ઈન્ટરનેટ પર રમાતી અને સટ્ટા જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી આ રમતો સામે 1 ઓક્ટોબર, 2025થી કડક કાયદો અમલમાં આવશે. આ કાયદો ફક્ત જુગાર આધારિત ગેમ્સ જ નહીં, પરંતુ તે સંબંધિત પ્રચાર અને નાણાંના વ્યવહારો પર પણ લાગુ થશે. કેન્દ્રીય મંત્રી […]

ઈમ્ફાલ ખીણમાંથી સુરક્ષા દળોએ 6 ઉગ્રવાદી ઝડપાયા, હથિયારો જપ્ત કરાયાં

ઈમ્ફાલ : મણિપુરની ઈમ્ફાલ ખીણમાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ત્રણ અલગ-અલગ જિલ્લાઓમાંથી પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા કુલ 6 ઉગ્રવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં પ્રતિબંધિત સંગઠન કાંગલેઈપાક કોમ્યુનિસ્ટ પાર્ટી (PWG)ના ત્રણ સક્રિય સભ્યોને તેમના ઘરોમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. તેની ઓળખ લઈશાંગથેમ ટોંડન સિંહ (ઉ.વ. 34), લઈશાંગથેમ […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને મદદ કરનારા 3 શખ્સો ઝડપાયા, મોટી માત્રામાં મોતનો સામાન ઝડપાયો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર પોલીસને પુંછ જિલ્લામાં મોટી સફળતા મળી છે. પોલીસે ત્રણ આતંકી સમર્થકોને ઝડપી પાડ્યા છે અને તેમના પાસેથી સાત AK-47 રાઈફલો સહિત ભારે પ્રમાણમાં હથિયારો અને ગોળા-બારૂદ જપ્ત કર્યા છે. આ માહિતી જમ્મુ રેન્જના પોલીસ મહાનિરીક્ષક (IGP) ભીમસેન ટુટી દ્વારા આપવામાં આવી. IGPએ સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતા આ કાર્યવાહીના વખાણ કર્યા […]

PCBની મુશ્કેલીમાં વધારો, એન્ડી પાયક્રોફ્ટ સાથેની મીટીંગના વીડિયો બાબતે ICCએ માંગ્યો ખુલાસો

દુબઈ : એશિયા કપ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમનો વિવાદ શમવાનું નામ જ નથી લઈ રહ્યો, યુએઈ સામેનો મુકાબલો એક કલાક મોડો શરૂ થયો હતો અને હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના વર્તનને કારણે આઈસીસી (ICC)એ સખત વલણ અપનાવ્યું છે. અહેવાલ મુજબ, PCBએ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ, પાકિસ્તાનના કપ્તાન સલમાન આગા અને કોચ માઈક હેસન વચ્ચે થયેલી […]

યાસીન મલિકે આતંકવાદી હાફિઝ સઈદ સાથેની મુલાકાતને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી : આતંકવાદી અને હાલ ટેરર ફંડિંગ કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના વડા યાસીન મલિકના સોગંદનામાથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. 25 ઑગસ્ટે દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરેલા એફિડેવીટમાં મલિકે દાવો કર્યો કે તેણે વર્ષ 2006માં પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ સાથે મુલાકાત કરી હતી. […]

‘ઓપરેશન સિંદૂર’એ દુનિયાને દેખાડી ભારતીય સેનાની શક્તિ : CDS અનિલ ચૌહાણ

નવી દિલ્હી : ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પોતાની શક્તિનું પ્રદર્શન સમગ્ર દુનિયા સામે કર્યું. આ મિશન સંપૂર્ણ સફળ રહ્યું અને તેની ચર્ચા વિશ્વસ્તરે થઈ. આ કાર્યવાહીથી પાકિસ્તાનને ભારે નુકસાન થયું. જોકે, લોકોના મનમાં એક પ્રશ્ન ઊભો થયો કે આ ઓપરેશન ખાસ કરીને રાત્રે 1.30 વાગ્યે જ કેમ હાથ ધરવામાં આવ્યું? આનો જવાબ ચીફ ઓફ […]

પડોશી દેશો સાથેના સંબંધો મામલે ભારતનું ભાગ્ય સારું નથી : રક્ષામંત્રી રાજનાથસિંહ

નવી દિલ્હી : દેશની સુરક્ષા માત્ર સરહદે લડાયેલા યુદ્ધોથી નક્કી થતી નથી, પરંતુ સમગ્ર રાષ્ટ્રના સંકલ્પ અને એકતાથી નક્કી થાય છે, એમ રક્ષા પ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું. 1965ના ભારત-પાક યુદ્ધના દિગ્ગજ જવાનો સાથેની મુલાકાત દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે “ભારત પડોશી દેશો સાથેના સંબંધોમાં ભાગ્યશાળી રહ્યું નથી, પરંતુ અમે કદી તેને નિયતિ માની નથી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code