1. Home
  2. Tag "News Article"

પંજાબના ફાઝિલ્કામાં 27 પિસ્તોલ અને 470 જીવતા કારતુસનો જથ્થો ઝડપાયોવ

નવી દિલ્હીઃ પંજાબના ફાઝિલ્કામાં પંજાબ પોલીસ સાથેની સંયુક્ત કાર્યવાહીમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા 27 પિસ્તોલ અને 470 જીવંત કારતૂસનો સૌથી મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને 2 સરહદ પારના હથિયારોના દાણચોરોને પકડી પાડવામાં આવ્યા છે. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર આ હથિયારો પાકિસ્તાનથી એક વિદેશી સંસ્થા દ્વારા લાવવામાં આવ્યા હતા અને પંજાબમાં ગુનાહિત ગેંગ દ્વારા […]

ઉત્તરાખંડના અસરગ્રસ્ત વિસ્તારો માટે રૂ. 1200 કરોડની કેન્દ્રની જાહેરાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દહેરાદૂનમાં ઉત્તરાખંડના અસરગ્રસ્ત વિસ્તારો માટે બારસો કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી. નરેન્દ્ર મોદીએ પૂરની સ્થિતિ અને વાદળ ફાટવા, વરસાદ અને ભૂસ્ખલનને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા ઉત્તરાખંડ પહોચીને પરિસ્થિતિનો તાગ મેળવી એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. પ્રધાનમંત્રીએ સમગ્ર પ્રદેશ અને તેના લોકોને સ્વસ્થ થવામાં મદદ કરવા માટે […]

વિશ્વ શતરંજ ચેમ્પિયન ડી. ગુકેશ આઠમા રાઉન્ડમાં મહિલા વર્લ્ડ કપ વિજેતા દિવ્યા દેશમુખ સામે રમશે

નવી દિલ્હીઃ વિશ્વ શતરંજ ચેમ્પિયન ડી. ગુકેશ આઠમા રાઉન્ડમાં મહિલા વર્લ્ડ કપ વિજેતા દિવ્યા દેશમુખ સામે રમશે. આ મુકાબલો ખાસ છે કારણ કે બંને 19 વર્ષીય ભારતીય ગ્રાન્ડમાસ્ટર છે અને પહેલી વાર મોટા આંતરરાષ્ટ્રીય મંચ પર આમને-સામને ટકરાશે. જુલાઈમાં મહિલા વર્લ્ડ કપ જીતીને દિવ્યા દેશમુખ પહેલેથી જ કૅન્ડિડેટ્સ ટુર્નામેન્ટમાં જગ્યા બનાવી ચૂકી છે. તેમને ફિડેએ […]

બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને તખ્તાપલટનું ષડયંત્ર કરવાના આરોપમાં 27 વર્ષની સજા કરાઈ

બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોને 27 વર્ષ અને ત્રણ મહિનાની જેલ સજા ફટકારાઈ છે. સુપ્રીમ કોર્ટના 5 માંથી 4 ન્યાયાધીશોએ તેમને દેશમાં તખ્તાપલટ કરવાના દોષી ઠેરવ્યા હતા. ત્યારબાદ કોર્ટએ તેમને જેલ સજા સંભળાવી છે. બોલ્સોનારોને પાંચ કેસોમાં દોષી માનવામાં આવ્યા છે, જેમાં તખ્તાપલટનું ષડયંત્ર ઘડવા, લોકશાહી કાયદો અને વ્યવસ્થાને હિંસક રીતે નાબૂદ કરવાનો પ્રયાસ, સશસ્ત્ર […]

સિક્કિમમાં ભૂસ્ખલનથી 4નાં મોત, 3 લોકો હજુ લાપતા

નવી દિલ્હીઃ સિક્કિમમાં ભારે વરસાદ દરમિયાન ભૂસ્ખલન થતાં 4 લોકોના મૃત્યુ થયાં, જ્યારે ત્રણે લોકો હજુ પણ લાપતા છે. હાલમાં લાપતા લોકોની શોધખોળ માટે રેસ્ક્યુ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભારે વરસાદ વચ્ચે પ્રશાસન દ્વારા જોખમી વિસ્તારોના નિવાસીઓને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. પશ્ચિમ સિક્કિમના યાંગથાંગ વિધાનસભા વિસ્તારમાંના અપ્પર રિમ્બીમાં ગુરુવારે મોડીરાત્રે ભૂસ્ખલનની ઘટના […]

દેશવ્યાપી SIR માટેની તૈયારીઓના મૂલ્યાંકન માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સમીક્ષા કરાઈ

નવી દિલ્હી ખાતે મુખ્ય ચૂંટણી અધિકારીઓની કૉન્ફરન્સ યોજાઈ, મતદાર યાદીના અપલોડિંગ, વર્તમાન મતદારોના મેપિંગની પરિસ્થિતિ સમીક્ષા કરાઈ, બિહારના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારાSIR કવાયત માટે પડેલી મુશ્કેલીની ચર્ચા કરાઈ અમદાવાદઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર  જ્ઞાનેશકુમારની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે મુખ્ય ચૂંટણી અધિકારીઓની કૉન્ફરન્સ યોજવામાં આવી હતી. ચૂંટણી કમિશનરો ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક […]

ખાણકામ ક્ષેત્રમાં GST સુધારાથી હાઉસિંગ અને નાના પાયાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાયેલી GST કાઉન્સિલની 56મી બેઠકમાં વ્યક્તિગ, સામાન્ય માણસ, મહત્વાકાંક્ષી મધ્યમ વર્ગને રાહત આપવા અને GSTમાં વ્યવસાય કરવાની સરળતા સુધારવા માટેના પગલાં માટે GST કર દરોમાં ફેરફાર અંગે ભલામણો કરવામાં આવી હતી. ખાણકામ ક્ષેત્રને લગતી વસ્તુઓ માટે નવા GST દરો અને સ્લેબનો […]

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના ગવર્નરનો વધારોનો હવાલો સોંપાયો

મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ બનતા પદ ખાલી પડ્યું હતું, આચાર્ય દેવવ્રતજી ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોમાં રાજ્યપાલની જવાબદારી સંભાળશે, ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને મહારાષ્ટ્રના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાતા આ પદ ખાલી પડ્યું હતું,  જેના કારણે કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના પાડોશી રાજ્ય ગુજરાતના રાજ્યપાલને […]

અમદાવાદમાં પીએમ આવાસ યોજનામાં ભાડે અપાયેલા 25 મકાનોને સીલ લાગ્યા

મકાનોમાં મુળ લાભાર્થીને બદલે ભાડૂઆતો રહેતા હતા, એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા 5590 મકાનોની તપાસ કરાઈ, 321 આવાસધારકોને શોકોઝ નોટિસ અપાઈ અમદાવાદઃ શહેરમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓ મકાનો મેળવીને તેને ભાડે આપી દેતા હોય છે. આ અંગેની ફરિયાદો મળતા એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા  શહેરના સાત ઝોનમાં 5590 આવાસમાં તપાસ કરાઈ હતી. આ પૈકી  ભાડે અપાયેલા […]

બાયડ-અમદાવાદ રોડ પર કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં પતિ-પત્ની-પુત્રનાં મોત

બાઈકસવારનું ઘટના સ્થળે અને પત્ની-પૂત્રના સારવાર દરમિયાન મોત, અકસ્માત બાદ બાઈક સળગી ગઈ, કારચાલક કાર મુકીને નાસી ગયો મોડાસાઃ બાયડ-અમદાવાદ હાઈવે પર આંબલિયારા ગામ નજીક કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એમાં બાઈક પર સવાર એક પરિવારના ત્રણ સભ્યનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. ગઈકાલે બુધવારે સાંજે 6 વાગ્યાની આસપાસ બાઈક પર પતિ-પત્ની અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code