1. Home
  2. Tag "News Article"

પંજાબના પૂર પીડિતોને મદદ માટે ગુજરાતથી રાહત સામગ્રી ટ્રેનને મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું

ગુજરાત સરકાર દ્વારા પંજાબના પૂરગ્રસ્તોને જીવનજરૂરી ચીજવસ્તુઓની સહાય મોકલાઈ, CMએ ગાંધીનગરથી રાહત સામગ્રી ભરેલી ટ્રેનને પંજાબ જવા માટે લીલીઝંડી આપી, રાહત સામગ્રીમાં ખાદ્ય સામગ્રીના પેકેટ્સ, કપડાં, દવાઓ સહિત વસ્તુઓનો સમાવેશ ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં ગુજરાતે પંજાબના પૂર પીડિત લોકોની પડખે ઊભા રહિને મુશ્કેલીના સમયે જરૂરત મંદોની મદદ માટે આપદ ધર્મ નિભાવવાની ગુજરાતની પરંપરાને આગળ […]

ભારતીય સેના દ્વારા ઓપરેશન ‘સિંદૂર’માં સ્વદેશી સંભવ ફોનનો ઉપયોગ, લશ્કરી સંદેશાવ્યવહારની સુરક્ષા તરફ ઐતિહાસિક પગલું

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું કે આ કાર્યવાહી દરમિયાન વોટ્સએપ જેવી વિદેશી એપ્સનો ઉપયોગ ન કરીને સ્વદેશી સંભવ (Secure Army Mobile Bharat Version) ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ફોન 5G ટેકનોલોજી અને બહુસ્તરીય એન્ક્રિપ્શનથી સજ્જ છે, જે સંદેશાવ્યવહારને સંપૂર્ણ સુરક્ષા પ્રદાન […]

ભાવનગર પરામાં રેલવેનું અત્યાધુનિક સુવિધા સભર ટર્મિનસ બનાવાશે

નવા ટર્મિનસની પ્રથમ તબક્કાની કામગીરી 3 વર્ષમાં પૂર્ણ કરાશે, નવુ ટર્મિનસ બનતા લાંબા અંતરની વધુ ટ્રેનો ભાવનગર ખાતે ફાળવવી શક્ય બનશે, રેલવે બોર્ડ દ્વારા નવા ટર્મિનલને મળી મંજુરી ભાવનગરઃ શહેરમાં મુખ્ય રેલવે ટર્મિનસ વર્ષો પહેલા બનાવેલું છે. હાલ આ રેલવે ટર્મિનસ પાસે ગીચ વિસ્તાર હોવાથી હવે નવુ ટર્મિનસ ભાવનગર પરા રેલવે સ્ટેશન પર બનાવવાનો નિર્ણય […]

રાજકોટ-ભાવનગર અને ખીરસરા-લોધિકા વચ્ચે કરોડોના ખર્ચે બનાવાયેલો હાઈવે ધોવાઈ ગયો

24 કરોડના ખર્ચે બનેલા રાજકોટ-ભાવનગર હાઈવે 5 મહિનામાં જ ધોવાઆ ગયો, માત્ર અઢી માસ પહેલાં 76 કરોડના ખર્ચે બનેલો ખીરસરા-લોધિકા રોડ તૂટી ગયો, માર્ગ અને મકાન વિભાગે એજન્સીને નોટિસ આપીને સંતોષ માની લીધો રાજકોટઃ કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા હાઈવે મહિનાઓમાં જર્જરિત બની ગયા છે. રાજકોટ ભાવનગર સ્ટેટ હાઈવે 5 મહિના પહેલા 24 કરોડના ખર્ચે બનાવેલો […]

વારાણસીમાં વરુણા નદીનું પાણી વધ્યું, કાંઠાના વિસ્તારો ડૂબી ગયા, લાખો લોકો પ્રભાવિત

વારાણસીમાં છેલ્લા બે મહિનાથી પૂરના કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. વારાણસીના વરુણા નદીના કાંઠામાં રહેતા લોકો વધતા પાણીના સ્તર અને પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. આ સિઝનમાં વરુણા નદીમાં ચોથી વખત આવેલા પૂરે તેમના જીવનની ગતિ લગભગ રોકી દીધી છે. હાલમાં, વરુણ કાંઠાના વિસ્તારમાં લાખો લોકો હજુ પણ પૂરની ઝપેટમાં છે. મળતી […]

વડોદરા-ગોરખપુર વચ્ચે ખાસ સાપ્તાહિક ટ્રેન 27મી સપ્ટેમ્બરથી દોડાવાશે

દિવાળી અને છઠ પૂજાના તહેવારોમાં ટ્રાફિકના ઘસારાને પહોંચી વળવા કરાયો નિર્ણય, સાપ્તાહિક ટ્રેન 27 સપ્ટેમ્બરથી 29 નવેમ્બર 2025 સુધી દોડશે, આઈઆરસીટીસીની વેબસાઇટ પર આજથી બુકિંગનો પ્રારંભ કરાયો વડોદરાઃ પશ્વિમ રેલવે દ્વારા દિવાળીના પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે ખાસ ટ્રેનો દોડાવવાનું આયોજન કર્યું છે. જેમાં દશેરા, દિવાળી અને છઠ પૂજાના તહેવારોની સીઝન દરમિયાન પ્રવાસીઓના ઘસારાને પહોંચી […]

નેપાળમાં હિંસા: ભારતે સરહદ સીલ કરી, મૈત્રી બસ સેવા બંધ કરાઈ

નવી દિલ્હીઃ નેપાળમાં કથળી રહેલી પરિસ્થિતિની સીધો અસર ભારત-નેપાળ સરહદ પર જોવા મળી રહી છે. નેપાળમાં ચાલી રહેલા સંઘર્ષ અને અશાંતિને કારણે ભારતે પોતાની સરહદ બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે. પરિણામે નાગરિકોની અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. મંગળવારથી મહેન્દ્રનગરથી દિલ્હી અને દેહરાદૂન સુધી ચાલતી ભારત-નેપાળ મૈત્રી બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. […]

મધ્યપ્રદેશના નરસિંહપુરમાં મહિલાઓએ દારૂની દુકાન સળગાવી, ‘નારી શક્તિ ઝિંદાબાદ’ના નારા લગાવ્યા

મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના તેન્ડુખેડા વિધાનસભા ક્ષેત્રના બિકર ગામમાં કેટલીક મહિલાઓએ એક લાઇસન્સ વાળી દારૂની દુકાન પર હુમલો કર્યો, અને ત્યાં રાખેલા દારૂના બોક્સ બહાર કાઢ્યા અને આગ લગાવી પછી આખી દુકાનને આગ લગાવી દીધી. સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે તે લાંબા સમયથી દારૂની દુકાનથી પરેશાન હતા. તેમનો આરોપ છે કે દારૂના કારણે ગામમાં ઘણી સામાજિક […]

વડોદરા તાલુકાના ચાંપાડ અને અનગઢ ગામે 11 ફુટના બે મહાકાય મગરોનું રેસ્ક્યુ કરાયું

ગળામાં ગાળિયો નાખતાની સાથે જ મગરે ચાર જેટલી ગુલાંટી મારી, અનગઢ ગામે મહિસાગર નદીમાંથી મગર ગામમાં ઘૂસી ગયો, મગર પર પાંચ યુવક બેઠા ત્યારે માંડ-માંડ કાબૂમાં આવ્યો, વડોદરાઃ શહેરમાં વરસાદે વિરોમ લેતા અને વિશ્વામિત્રી નદીમાં પાણીના સ્તર ઘટતા મગરો નદીમાથી બહાર આવી રહ્યા છે. ત્યારે તાલુકાના ચાંપાડ અને અનગઢ ગામે બે મહાકાય મગરો ગ્રામજનોએ એનજીઓ […]

રાતના સમયે પ્રવાસી બનીને એસટી બસમાં બેસી લગેજની ચોરી કરતા બે શખસો પકડાયા

લકઝરી બસમાં પેસેન્જર તરીકે બેસી પ્રવાસીના લગેજમાંથી દાગીના ચોરતા હતા, બન્ને શખસો અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણાની બસોને ટાર્ગેટ કરતા હતા, ક્રાઈમ બ્રાન્ચે 14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અમદાવાદઃ નડિયાદ, મહેસાણા, વડોદરા, સુરત તેમજ અમદાવાદથી ઉપડતી એસટી બસ તેમજ લક્ઝરી બસોમાં રાતના સમયે મુસાફર તરીકે બેસીને પ્રવાસીઓના લગેજની ચોરી કરતા બે શખસોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code