1. Home
  2. Tag "News Article"

ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન, રાષ્ટ્રપતિ અને પીએમ સહિતના મહાનુભાવોએ પાઠવી શુભેચ્છાઓ

નવી દિલ્હીઃ સીપી રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે તેઓ એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદ માટે સમર્થિત ઉમેદવાર તરીકે જીત્યા છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમને 452 મત મળ્યા છે. આ જીત સાથે, તેમને દેશના ઉપરાષ્ટ્રપતિ પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે કુલ મતદારોની સંખ્યા 788 હતી. 7 પદ ખાલી હોવાથી, મતદારોની અસરકારક સંખ્યા […]

ગુજરાત વિધાનસભામાં ઓપરેશન સિંદૂરની સફળતા માટે અભિનંદન પ્રસ્તાવ સર્વાનુમતે પસાર

વડાપ્રધાનએ હંમેશા દેશમાં શિક્ષા, સ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપી છે, ભારતની સંરક્ષણ સ્વદેશીકરણ નીતિઓની પુષ્ટિ ઓપરેશન સિંદૂરે કરી છે, ભારત હવે કોઈ કાંકરીચાળો સાંખી લેશે નહીં એનો સચોટ પુરાવો ઓપરેશન સિંદૂર છે ગાંધીનગરઃ ભારતીય સેનાએ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં 7મી મે, 2025ના દિવસે ઓપરેશન સિંદૂરને અંજામ આપીને રાષ્ટ્ર વિરોધી તત્વોની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ […]

અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસો. (AGCA)ના એક્સપોને મુખ્યમંત્રીએ ખુલ્લો મૂક્યો

બે દિવસીય એક્સપોમાં 150 જેટલાં સ્ટોલ અને 2500 જેટલાં એક્ઝિબિટર્સ સહભાગી થયા, એક્સપોમાં વિવિધ દેશોની ભોજન સામગ્રી અને રસોઈકળાનું પ્રદર્શન, નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવા માટે વર્કશોપ અને સેમિનારોનું આયોજન અમદાવાદઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન (AGCA) એક્સપો-૨૦૨૫ને ખુલ્લો મૂક્યો હતો. આ એક્સપોમાં 150 જેટલાં સ્ટોલ અને અંદાજે 2500 જેટલાં એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે. તારીખ 9 અને 10 સપ્ટેમ્બર એમ બે દિવસ યોજાનારા આ […]

ઉત્તર ગુજરાત યુનિ. સંલગ્ન નર્સિંગ કોલેજોમાં નિયમ વિરૂધ્ધ પ્રવેશના વિવાદમાં સમિતિનો રિપોર્ટ

ત્રણ અધિકારીઓની કમિટીએ તપાસ બાદ સરકારને રિપોર્ટ પણ સબમિટ કર્યો, નર્સિંગ કાઉન્સિલ અને સરકારના પેરામેડિકલ એડમિશન નિયમો વિરૂદ્ધ પ્રવેશ અપાયો, તપાસ બાદ હવે સરકાર શું પગલા લેશે તે પ્રશ્ન છે પાટણઃ હેમચંદ્રાચાર્ય  ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નર્સિંગ કોલેજોમાં 2023-24ના વર્ષમાં થયેલા 400 ગેરકાયદે પ્રવેશ-એનરોલમેન્ટની ફરિયાદના ચકચારી કાંડમાં આરોગ્ય વિભાગે ત્રણ અધિકારીઓની કમિટી રચી હતી. આ […]

એશિયા કપ 2025નો પ્રારંભ : ભારત-પાકિસ્તાનની ટીમો UAEમાં નેટ પ્રેક્ટિસમાં પણ વાતચીત ન થઈ

દુબઈ : એશિયા કપ 2025ની શરૂઆત આજે થઈ રહી છે. ભારત અને પાકિસ્તાનની ટીમો યુએઈ પહોંચી ગઈ છે અને પોતાની તૈયારીમાં વ્યસ્ત છે. ખાસ વાત એ રહી કે, નેટ્સ પ્રેક્ટિસ દરમિયાન બંને ટીમો સામસામે આવી, પરંતુ કોઈપણ ખેલાડીએ એકબીજા સાથે વાતચીત કરી નહીં. અહેવાલો મુજબ, જ્યારે બંને ટીમો એકસાથે પ્રેક્ટિસ માટે પહોંચી ત્યારે કોઈ “હાય-હેલો” […]

અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રાજદીપસિંહની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી

રાજકોટમાં મોડેલિંગ કરતી સગીરાએ અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી, અમિત ખૂંટે આત્મહત્યા પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી, સ્યુસાઈડ નોટમાં અનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહના નામનો ઉલ્લેખ હતો રાજકોટઃ ગોંડલ નજીકના રીબડા ગામના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ફરાર આરોપી રાજદીપસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. જોકે, કોર્ટે તેની આ અરજી ફગાવી દીધી છે. […]

અમદાવાદના SG હાઈવે પર YMCA પાસે નિર્માણાધિન બ્રિજનો સળિયો પડતા બેને ઈજા

પીકઅપ અવર્સમાં લોખંડની એંગલ પડતા અફડા-તફડી મચી, એન્ગલ તૂટતા હાઇવે પરનો ટ્રાફિક વ્યવહાર ખોરવાયો, પોલીસ અને સંબંધિત અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી ગયો  અમદાવાદઃ  શહેરના સરખેજ-ગાંધીનગર હાઇવે પર YMCA સર્કલ પાસે નિર્માણાધીન ફ્લાયઓવર પરથી લોખંડનો નાનો સળિયા પડતા રોડ સાઈડ પર જતા વાહનચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના આજે પીક અવર્સ દરમિયાન બની હતી, […]

ગૂગલે હિન્દી સર્ચમાં AI મોડ પણ શરૂ

નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. હવે દિગ્ગજ ટેકનોલોજી કંપની ગૂગલે હિન્દી સર્ચમાં AI મોડ પણ શરૂ કર્યો છે. આ વૈશ્વિક સ્તરે બધા હિન્દી વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ રહેશે. કંપનીએ કહ્યું કે આ અપડેટ સાથે, વપરાશકર્તાઓ હિન્દીમાં લાંબા, મુશ્કેલ અને હળવા પ્રશ્નો પૂછી શકશે અને જવાબો હિન્દીમાં આપવામાં આવશે. […]

ભારે વરસાદ બાદ બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા

વાડી-ખેતરોમાં પાણી ભરાતા ખરીફ પાકને વ્યાપક નુકસાન, સુઈગામમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ, આજે મેઘરાજાએ એકંદરે વિશ્રામ લેતા લોકોએ રાહત અનુભવી અમદાવાદઃ ગુજરાતમાં આજે મેઘરાજાએ એકંદરે ખમૈયા કર્યા છે. છેલ્લા બે દિવસથી બનાસકાંઠાના સુઈગામ, કચ્છના રાપર સહિતના તાલુકા અને પાટણ જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ભારે નુકસાન થયું છે. વાડી- ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, ઘણા […]

માઉન્ટ આબુ જતો રોડ ધોવાઈ જતા કાલે બુધવાર સુધી પ્રવાસીઓ માટે પ્રવેશબંધી

માઉન્ટના પર્વતિય માર્ગે જમીન ધસી પડતા રોડ ધોવાઈ ગયો, પ્રશાસને હોટલ સંચાલકોને પણ રૂમ બુકિંગ ન કરવાની સુચના આપી, તૂટી ગયેલા માર્ગને રીપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ આબુઃ માઉન્ટ આબુ જતો મુખ્ય રોડ પરનો એક ભાગ ભારે વરસાદને  લીધે ધોવાઈ જતા વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. હાલ પર્વતિય વિસ્તારમાં તૂટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code