1. Home
  2. Tag "News Article"

સાબરમતી નદીના પૂરના પાણી ધોળકા અને ખેડા તાલુકામાં ફરી વળ્યા

ધોળકા-સરખેજ અને ખેડાથી ધોળકા જતા રોડ પર પાણી ફરી વળ્યા, બન્ને રોડ પર વાહન વ્યવહાર બંધ કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા, ધોળકાના આંબલીયારા, કોદાળીયાપરા, ખાત્રીપુર, વૌઠા, સહિત ગામોમાં પાણી ઘૂસી ગયા અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને લીધે ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીએ રૌદ્રસ્વરૂપ ધારણ કર્યું હતું. તેના લીધે ધોળકા અને ખેડાના કાંઠા […]

ગુજરાત વિધાનસભામાં સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસ દ્વારા દેખાવો-સૂત્રોચ્ચાર કરાયા

વરસાદને લીધે કોંગ્રેસે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રદ કર્યો હતો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહની બહાર હાથમાં પોસ્ટરોને લઈને સૂત્રોચ્ચાર કર્યા, મનરેગામાં ભ્રષ્ટાચાર મુદ્દે મંત્રી બચુ ખાબડની ધરપકડની માગ ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. વિધાનસભા સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિવિધ સૂત્રો સાથે હાથમાં પ્લેકાર્ડ દર્શાવીને વિધાનસભાની બહાર ભારે વિરોધ કર્યો હતો. […]

રાજકોટ શહેરમાં વરસતા વરસાદમાં ટ્રાફિક પોલીસની હેલ્મેટ માટે ખાસ ડ્રાઈવ

શહેરના તમામ સર્કલો પર ટ્રાફિક અને શહેર પોલીસના ધાડે ધાડા ઉતરી પડ્યા, 500 થી વધુનો સ્ટાફ ઇ/ચલણ મશીન લઈ ગોઠવાઈ ગયો, દ્વીચક્રી વાહનોમાં પાછળ બેસનારાને પણ હેલ્મેટ ફરજીયાત સામે અસંતોષ રાજકોટઃ રાજ્યમાં શહેરી વિસ્તારમાં આજથી દ્વીચક્રી વાહનચાલકો અને વાહન પાછળ બેઠેલા માટે ફરજિયાત હેલ્મેટનો કાયદો અમલમાં મુકાયો છે. ત્યારે રાજકોટ શહેરમાં આજથી વરસતા વરસાદમાં પોલીસ […]

ભારે વરસાદને લીધે માઉન્ટ આબુનો રોડ તૂટી જતા ભારે વાહનોની અવર-જવર બંધ

વરસાદને લીધે મહેસાણા, ખેડા અને બનાસકાંઠામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી, માઉન્ટ આબુ તરફ જતો એકમાત્ર રોડ આગામી આદેશ સુધી બંધ રહેશે, રોડ પર માત્ર માત્ર આવશ્યક સેવાઓને જ પરવાનગી આપવામાં આવશે, અમદાવાદઃ ગુજરાતમાં વરસાદને લીધે નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેની હાલત બદતર બની છે. ત્યારે રાજસ્થાનના માઉન્ટ આબુમાં પહાડ પરનો રોડ તૂટી જતાં ભારે […]

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી 10.22 કિલો ગાંજો બીનવારસી પકડાયો

શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાં SOGએ ગાંજો પકડી પાડ્યો, પોલીસે ટ્રેનમાં કોચ S/06 અને S/07નું ચેકિંગ કરતા બિનવારસી બેગ મળી આવી હતી, રેલવે પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની હેઠળ ગુનો નોધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી વડોદરાઃ ગુજરાતમાં પરપ્રાંતમાંથી આવતી ટ્રેનોમાં ડ્રગ્સની હેરાફેરી થતી હોવાથી પોલીસ દ્વારા સમયાંતરે ટ્રેનમાં ચેકિંગ કરાતું હોય છે. ત્યારે  વડોદરા રેલવે SOG (સ્પેશિયલ […]

આતંકવાદી હુમલાના કાવતરા મામલે NIA ના જમ્મુ-કાશ્મીર સહિત 5 રાજ્યોમાં દરોડા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સોમવાર વહેલી સવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ એકસાથે અનેક ઠેકાણાઓ પર છાપામાર કામગીરી કરી છે. સાથે જ દેશના અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ દેશભરમાં લગભગ 22 જગ્યાએ છાપામારી કરવામાં આવી છે. આ સમગ્ર મામલો આંતરિક સુરક્ષા સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવી રહ્યું છે. એનઆઈએની […]

વડોદરામાં મધ્યપ્રદેશની ચામાચીડિયા ગેન્ગના 3 સાગરિતોને પોલીસે દબોચી લીધા

ગેન્ગના સાગરિતો છાતી પર ચામાચીડિયાનું ટેટુ ચિત્રાવીને ઓળખ ઊભી કરી હતી, દિવસે શહેરમાં ફુગ્ગા વેચતા હતા અને રેકી કરીને બંધ મકાનમાં ચોરી કરતા હતા, ત્રણેય આરોપી હાલ સાત દિવસના પોલીસ રિમાન્ડ લેવાયા વડોદરાઃ શહેરમાં ચામાચીડિયા નામની રિઢા તસ્કરોની ગેન્ગના ત્રણ સાગરિતોને પોલીસે દબોચી લઈને 7 દિવસના રિમાન્ડ પર લીધા છે. મધ્ય પ્રદેશની એવી આ ચામાચીડિયા […]

અમદાવાદમાં કાળુપુરમાં રાજા પરશોત્તમની ખડકી પાસે બે માળનું મકાન ધરાશાયી

કાળુપુરમાં મકાન પડતા સદભાગ્યે કોઈ જાનહાની ન થઈ, વર્ષો જૂનુ મકાન જર્જરિત હાલતમાં હતુ, બહેરામપુરમાં મકાન ધરાશાયી થતાં ઘવાયેલા યુવાનું સારવાર દરમિયાન મોત અમદાવાદઃ  શહેરમાં છેલ્લા બે દિવસથી સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. ગત રાતે સારો એવો વરસાદ પડ્યો હતો. વરસાદને લીધે શહેરમાં બહેરામપુરા વિસ્તારમાં મકાન તૂટી પડ્યુ હતું. જ્યારે આજે 8 સપ્ટેમ્બરના રોજ […]

ગુજરાતમાં સીઝનનો સરેરાશ વરસાદ 107 ટકા નોંધાયો, 127 ડેમ હાઈ એલર્ટ પર

દક્ષિણ ગુજરાતમાં 110.68 ટકા, ઉત્તર ગુજરાતમાં 117.03 ટકા સીઝનનો વરસાદ પડ્યો, કચ્છમાં સીઝનનો 116,12 ટકા વરસાદ નોંધાયો, રાજ્યમાં સૌથી વધુ કપરાડામાં સીઝનનો 129 ઈંચ વરસાદ પડ્યો, અમદાવાદઃ ગુજરાતમાં ભાદરવો ભરપુર બન્યો હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યમાં ચોમાસાની સીઝનનો 107 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ ઉત્તર […]

હોસ્પિટલમાંથી CM ભગવંત માનની કેબિનેટ બેઠક, પૂરગ્રસ્ત ખેડૂતો માટે મોટી જાહેરાત કરી

પંજાબ સરકારે પૂરગ્રસ્ત ખેડૂતો માટે પ્રતિ એકર 20,000 રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હોસ્પિટલમાંથી કેબિનેટ બેઠકમાં હાજરી આપી હતી. તબિયત ખરાબ હોવાથી તેમને ત્રણ દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલી તસવીરમાં સીએમ માન ડ્રિપ પર જોઈ શકાય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code