1. Home
  2. Tag "News Article"

ગુજરાતમાં સીઝનનો સરેરાશ વરસાદ 107 ટકા નોંધાયો, 127 ડેમ હાઈ એલર્ટ પર

દક્ષિણ ગુજરાતમાં 110.68 ટકા, ઉત્તર ગુજરાતમાં 117.03 ટકા સીઝનનો વરસાદ પડ્યો, કચ્છમાં સીઝનનો 116,12 ટકા વરસાદ નોંધાયો, રાજ્યમાં સૌથી વધુ કપરાડામાં સીઝનનો 129 ઈંચ વરસાદ પડ્યો, અમદાવાદઃ ગુજરાતમાં ભાદરવો ભરપુર બન્યો હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યમાં ચોમાસાની સીઝનનો 107 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ ઉત્તર […]

હોસ્પિટલમાંથી CM ભગવંત માનની કેબિનેટ બેઠક, પૂરગ્રસ્ત ખેડૂતો માટે મોટી જાહેરાત કરી

પંજાબ સરકારે પૂરગ્રસ્ત ખેડૂતો માટે પ્રતિ એકર 20,000 રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હોસ્પિટલમાંથી કેબિનેટ બેઠકમાં હાજરી આપી હતી. તબિયત ખરાબ હોવાથી તેમને ત્રણ દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલી તસવીરમાં સીએમ માન ડ્રિપ પર જોઈ શકાય છે. […]

દૂર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર મળવુ જોઈએ: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશમાં એક દુર્ઘટનાના દાવા મામલે સુનાવણી કરતાં એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દુર્ઘટના કે અકસ્માતમાં બાળકના મૃત્યુ તથા તેના સ્થાયી રૂપે દિવ્યાંગ થવાના કિસ્સામાં તેને મળવાપાત્ર વળતરની રકમની ગણતરી કુશળ શ્રમિક રૂપે જ કરવામાં આવશે. રાજ્યમાં દુર્ઘટના સમયે કુશલ શ્રમિકનું જે લઘુત્તમ વેતન હશે, તેને બાળકની […]

જયપુર-અલવરની શાળાઓ અને સચિવાલયોમાં બોમ્બની ધમકી મળી

જયપુરની બે ખાનગી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. શાળાના મેલ પર ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ પછી, શાળા પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો અને તાત્કાલિક કંટ્રોલ રૂમને માહિતી આપવામાં આવી, ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. તપાસ એજન્સીઓએ ઈમેલના આધારે તપાસ શરૂ કરી છે. જોકે, શાળાઓમાં તપાસ દરમિયાન કોઈ […]

પંજાબ પૂરમાં મૃત્યુઆંક 48 પર પહોંચ્યો, લાખો હેક્ટર પાક નાશ પામ્યો

પંજાબમાં આવેલા પૂરે બધું જ તબાહ કરી દીધું છે. પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે. નવીનતમ માહિતી અનુસાર, વધુ 2 લોકોના મોત સાથે મૃત્યુઆંક 48 પર પહોંચી ગયો છે. એટલું જ નહીં, ખેડૂતોની વર્ષોથી મહેનતથી ઉગાડવામાં આવેલા ઉભા પાકને પણ ભારે નુકસાન થયું છે. 1.76 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ઉભા પાક સંપૂર્ણપણે નાશ પામ્યા છે. રાજ્ય […]

બિહારમાં મહિલાઓને નીતીશ સરકારે ભેટ આપી, 80 ગુલાબી બસો શરૂ, ઈ-ટિકિટ સુવિધા પણ ઉપલબ્ધ

બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે ખાસ મહિલાઓ માટે દોડતી 80 ગુલાબી બસોને લીલી ઝંડી આપી હતી. મુખ્યમંત્રી નીતિશ કુમારે સરકારી નિવાસસ્થાને આયોજિત એક કાર્યક્રમમાં 1065 બસોમાં ઈ-ટિકિટ સુવિધાનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે મુસાફરી દરમિયાન મહિલાઓ પાસેથી પણ પ્રતિસાદ લેવામાં આવશે, જે સુવિધાઓ સુધારવામાં મદદ કરશે. બસ ડ્રાઇવર અને કંડક્ટર પણ મહિલાઓ […]

રેતી તસ્કરી કૌભાંડમાં કોલકાતા સહિત પશ્ચિમ બંગાળમાં ઈડીની 20થી વધુ સ્થળોએ દરોડા

કોલકાતાઃ પ્રવર્તન નિદેશાલય (ED) એ સોમવારે કોલકાતા સહિત પશ્ચિમ બંગાળમાં 20થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા. એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી કે આ કાર્યવાહી રેતી તસ્કરી રેકેટમાં સંડોવાયેલા લોકો અને તેમના વ્યવસાયો સામે કરવામાં આવી છે. ઈડી દ્વારા બેહાલા, રીજન્ટ પાર્ક, બિધાનનગર અને કલ્યાણી સહિત અનેક વિસ્તારોમાં રેતી તસ્કરી કૌભાંડને લઈને દરોડા પાડવામાં આવી […]

હરિદ્વારમાં મનસા દેવીની ટેકરીઓ પરથી ભૂસ્ખલન, હરિદ્વાર-દહેરાદૂન-ઋષિકેશ રેલ માર્ગ ખોરવાયો

ઉત્તરાખંડના હરિદ્વારમાં હર કી પૌરી નજીક મનસા દેવી ટેકરીઓ પરથી ફરી એક મોટો ભૂસ્ખલન થયો, જેના કારણે હરિદ્વાર-દહેરાદૂન-ઋષિકેશ રેલ્વે લાઇન ખોરવાઈ ગઈ. અધિકારીઓએ જણાવ્યું હતું કે હરિદ્વારમાં ભારે વરસાદને કારણે, ભીમગોડા રેલ્વે ટનલ નજીક મનસા દેવી ટેકરીઓમાંથી માટી અને ખડકો પાટા પર પડ્યા હતા, જેના કારણે વંદે ભારત સહિત એક ડઝનથી વધુ ટ્રેનોનું સંચાલન રોકી […]

કેન્દ્ર સરકારે 42 સામાન્ય દવાઓના રિટેલ ભાવ જાહેર કર્યા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 42 સામાન્ય દવાઓના રિટેલ ભાવ નક્કી કરીને જાહેર કર્યા છે. આ દવાઓમાં બ્રોડ-સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક્સ અને ઈપ્કા લેબોરેટરીઝની દવાઓનો પણ સમાવેશ થાય છે. આ દવાઓનો ઉપયોગ ખાસ કરીને અંગોના ટ્રાન્સપ્લાન્ટ બાદ થનારા ઓર્ગન રિજેક્શનને અટકાવવા માટે કરવામાં આવે છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા ભાવ મુજબ મેરોપેનમ અને સુલબેક્ટમ ઇન્જેક્શનની રિટેલ કિંમત પ્રતિ […]

નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે Gen Z નું ઉગ્ર વિરોધ પ્રદર્શન, એકનાં મોત

નવી દિલ્હીઃ નેપાળમાં સરકારના ભ્રષ્ટાચાર અને તાજેતરમાં સોશિયલ મીડિયા પર લગાવાયેલા પ્રતિબંધ વિરુદ્ધ લોકોના આક્રોશે જ્વાળામુખી સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને જનરેશન ઝેડ (Gen Z) યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા અને સરકારે વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કર્યા છે. કાઠમંડુમાં અનેક પ્રદર્શનકારીઓએ સંસદ ભવનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતા. સુરક્ષા દળોએ તેમને રોકવા પ્રયત્ન કર્યો ત્યારે પરિસ્થિતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code