1. Home
  2. Tag "News Article"

કોંગ્રેસના સાંસદના ભત્રીજાએ અકસ્માતે ગોળી વાગતા પત્નીના મોત બાદ કરી આત્મહત્યા

અમદાવાદ, 22 જાન્યુઆરી 2026:  શહેરના જજીસ બંગલો રોડ પર એનઆરઆઈ ટાવરમાં રહેતા યશરાજસિંહ ગોહિલ ગત મોડી રાતે રિવોલ્વર ફેરવતા હતા તે સમયે તેમના પત્ની રાજેશ્વરીબાને અકસ્માતે ગોળી વાગતા ત્વરિત 108 એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરી હતી. 180ની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રાજેશ્વરીબાને મૃત જાહેર કરતા આઘાતમાં આવી જઈને યશરાજસિંહ ગોહિલે ગોળી મારીને આત્મહત્યા કરી હતી. યશરાજસિંહ […]

નિવૃતિના 5 વર્ષ કે ઓછો સમય બાકી છે, એવા શિક્ષકોને ટેટ આપવી નહીં પડે

ગાંધીનગર.21 જાન્યુઆરી 2026:  રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષકો માટે ટેટ (Teacher Eligibility Test) સંબંધે સ્પષ્ટ નિર્ણય લીધો છે. જે શિક્ષકોને નિવૃત્તિમાં પાંચ વર્ષ કે તેથી ઓછો સમય બાકી છે, તેવા શિક્ષકોને ટેટ પરીક્ષા પાસ કરવાની ફરજમાંથી મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણયને કારણે નિવૃતિ વય નજીક પહોંચેલા શિક્ષકોને રાહત થશે. રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાના […]

અસરગ્રસ્ત જિલ્લાઓના કુલ 32 લાખથી વધુ ખેડૂતોને રૂ. 9.466 કરોડથી વધુ સહાય ચૂકવાઈ

ગાંધીનગર, 21 જાન્યુઆરી 2026:  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજની પ્રગતિની સમીક્ષા કરી હતી. જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કૃષિ રાહત પેકેજ હેઠળ ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીમાં ૩૨ લાખથી વધુ ખેડૂતોના કુલ રૂ. ૯,૫૧૬ કરોડના ઓનલાઇન બીલો […]

મુખ્યમંત્રીએ કહ્યું આવુ નહીં ચલાવુ, અધિકારીઓને ખખડાવ્યા, જાણો કેમ ?

ગાંધીનગર,21 જાન્યુઆરી 2026:   સુરતના કામરેજ તાલુકાના તડકેશ્વર ગામમાં 21 કરોડના તોતિંગ ખર્ચે બનાવેલી પાણીની ટાંકી લોકાર્પણ પહેલા જ પાણી ભરીને ટેસ્ટિંગ દરમિયાન ધડાકા સાથે તૂટી પડતા આ બનાવની ગંભીર નોંધ લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોષ વ્યક્ત કરીને જવાબદાર અધિકારીઓને ખખડાવ્યા હતા. દરમિયાન કેબિનેટમાં મુખ્ય સચિવ એમ.કે.દાસે એવું કહ્યું કે પાણીની ટાંકી પડયા બાદ જવાબદારોને સસ્પેન્ડ […]

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેના મરામતની કામગીરીથી વાહનોની ગતિ ધીમી પડી

અમદાવાદ, 21 જાન્યુઆરી 2026:  વડોદરા- અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર મરામતનું કામ ચાલી રહ્યુ છે. છેલ્લા 20 દિવસથી મોટા પાયે રોડ રિસરફેસિંગની કામગીરી ચાલી રહી હોવાથી વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. પેચ વર્ક દૂર કરીને એક્સપ્રેસ વેને સંપૂર્ણપણે નવો બનાવવાની એટલે કે રિસરફેસ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રોડનું કામ ચાલતુ હોવાથી વાહનોની ગતિ ધીમી […]

AMC દ્વારા ફાયર અધિકારીની ભરતીની પરીક્ષામાં છબરડો, પરીક્ષા રદ કરવી પડી

અમદાવાદ, 21 જાન્યુઆરી 2026:   શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરની ભરતી માટે લેવાયેલી પરીક્ષામાં ગંભીર છબરડો સામે આવતા ભારે વિરોધ બાદ પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે. એએમસીના અધિકારીઓએ સ્વીકાર્યુ હતુ કે, ફાયર વિભાગમાં સ્ટેશન સહાયક ઓફિસરની ભરતીની પરીક્ષામાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછાયા હોવાની રજૂઆતો મળી હતી તેથી પારદર્શિતા જાળવવા માટે પરીક્ષા રદ […]

નલ સે જલ યોજના કૌભાંડમાં CID ક્રાઈમ દ્વારા ભાજપના નેતાની ધરપકડ

વડોદરા, 21 જાન્યુઆરી 2026:  મહીસાગર જિલ્લાના કરોડો રૂપિયાના ‘નલ સે જલ’ યોજનાના કૌભાંડમાં સીઆઈડી સીઆઈડી ક્રાઈમ દ્વારા વડોદરા મહાનગર ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી મુકેશ શ્રીમાળીની ધરપકડ કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ કેસની વિગત એવી છે કે, મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત થયેલા ભ્રષ્ટાચાર મામલે વડોદરા સીઆઈડી ક્રાઈમ દ્વારા […]

લીંબડીમાં રખડતા કૂતારાનો ત્રાસ, મહિનામાં જ ડોગ બાઈટના 600થી વધુ બનાવો બન્યા

સુરેન્દ્રનગર, 21 જાન્યુઆરી 2026:  જિલ્લાના લીંબડી શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધતો જાય છે. ઉપરાંત શહેર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનોનો આતંક ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. છેલ્લા એક મહિનામાં 600થી વધુ ડોગ બાઈટના બનાવો બન્યા છે. રખડતા કૂતરાને અંકુશમાં લેવામાં મ્યુનિનું તંત્ર નિષ્ક્રિય છે. લીંબડી શહેરના મુખ્ય માર્ગો, ગ્રીન ચોક અને સોસાયટીઓ સહિતના વિસ્તારોમાં રખડતા કૂતરાના […]

જુનાગઢના ભાજપના કોર્પોરેટર સહિત 4 શખસો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી

જુનાગઢ, 21 જાન્યુઆરી 2026:  શહેરમાં પોલીસ માટે માથાનો દુઃખાવોરૂપ બનેલી કુરેશી ગેંગ સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના વોર્ડ નંબર 3ના ભાજપના ચાલુ કોર્પોરેટર અબ્બાસ કુરેશી, પૂર્વ કોર્પોરેટર અસલમ ઉર્ફે લાલો અને તેમના સાગરિતો સામે ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગેંગ હત્યાની કોશિશ, સાયબર ફ્રોડ, પોલીસ પર હુમલો અને આર્મ્સ એક્ટ […]

પાટનગર ગાંધીનગરમાં આડેધડ વાહનો પાર્કિંગ કરનારા સામે ટ્રાફિક પોલીસની ઝૂંબેશ

ગાંધીનગર, 21 જાન્યુઆરી 2026:  પાટનગર ગાંધીનગરમાં જાહેર રોડ પર આડેધડ વાહનો પાર્ક કરાતા હોવાથી ટ્રાફિક જામ થાય છે. આથી ટ્રાફિક પોલીસે રોડ પર આડેધડ થતાં પાર્કિંગ સામે ઝૂંબેશ હાથ ધરી છે. શહેરના પીડીપીયુ અને ભાઈજીપુરા રોડ પર આડેધડ પાર્કિંગ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરીને 30થી વધુ વાહનચાલકોને મેમો ફટકારવામાં આવ્યા હતા. ગાંધીનગર શહેરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code