1. Home
  2. Tag "News Article"

મેક્સિકોમાં મેયરની હત્યાના આરોપમાં સાત બોડીગાર્ડની ધરપકડ

નવી દિલ્હી: મેક્સિકોના ઉરુઆપનના મેયર કાર્લોસ માનસોની 1 નવેમ્બરના રોજ તેમના પરિવારની સામે ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, તેમના પોતાના સાત બોડીગાર્ડ્સ આ હત્યામાં સામેલ હતા. આ સાત ગાર્ડ સક્રિય પોલીસ અધિકારીઓ હતા અને હત્યા પછી પણ ફરજ પર હતા. મેયરની હત્યા બાદ, તેમની પત્નીને મેયર તરીકે નિયુક્ત […]

ભાવનગરમાં વિસ્તરણ અધિકારી વતી 1.50 લાખની લાંચ લેતા કોન્સ્ટેબલ સહિત બે પકડાયા

ક્લસ્ટર કો-ઓર્ડિનેટરની નોકરીમાં ફરીથી પાછા લેવા રૂપિયા બે લાખની લાંચ માગી હતી, ફરિયાદી લાંચ આપવા માગતા ન હોય એસીબીને જાણ કરી હતી, વિસ્તરણ અધિકારી અને તેનો મળતીયો ફરાર, ભાવનગરઃ ગુજરાતમાં લાંચ માગવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વિસ્તરણ અધિકારી વતી રૂપિયા 1.50 લાખની લાંચ લેતા કોન્સ્ટેબલ સહિત બે શખસોને એસીબીએ ઝડપી […]

રેશનીંગના દૂકાનદારોને બાકી કમિશન ન ચુકવાયુ અને એડવાન્સના નાણા પણ સરકારમાં ફસાયા

રેશનના દૂકાનદારોને ઓક્ટોબર મહિનાનું અડધુ કમિશન હજુ ચુકવાયુ નથી, તૂવેરદાળ અને ચણાના 74 કરોડ સરકારમાં ફસાયા, વેપારીઓના કરોડો ફસાયા છતાં ડિસેમ્બરની પરમિટના નાણાં 29મી સુધીમાં ભરવા તાકીદ, અમદાવાદઃ રાજ્યના રેશનિંગના દૂકાનદારોની મુશ્કેલીનો અંત આવતો નથી. રેશનિંગના દુકાનદારોને ઓકટોબર મહિનાનું અડધુ કમિશન હજુ ચુકવાયુ નથી. રેશનિંગના દુકાનદારોને અનાજ તથા જુદી-જુદી એજન્સીઓના વિતરણના બદલામાં ચૂકવવાનુ થતું કમિશન […]

સુરતમાં કતારગામ અને રાંદેરને જોડતો વિયર કમ કોઝ-વે 144 દિવસ બાદ ખૂલ્લો મુકાયો

તાપી નદીની જળ સપાટી વધતા ચાર મહિનાથી કોઝ-વે વાહનો માટે બંધ કરાયો હતો, કોઝવેની સપાટી 6 મીટરથી ઘટીને 5.56 મીટરે પહોંચી, કોઝ-વે ખૂલ્લો મુકાતા વાહનચાલકોને રાહત સુરતઃ શહેરમાં કતારગામ અને રાંદેર ગામતળને જોડતા તાપી નદી પરના  વિયર કમ કોઝવે છેલ્લા ચાર મહિના કરતા વધુ સમયથી બંધ હતો. તાપી નદીમાં સતત વધી રહેલા જળ પ્રવાહને કારણે […]

બોસ્વાનાની રફ હીરાની હરાજી હવે દૂબઈને બદલે સીધી સુરતના ડાયમંડ બુર્સમાં થશે

ખાનગી કંપનીઓ અને ચેમ્બર વચ્ચે બેઠક યોજાયા બાદ નિર્ણય લેવાયો, બોસ્વાનાની માઇનિંગમાંથી નીકળતાં રફ હીરાને સીધી સુરતમાં હરાજી માટે લવાશે, ઉદ્યોગકારોને રફ હીરાની ખરીદી માટે વિદેશ જવાની જરૂર નહીં પડે, સુરતઃ હીરા ઉદ્યોગ માટે સુરત શહેર દુનિયાભરમાં જાણીતું છે. છેલ્લા કેટલાક વર્ષોથી હીરા ઉદ્યોગ વ્યાપક મંદીનો સામનો કરી રહ્યો છે. ટ્રમ્પના ટેરિફના લીધે હીરા ઉદ્યોગને […]

ગુજરાતમાં રાત્રીના તાપમાનમાં ઘટાડો, બે-ત્રણ દિવસમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા

સવારે ઠંડી અને બપોરે થોડી ગરમી, બે ઋતુનો અનુભવ, બંગાળના ઉપસાગરમાં સુપર સાયક્લોનની શક્યતા અસર ગુજરાતમાં થશેઃ અંબાલાલ ગુજરાતમાં નવેમ્બર મહિનાના અંતમાં વાદળછાયું વાતાવરણ કે માવઠું થઈ શકે છે અમદાવાદઃ ગુજરાતમાં મોડી રાતથી વહેલી સવાર સુધી ઠંડી અને બપોરે ગરમી એમ બે ઋતુ અનુભવાય રહી છે, કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયુ હતુ, જ્યારે […]

ગોવામાં તમામ જિલ્લા પંચાયત બેઠકો પર AAP ચૂંટણી લડશે, 22 ઉમેદવારોના નામ જાહેર

ગોવા: આમ આદમી પાર્ટીએ ગોવાના રાજકારણમાં એક મોટું અને નિર્ણાયક પગલું ભર્યું છે. પાર્ટીએ જિલ્લા પંચાયત ચૂંટણી માટે 22 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે અને સ્પષ્ટપણે કહ્યું છે કે તે બધી 50 બેઠકો પર સંપૂર્ણ તાકાતથી ચૂંટણી લડશે. આ જાહેરાત ફક્ત નામોની યાદી નથી, પરંતુ તે નવી રાજકીય દિશાનો સંકેત છે જેમાં AAP ગોવાના ગામડાઓ, […]

બેંગલુરુ પોલીસે 7 કરોડ રૂપિયાની કેશ વાન લૂંટ કેસમાં કોન્સ્ટેબલ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી

નવી દિલ્હી: બેંગલુરુ પોલીસે થોડા જ દિવસોમાં 7 કરોડ રૂપિયાથી વધુની સનસનાટીભર્યા ATM કેશ વાન લૂંટનો કેસ ઉકેલી નાખ્યો છે. પોલીસ કમિશનર સીમંત કુમાર સિંહે શનિવારે જણાવ્યું હતું કે લૂંટમાં કેશ વાન ઇન્ચાર્જ પોતે, એક પોલીસ કોન્સ્ટેબલ અને CMS કંપનીના ભૂતપૂર્વ કર્મચારી સામેલ હતા. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે અને 5.76 કરોડ રોકડા જપ્ત […]

સમ્રાટ ચૌધરી ગૃહમંત્રી બનતા એક્શન શરૂ, યોગી સ્ટાઇલમાં એન્કાઉન્ટર કર્યું, 3 લોકોની ધરપકડ કરી

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની જેમ બિહાર પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી હતી. ભાજપના સમ્રાટ ચૌધરી ગૃહમંત્રી બનતાની સાથે જ બેગુસરાય પોલીસે એન્કાઉન્ટરમાં એક ગુનેગારને ઘાયલ કરી દીધો. બેગુસરાય પોલીસ અને એસટીએફએ સંયુક્ત રીતે એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં સાહેબપુર કમલ પોલીસ સ્ટેશન વિસ્તારના ડાયરા વિસ્તારમાં કાર્યરત એક મીની ગન ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં […]

મુંબઈ: ધારાવીમાં ઝૂંપડપટ્ટીમાં આગ લાગી, માહિમ અને બાંદ્રા વચ્ચેની ટ્રેન સેવાઓ ખોરવાઈ

મુંબઈ: મુંબઈના ધારાવી સાયન-માહિન લિંક રોડ પર માહિમ ગેટ નજીક નવરંગ કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગી હતી. આગની જ્વાળાઓ દૂર સુધી જોઈ શકાતી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગને કાબુમાં લેવા માટે દાદર, બીકેસી, બાંદ્રા અને શિવાજી પાર્ક ફાયર સ્ટેશનના ફાયર એન્જિનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. આગનું કારણ અને નુકસાનનું પ્રમાણ હજુ સુધી જાણી શકાયું નથી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code