1. Home
  2. Tag "News Article"

કુખ્યાત માડવી હિડમા સહિત છ નક્સલીઓ સુરક્ષાદળો સાથેની અથડામણમાં ઠાર મરાયાં

નવી દિલ્હી: નક્સલવાદને નાબૂદ કરવા માટે શરૂ કરાયેલા ઓપરેશનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. કુખ્યાત નક્સલી માડવી હિડમાને સુરક્ષા દળોએ ઠાર માર્યો છે. હિડમા ઉપરાંત, સુરક્ષા દળોએ પાંચ અન્ય નક્સલીઓને પણ ઠાર માર્યા હતા. સુકમાને અડીને આવેલા આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ જિલ્લા નજીક સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. હિડમા, જેના પર […]

રશિયા સાથેના યુદ્ધ વચ્ચે હવે યુક્રેન ફ્રાન્સ પાસેથી 100 રાફેલ ખરીદશે

નવી દિલ્હી: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના મતે, રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેન 100 રાફેલ ફાઇટર જેટ ખરીદવા માટે તૈયાર છે. ઝેલેન્સકીએ જાહેરાત કરી હતી કે તેમણે ફ્રાન્સ સાથે 100 રાફેલ ખરીદવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે, આ પગલું તેમણે રશિયાનો સામનો કરવા માટે યુક્રેનની લશ્કરી ક્ષમતાઓને મજબૂત કરવાના પ્રયાસનો એક ભાગ હોવાનું જણાવ્યું […]

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક ટ્રક પાછળ એસટી બસ ઘૂંસી ગઈ

ટ્રક સાથે એસટી બસ અથડાતા 19 પ્રવાસીઓને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા, એસટી બસ વાપીથી ચાણસ્મા જઈ રહી હતી, એસટી બસમાં વાપીથી મહેસાણા પરીક્ષા આપવા જઈ રહેલા 3 વિદ્યાર્થીઓ પણ ઘવાયા વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વડોદરા નજીક વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. વહેલી સવારે વાપીથી ચાણસ્મા જઈ રહેલી […]

દિલ્હી બ્લાસ્ટ કેસ: EDના અલ-ફલાહ યુનિવર્સિટી પર દરોડા, 4 રાજ્યમાં 30 સ્થળોએ તપાસ

નવી દિલ્હી: અલ ફલાહ યુનિવર્સિટી કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દિલ્હી, હરિયાણા અને મધ્યપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં દરોડા પાડી રહ્યું છે. અલ ફલાહ યુનિવર્સિટી સામે મની લોન્ડરિંગનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. 30 સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેમાં મહુમાં યુનિવર્સિટીના ચેરમેન જવાદ અહેમદના ભૂતપૂર્વ નિવાસસ્થાન, ફરીદાબાદમાં અલ ફલાહ કેમ્પસ અને ઓખલામાં ટ્રસ્ટની ઓફિસનો […]

સુરત એરપોર્ટ પર 4 કિલો હાઈબ્રિજ ગાંજા સાથે બેંગકોકથી આવેલો પ્રવાસી પકડાયો

સુરત એરપોર્ટ પર પ્રવાસીને ડીસીબી, કસ્ટમ્સ અને CISF દ્વારા ઝડપી લીધો, પ્રવાસીના લગેજમાંથી 055 કિલોના હાઇડ્રોપોનિક વીડના 8 પેકેટ મળી આવ્યા, હાઇબ્રિડ ગાંજાની બજાર કિંમત 41 કરોડથી વધુ છે સુરતઃ શહેરના એરપોર્ટ પર બેંગકોકથી આવેલા એક પ્રવાસીના લગેજમાંથી 4.055 કિલોગ્રામ વજનના હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજો)ના 8 પેકેટ મળી આવ્યા હતા, જેની કિંમત ₹1,41,92,500 આંકવામાં આવી […]

માઉન્ટ આબુમાં ઝીરો ટેમ્પ્રેચર સાથે બર્ફિલો માહોલ, બરફના નજારાને માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યાં

માઉન્ટમાં હોટલો અને પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનો પર બરફના થર જામી ગયા, ગાર્ડનમાં અને પોલો ગ્રાઉન્ડ ખાતે બરફની ચાદર છવાઈ ગઈ, ગુજરાતમાં પણ હવે ઠંડીનું જોર વધશે અમદાવાદઃ ગુજરાતમાં ધીમા પગલે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતની સરહદ પર આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશનમાં તાપમાન શૂન્ય ડિગ્રીએ પહોંચી જતાં બર્ફિલો માહોલ જામ્યો છે. હોટલો અને […]

અમદાવાદમાં નવા બનતા રોડની ગુણવત્તા તપાસવા માટે AMC કમિશનરએ નિરિક્ષણ કર્યું

31 ડિસેમ્બર સુધીમાં રોડના કામો પૂરા કરવા કોન્ટ્રાક્ટરોને સુચના અપાઈ, કોન્ટ્રાકટરોને ગુણવત્તાનાં દરેક ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા સ્પષ્ટ સૂચનાઓ અપાઈ, મ્યુનિના ઈજનેરોને પણ સ્થળ પર હાજર રહીને ધ્યાન આપવા આપી સુચના અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન તૂટી ગયેલા રોડના મરામતના કામો તેમજ કેટલાક વિસ્તારોમાં રોડ રિસરફેસના કામો ચાલી રહ્યા છે. રોડ ટકાઉ અને ગુણવત્તાયુક્ત બને તે […]

દક્ષિણ તમિલનાડુના 8 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

બેંગ્લોરઃ દક્ષિણ તમિલનાડુના 8 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. કારણ કે બંગાળની ખાડી પર એક મજબૂત લો-પ્રેશર સિસ્ટમ હવામાનને અસર કરી રહી છે. ભારતીય હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે ચેતવણી જાહેર કરી છે. કન્યાકુમારી, તિરુનેલવેલી, થુથુકુડી, રામનાથપુરમ, શિવગંગા, વિરુધુનગર, તેનકાસી અને થેની માટે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવા […]

વૈષ્ણોદેવી યાત્રા અંગે CEOએ તમામ એજન્સીઓને સાબદા રહેવા કર્યા નિર્દેશ

નવી દિલ્હીઃ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના સીઈઓ સચિન કુમાર વૈશ્યની અધ્યક્ષતામાં આ બેઠક કટરા સ્થિત આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં માતા વૈષ્ણોદેવી યાત્રા દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન અને સુરક્ષા તૈયારીઓમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના અધિકારીઓ, રિયાસીના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, સીઆરપીએફના ડેપ્યુટી […]

જાપાન ડેફલિમ્પિક્સમાં ભારતને વધુ એક મેડલ, અનુયા પ્રસાદે શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો

નવી દિલ્હીઃ જાપાનમાં ચાલી રહેલા 25મા સમર ડેફલિમ્પિક્સમાં ભારતીય શૂટરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. 10 મીટર એર પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં અનુયા પ્રસાદે ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે પ્રાંજલી પ્રશાંત ધુમલે સિલ્વર મેડલ મેળવ્યો.ગોલ્ડ મેડલ જીતવાની સાથે, અનુયાએ ડેફલિમ્પિક્સ ફાઇનલનો વર્લ્ડ રેકોર્ડ (241.1) તોડ્યો.તેણે ક્વોલિફિકેશન વર્લ્ડ રેકોર્ડ તોડીને ફાઇનલમાં પ્રવેશ કર્યો અને સિલ્વર મેડલ (236.8) જીત્યો. અભિનવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code