1. Home
  2. Tag "News Blog"

માળિયા તાલુકામાં ખેતીની જમીનમાં વળતર ચુકવ્યા વિના વીજ પોલ નાંખવા સામે વિરોધ

મોરબી,18 જાન્યઆરી 2026:  જિલ્લાના માળિયા તાલુકામાં ખેડૂતોને વળતર ચુકવ્યા વિના હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ કંપની દ્વારા 765 કેવીની વીજ લાઇનના પોલ ઉભા કરવાની કામગીરી શરૂ કરાતા ખેડૂતોએ ભારે વિરોધ કર્યો છે. અને માળિયા નજીક આવેલા રાસંગપર ગામ પાસે ખેડૂતોએ કંડલા-જામનગર હાઈવે ચક્કાજામ કર્યો હતો. લગભગ દોઢ કલાક સુધી હાઈવે બંધ રહેતા ટ્રક સહિતના વાહનોના થપ્પા લાગી […]

ખેરાળુ હાઈવે પર માડી રાત બાદ બે ડમ્પરો સામસામે અથડાતા બન્ને ચાલકોને ગંભીર ઈજા

મહેસાણા,18 જાન્યઆરી 2026:  જિલ્લાના ખેરાળુ નજીક હાઈવે પર ગત મોડી રાતે બે ડમ્પરો વચ્ચે અકસ્માત સર્જાતા બન્ને ડમ્પરોના ચાલકોને ગંભીર ઈજા થઈ હતી. બન્ને ડમ્પરો વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે બંને ડમ્પરોના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને 108 એમ્બ્યુલન્સમાં બન્ને ચાલકોને સારવાર […]

વટામણ-તારાપુર હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ લાગી વિકરાળ આગ

આણંદ,18 જાન્યઆરી 2026:  રાજ્યના હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે ત્યારે વટામણ-તારાપુર હાઈવે પર બે ટ્રક વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો.વટામણ-તારાપુર હાઈવે પર આવેલા ફતેપુરા બ્રિજ પર ગત મોડી રાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં બંને ટ્રકો બળીને ખાક […]

વડોદરામાં વેપારી પર હુમલો કરીને રૂપિયા 10 લાખની લૂંટ કેસના 5 આરોપી પકડાયા

વડોદરા,18 જાન્યઆરી 2026: શહેરના વારસિયા વિસ્તારમાં સિનિયર સિટીઝન વેપારી ઉપર હુમલો કરી 10 લાખની લૂંટના બનાવવામાં ક્રાઈમ બ્રાન્ચે પાંચ લૂંટારાને ઝડપી પાડી ઇન્ડિયન અને વિદેશી કરન્સી મળી 25 લાખની મતા કબજે કરી છે. આ બનાવની વિગત એવી હતી કે, શહેરના વારસિયા હરણી રિંગ રોડ પર ચતુરભાઈ પાર્કમાં રહેતા લીલા રામ રેવાણી નામના 68 વર્ષીય વેપારી […]

કચ્છના વરસામેડી ટોલપ્લાઝા પર સ્થાનિક વાહનો પાસેથી ટોલ વસુલવા સામે વિરોધ

 ભૂજ,18 જાન્યઆરી 2026:  કચ્છના હાઈવે પર ટોલપ્લાઝાના મુદ્દે અવાર-નવાર વિરોધ થતો હોય છે. ત્યારે જિલ્લાના વરસામેડી ટોલપ્લાઝા પર સ્થાનિક વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાના મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વરસામેડી, મોડવદર, ભીમાસર અને અજાપર ગામના લોકોએ ભેગા મળીને ટોલ પ્રશાસનને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગ્રામજનોનો આક્ષેપ છે કે રોડનું કામ હજુ પૂર્ણ થયું નથી, […]

સુરેન્દ્રનગરમાં 6 કરોડના ખર્ચે જિલ્લા પુસ્તકાલય બન્યુ આધૂનિક, વાઈફાઈ સુવિધા ઉપલબ્ધ

સુરેન્દ્રનગર,18 જાન્યઆરી 2026: શહેરના વાંચન પ્રેમીઓ માટે રૂપિયા 6 કરોડના ખર્ચે સરકારી જિલ્લા પુસ્તકાલયને આધુનિક બનાવવામાં આવ્યું છે. વાતાનુકૂલિત પુસ્તકાલયમાં વાઈફાઈ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. 1958માં સ્થપાયેલું આ પુસ્તકાલય 6 દાયકાથી વધુ સમયથી શહેરના વાંચનપ્રેમીઓની જ્ઞાનની ભૂખ સંતોષી રહ્યું છે. સુરેન્દ્રનગર શહેરના હૃદય સમા વિસ્તારમાં સી. જે. હોસ્પિટલ સામે આવેલું સરકારી જિલ્લા […]

ગુજરાત બોર્ડ દ્વારા ધો. 10-12ની પરીક્ષા દરમિયાન ઘૂળેટીના દિને કાર્યક્રમમાં ફેરફાર કરાયો

અમદાવાદ,18 જાન્યઆરી 2026:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી – માર્ચમાં યોજાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં બોર્ડના અધિકારીઓએ શૈક્ષણિક કેલેન્ડર જોયા વિના જ તા.4થી માર્ચને ધૂળેટીના જાહેર રજાના દિવસે પણ પરીક્ષા લેવાનું જાહેર કર્યુ હતું. આ અંગે  શૈક્ષિક સંઘ દ્વારા રજુઆત કરાતા બોર્ડ દ્વારા પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરીને હવે ધો.10 […]

રાજકોટ-ગાંધીનગર વચ્ચે 20મી જાન્યુઆરીથી એસટીની એસી લકઝરી બસ દોડશે

રાજકોટ,18 જાન્યઆરી 2026:  પાટનગર ગાંધીનગરથી રાજકોટ સુધીની એસટીની વાતાનુકૂલિત લકઝરી બસ સેવા આગામી તા. 20મી જાન્યુઆરીથી શરૂ કરાશે. રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા ગાંધીનગર માટે પ્રથમ એ.સી. સીટર બસ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટથી લકઝરી એસટી બસ ઉપડવાનો સમય સાંજે 4 વાગ્યે અને ગાંધીનગરથી ઉપડવાનો સમય સવારે 7.30 વાગ્યાનો નક્કી કરાયો છે. હાલ પ્રીમિયમ […]

ભાદર ડેમ-2માંથી સિચાઈ માટેનું પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીની લહેર

રાજકોટ,18 જાન્યઆરી 2026: સૌરાષ્ટ્રના ભાદર-2 ડેમમાંથી કમાન્ડ વિસ્તારમાં રવિ સીઝન માટે પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. કુતિયાણા અને રાણાવાવ વિસ્તારના ધારાસભ્ય કાંધલ જાડેજાએ સરકારમાં કરેલી સફળ રજૂઆત બાદ, શનિવારે સવારે વિધિવત રીતે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા એને લઈને ડેમના હેઠવાસમાં આવતા ગામો અને ખેડૂતો સહિતના સૌ કોઈને મોટો ફાયદો થશે. રવિ […]

સુરતમાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસ છવાતાં વિઝિબિલિટી ઘટી, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

સુરત,18 જાન્યઆરી 2026:  દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં થોડા વધારો થતાં ઠંડીનું જોર ઘટ્યુ છે. પણ વહેલી સવારથી ગાઢ ધૂમ્મસ અને કેટલાક વિસ્તારમાં ઝાકળને લીધે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. સુરત શહેરમાં આજે સતત બીજા દિવસે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. આકાશચુંબી ઈમારતો ધુમ્મસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code