1. Home
  2. Tag "News Blog"

અમદાવાદમાં આંગડિયા પેઢીમાંથી આવતા વેપારી સાથે ઝગડો કરીને રૂપિયા 18 લાખની લૂંટ

અજાણ્યા બાઈકચાલકોએ વેપારીને સ્કૂટર બરાબર ચલાવતા નથી કહીને ઝગડો કર્યો હતો, અજાણ્યા શખસોએ સ્કૂટરની ચાવી દૂર રોડ પર ફેંકી દીધી, વેપારી સ્કૂટરની ચાવી લેવા જતા સ્કૂટરની ડેકીમાંથી 18 લાખ લૂંટી શખસો ફરાર અમદાવાદઃ શહેરના નવરંગપુરમાં આંગડિયામાંથી વેપારી રૂપિયા લઈને સ્કૂટરની ડેકીમાં મૂકીને જઈ રહ્યા હતા. ત્યારે સરસપુરમાં વેપારીનો પીછો કરી રહેલા બાઈકચાલક સહિત શખસોએ વેપારીને […]

ખેત તલાવડી, નળ સે જળ યોજના અને બોરી બંધમાં કરોડો રૂપિયાનુ કૌભાંડઃ કોંગ્રેસે કર્યો આક્ષેપ

ભાજપ સરકારમાં સફેદ પાણીના કરોડો રૂપિયાનો કાળો કારોબાર, ગુજરાતમાં 2,791 ગામોમાં ફલોરાઈડથી દૂષિત પાણીની સમસ્યા, ગુજરાતનાં 18,715 ગામોમાંથી 55 ટકા ગામોમાં પીવાનું પાણી શુદ્ધ નથી અમદાવાદઃ ગુજરાતમાં ખેત તલાવડી, બોરીબંધ, સુજલામ સુફલામ,જેવી જુદી જુદી સ્કીમના નામે કરોડો રૂપિયાના ‘સ્કેમ’ કરતી ભાજપ સરકારમાં નલ સે જલમાં કરોડો રૂપિયાનું વધુ એક મહાકાય કૌભાંડ કૌભાંડ આચરવામાં આવ્યું છે. […]

દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો, નુહમાંથી ખરીદાયું 20 ક્વિન્ટલ એમોનિયમ નાઈટ્રેટ!

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં સોમવારે લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ મામલે તપાસ એજન્સીઓ દેશભરમાં દરોડા પાડી રહી છે. હવે આ કેસના તાર હરિયાણાના નુહ (મેવાત) વિસ્તાર સુધી પહોંચ્યાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ, નુહમાંથી 20 ક્વિન્ટલ NPK (એમોનિયમ નાઇટ્રેટ) ખરીદવામાં આવ્યું હતું, જેનો ઉપયોગ બ્લાસ્ટમાં થયો હોવાની આશંકા છે. આ વિસ્ફોટક સામાન્ય રીતે ગેરકાયદે ખનન માટે […]

સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી યથાવત, BSE 84478 ઉપર બંધ રહ્યો

મુંબઈ: ભારતીય શેરબજાર ગુરુવારે સામાન્ય તેજી સાથે બંધ થયું હતું. દિવસ દરમિયાન ઉતાર-ચઢાવ બાદ રોકાણકારો સાવચેત વલણ ધરાવતા જોવા મળ્યા હતા. બોંબે સ્ટોક એક્સચેન્જ (BSE)નો 30 શેરોનો સેન્સેક્સ 12.16 અંક (0.01%) વધીને 84,478.67 પર, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો 50 શેરોનો નિફ્ટી 3.35 અંક (0.01%)ની વૃદ્ધિ સાથે 25,879.15 પર બંધ રહ્યો હતો. વિશ્લેષકોના જણાવ્યા મુજબ, […]

પંજાબમાં આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ, 10 ISI એજન્ટોની ધરપકડ

લુધિયાણા: પંજાબ પોલીસે લુધિયાણામાં ISI સંચાલિત મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. DGPએ જણાવ્યું કે લુધિયાણા કમિશનરેટ પોલીસે ISI-પાકિસ્તાન સમર્થિત ગ્રેનેડ હુમલા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ સંદર્ભમાં, પોલીસે વિદેશી ઓપરેટરોના 10 મુખ્ય સાથીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ હેન્ડ ગ્રેનેડ ઉપાડવા અને પહોંચાડવા માટે મલેશિયા સ્થિત ત્રણ ઓપરેટિવ્સ દ્વારા પાકિસ્તાન સ્થિત […]

દિલ્હી બ્લાસ્ટ કેસઃ ફરિદાબાદની અલ-ફલાહ યુનિ. મામલે NAAC એ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ

નવી દિલ્હી: દિલ્હીના બ્લાસ્ટ કેસમાં નામ સામે આવ્યા બાદ ફરિદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી ફરી એક વાર ચર્ચામાં આવી ગઈ છે. પરંતુ આ વખતે કારણ આતંકી કનેક્શન નહીં, પણ ફેક માન્યતા બતાવવાનો ગંભીર આરોપ છે. રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ (NAAC) દ્વારા યુનિવર્સિટીને શો-કૉઝ નોટિસ મોકલવામાં આવી છે, જેમાં તેને ખોટી માહિતી આપવા અને જનતાને ગેરમાર્ગે […]

લાલ કિલ્લા નજીક બ્લાસ્ટ મામલે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ મુદ્દે કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે સવારે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠક તેમના નિવાસસ્થાને યોજાઈ હતી, જેમાં ગુપ્તચર એજન્સીઓ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં આંતકી હુમલાની તપાસની પ્રગતિ અને દેશભરની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં NIAના ડિરેક્ટર […]

“જૈશ”ના ફિદાયીન મોડીયૂલનો પર્દાફાશ : આતંકી ડોકટર્સ તુર્કીમાં આતંકવાદીને મળવા ગયા હતા

નવી દિલ્હી: ફરિદાબાદ–સહારનપુર આતંકી મોડીયૂલની તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. તપાસ એજન્સીઓએ જણાવી છે કે જૈશ-એ-મોહમ્મદના ફિદાયીન મોડીયૂલના આરોપી ડૉ. મુજમ્મિલ અને ડૉ. ઉમર “Session” નામના એન્ક્રિપ્ટેડ મેસેન્જર એપ દ્વારા તેમના હેન્ડલરો સાથે વાતચીત કરતા હતા. આ એપની ખાસિયત એ છે કે એકાઉન્ટ બનાવવા માટે મોબાઇલ નંબરની જરૂર પડતી નથી અને તેમાં ચેટનું મેટાડેટા […]

શેખ હસીનાની મુશ્કેલીઓ વધી, કોર્ટ 17 નવેમ્બરે ચુકાદો આપશે; સેનાએ સંભાળ્યો ચાર્જ

નવી દિલ્હી: બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના માટે મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ (ICT) એ જાહેરાત કરી કે તે 17 નવેમ્બરના રોજ ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધ પોતાનો ચુકાદો આપશે. શેખ હસીના પર ગયા જુલાઈમાં થયેલા વિદ્યાર્થી બળવા દરમિયાન સેંકડો લોકોની હત્યા અને માનવતા વિરુદ્ધના ગુનાઓનો આરોપ […]

પાકિસ્તાન પર આસીમ મુનીરનું સંપૂર્ણ નિયંત્રણ, સંસદમાં પસાર થયું ખાસ બિલ

નવી દિલ્હી: પાકિસ્તાનની સંસદે ભારે હોબાળા વચ્ચે 27મા બંધારણીય સુધારાને મંજૂરી આપી. પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની સત્તાઓનું વિસ્તરણ કરતું 27મું બંધારણીય સુધારા બિલ બે તૃતીયાંશ બહુમતીથી પસાર થયું. હકીકતમાં, પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીરને હવે સંરક્ષણ દળોના વડાના નવા પદ પર બઢતી આપવામાં આવશે અને તેઓ ઔપચારિક રીતે નૌકાદળ અને વાયુસેનાની કમાન પણ સંભાળશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code