1. Home
  2. Tag "News in Gujarati"

ગાંધીનગરના વાવોલમાં સોલાર પેનલના વેપારી દંપત્તી સાથે બે લાખ પડાવી ઠગ ફરાર

દંપતીએ અમદાવાદની સોલાર પેનલ કંપનીનો સંપર્ક કર્યો હતો, કંપનીના કર્મચારી સાથે 580 સોલાર પેનેલ આપવાનું નક્કી કરાયુ હતુ, બે લાખ ઓનલાઈન દંપત્તીએ મોકલ્યા બાદ આરોપીએ ફોન બંધ કરી દીધો ગાંધીનગરઃ શહેરના વાવોલ વિસ્તારમાં સોલાર પેનલનો વ્યવસાય કરતા એક દંપતી સાથે ધંધાકીય વિશ્વાસ કેળવી અમદાવાદની એક કંપનીના ઠગ કર્મચારીએ 580 પેનલ આપવાના બહાને બે લાખથી વધુની […]

બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોની સંઘીય પોલીસે સાવચેતીના પગલાં તરીકે ધરપકડ કરી

નવી દિલ્હી: બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોને રાજધાની બ્રાઝિલિયામાં પોલીસે નિવારક કસ્ટડીમાં લીધા છે. ફેડરલ સંઘીય અદાલતના આદેશ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે. ફેડરલ પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કોઈ સજાને કારણે નહીં, પરંતુ તપાસકર્તાઓની વિનંતી પર સાવચેતીના પગલા તરીકે કરવામાં આવી છે. બોલ્સોનારોને ગઈકાલે અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને તાત્કાલિક બ્રાઝિલિયામાં ફેડરલ પોલીસ મુખ્યાલયમાં […]

વિયેતનામમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 90 પર પહોંચ્યો 

નવી દિલ્હી: વિયેતનામના મધ્ય ભાગમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 90 પર પહોંચી ગયો છે. હજુ પણ બાર લોકો ગુમ છે. મુશળધાર વરસાદ અને પૂરના કારણે આ વિસ્તારમાં એક હજાર 154 ઘરો ડૂબી ગયા છે. 80 હજાર 800 હેક્ટરથી વધુ પાકને નુકસાન થયું છે. આ આપત્તિથી અંદાજે 35 કરોડ 80 લાખ અમેરિકન ડોલરનું આર્થિક નુકસાન […]

ફોરેસ્ટ અધિકારીએ મહિલા સાથે પ્રેમમાં અંધ બનીને પત્ની અને દીકરા-દીકરીની હત્યા કરી હતી

ACF શૈલેષ ખાંભલાએ પત્ની નયના, પુત્ર અને પુત્રીની હત્યા કરી લાશ દાટી દીધી હતી, ફોરેસ્ટ અધિકારી તેનાથી 10 વર્ષ નાની વન કર્મી મહિલાના પ્રેમમાં પાગલ હતા, વન કર્મી મહિલાનું પોલીસે નિવેદન લીધું ભાવનગરઃ શહેરમાં વન વિભાગમાં ACF તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની અને પૂત્ર તથા પૂત્રી સુરત જવા નીકળ્યા બાદ ગુમ થયાની ફરિયાદ […]

દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગ ખાતે G20 નેતાઓના શિખર સંમેલનની આજે પૂર્ણાહૂતિ થશે

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે ચાલી રહેલી G20 નેતાઓનું શિખર સંમેલન આજે સમાપ્ત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘બધા માટે મુક્ત અને ન્યાયી ભવિષ્ય – મહત્વપૂર્ણ ખનિજો, યોગ્ય કાર્ય અને કૃત્રિમ બુદ્ધિ’ વિષય પર આયોજિત આ સંમેલનના ત્રીજા સત્રમાં ભાગ લેશે. શ્રી મોદી શુક્રવારે દક્ષિણ આફ્રિકાની ત્રણ દિવસની મુલાકાતે જોહાનિસબર્ગ પહોંચ્યા હતા અને પ્રથમ વખત […]

વડોદરાની ટોળકીએ વેપારીને સસ્તુ સોનું અને લોન આપવાની લાલચ આપી 4.92 કરોડ પડાવ્યા

વડોદરામાં ઓફિસ ધરવતા શખસોએ કર્ણાટકના વેપારીને લાલચ આપીને ફસાવ્યા, સોનાની ડિલિવરી ન મળતા વેપારીએ પોલીસની મદદ લીધી, કર્ણાટકની હોટલમાં મુંબઈના ટ્રેડર મારફતે વડોદરાની ટોળકીનો પરિચય થયો હતો, વડોદરાઃ સસ્તા સોનાની લાલચથી અનેક લોકો ફસાતા હોય છે. સસ્તુ લેવાની લાલચમાં મસમોટી રકમ ગુમાવવાનો વારો આવતો હોય છે. વડોદરા શહેરમાં ઓફિસ ધરાવતા શખ્સોએ સસ્તુ સોનુ અને બિઝનેસ […]

સુરતના માંગરોળ તાલુકામાં થાંભલા પરથી વીજળીના વાયરો ચોર ઉઠાવી ગયા

માંગરોળના આકળોદ ગામની સીમમાં 20થી વધુ થાંભલા પર વીજ વાયરોની ચોરી, વીજ વાયરો કાપી નાંખતા રવિ સીઝન ટાણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા, ખેડૂતોએ વીજ વાયરોની ચોરીની વીજળી કંપનીને જાણ કરી સુરતઃ જિલ્લાના માંગરોળ તાલુકાના આકળોદ ગીજરમ ગામની સીમમાંથી 20થી વધુ વીજપોલ પરથી વીજળીના વાયરો કાપીને તસ્કરો ઉઠાવી ગયા છે. વીજળીના ચાલુ વીજ લાઈન પરથી વીજ વાયરો […]

પોલીસની ઓળખ આપીને 50 લાખની ખંડણી માગવાના કેસમાં જેલના હલાવદાર સસ્પેન્ડ

ભરૂચથી કારમાં મહિલા સાથે આવેલા વેપારીને પોલીસ હોવાનું કહી અપહરણ કર્યુ હતું, ફરિયાદીને ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી રૂપિયા 4.50 લાખ પડાવ્યા હતા, 4 શખસોમાં બેની પોલીસે કરી ધરપકડ, જેલનો હવાલદાર સામેલ હોવાથી સસ્પેન્ડ કરાયો વડોદરાઃ ભરૂચથી એક વેપારી તેના મહિલા મિત્ર સાથે કારમાં વડોદરા આવ્યા હતા. મહિલા મિત્રને એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવવાનપં કામ […]

અમદાવાદમાં મહિલાઓના કાનમાંથી સોનાની બુટ્ટી ખેંચીને પલાયન થતી ગેન્ગ પકડાઈ

ઇસનપુર પોલીસે બુટ્ટી ખેંચી લેતી ગેંગ ઝડપી પાડી, આરોપીઓની ધરપકડ થતા 5 અલગ અલગ ગુનાનો ભેદ ઉકેલાયો, આરોપીઓ પાસેથી 14 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો, અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓની ચેન સ્નેચિંગ તેમજ મહિલાઓની કાનની સોનાની બુટ્ટી ખેંચી લેવાના બનાવો વધી રહ્યા હતા. દરમિયાન ઇસનપુર પોલીસે બુટ્ટી ખેંચી લેતી ગેંગના ત્રણ શખસોને […]

પાલનપુર ડીસા હાઈવે પર ઈકોકાર પલટી જતા બેના મોત, 4ને ઈજા

પાલનપુર-ડીસા હાઈવે પર બદલપુરા પાટિયા નજીક સર્જાયો અકસ્માત, ઈકોકારનું ટાયર ફાટતા ડિવાઈર સાથે અથડાઈને પલટી ખાધી, ચાર ઈજાગ્રસ્તોને સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડાયા પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જ્યારે પાલનપુર-ડીસા હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો, પાલનપુર-ડીસા હાઈવે પર બદરપુરા પાટિયા નજીક ઈકો કાર ડિવાઈડર સાથે ટકરાઈ પલ્ટી મારી જતાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code