1. Home
  2. Tag "News in Gujarati"

ચીનના વિદેશ મંત્રીએ NSA અજીત ડોભાલ સાથે ફોન પર વાતચીત કરી

ચીનના વાંગ યીએ શનિવારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે ફોન પર વાતચીત કરી છે. આ વાતચીત વિશે માહિતી આપતા ચીને કહ્યું કે ડોભાલે પહેલગામ આતંકવાદી હુમલા પછી આતંકવાદ વિરોધી કાર્યવાહી જરૂરી ગણાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુદ્ધ ભારતની પસંદગી નથી અને તે કોઈપણ પક્ષના હિતમાં નથી. ભારત અને પાકિસ્તાન બંને યુદ્ધવિરામ […]

ભારતે અમારા લશ્કરી હથિયારો અને સૈન્ય અડ્ડાઓનો નાશ કર્યો: શાહબાજ શરીફ

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે શનિવારે મોડી રાત્રે રાષ્ટ્રને સંબોધન કર્યું અને યુદ્ધવિરામ બાદ નાગરિકોને અભિનંદન આપ્યા. પાકિસ્તાને ફરી એકવાર કાયરતાપૂર્ણ કૃત્ય કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે ગઈકાલે મોડી રાત્રે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને મળ્યા. આ પછી, પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે કહ્યું કે ભારતે […]

કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પાંચ દિવસ વહેલા 27 મેએ આગમન

નવી દિલ્હી : કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પાંચ દિવસ પહેલા 27 મેના રોજ પહોંચી જશે તેમ ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે. સામાન્ય રીતે 1 જૂનના રોજ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળ પહોચે છે. કેરળમાં ચોમાસુ 27 મેના રોજ પહોંચી જશે તો 2009 પછી પ્રથમ વખત ચોમાસુ આગમન આટલુ વહેલુ થશે. 2009માં 23 મેના […]

વાંકાનેર હાઈવે પર વઘાસિયા ટોલનાકા નજીક ટ્રકની અડફેટે સ્કૂટરસવાર બેના મોત

17 વર્ષીય દીકરાને તેની માતાએ નવુ સ્કૂટર લઈ આપ્યુ હતુ યુવાન પોતાની નાની લઈને ખોડિયાર મંદિરે દર્શન માટે ગયો હતો પરત ફરતી વખતે ટ્રકે સ્કૂટરને અડફેટે લીધુ રાજકોટઃ શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા એક માતાએ પોતાના 17 વર્ષીય પૂત્રને નવુ સ્કૂટર લઈ આપ્યુ હતુ. અને સ્કૂટર લઈને પૂત્ર પોતાના નાનીને બેસાડીને મોટેલ ગામે ખોડિયાર માતાજીના દર્શન […]

પાકિસ્તાનના તોપમારામાં એક મેજર શહીદ, આઇએએસ અધિકારી સહિત છનાં મોત

શ્રીનગર : ભારતે પાકિસ્તાનના આતંકવાદ પર પ્રહાર કરવા ઓપરેશન સિંદૂર પાર પાડયું હતું, જેને કારણે પાકિસ્તાને સરહદે ભારે તોપમારો કર્યો હતો. શનિવારે પાકિસ્તાને જમ્મુના રાજૌરીમાં રહેણાંકી વિસ્તારોમાં કરાયેલા આ તોપમારામાં જમ્મુ કાશ્મીરના આઇએએસ અધિકારી એડિશનલ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિશનર રાજકુમાર થાપાનું મોત નિપજ્યું હતું. પાકે. થાપાના ઘર પર મોર્ટાર શેલનો મારો ચલાવ્યો હતો. જેમાં થાપાના ઘરને […]

ભારત પછી બલૂચિસ્તાને પાકિસ્તાનનાં 39 ઠેકાણા પર કર્યા હુમલા

ભારતના ઓપરેશન સિંદૂર બાદ બલુચિસ્તાન અને પીઓકેમાં પાક. સરકાર અને સેના સામે બળવો ઉગ્ર બનવા લાગ્યો છે. સરહદે ભારતીય સેના પાક. સેનાને આક્રામક ફટકાર લગાવી રહી હતી ત્યારે બીજી તરફ ખૈબરમાં બળવાખોરોએ પાક.ના સુરક્ષા દળોની ચેક પોસ્ટ ઉડાવી હતી, જેમાં પાકિસ્તાની સેનાને મોટું નુકસાન થયાના અહેવાલ છે. અન્ય કેટલાક શહેરોમાં પણ આવા હુમલા થયાના અહેવાલો […]

સોમનાથ મંદિરના 75માં સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્ણ ઉજવણી

પ્રથમ સ્થાપના દિનની સ્મૃતિમાં ધ્વજા પૂજા, મહાપૂજા, સરદાર વંદના 11 મે 1951 ના રોજ પ્રથમ શૃંગારની પ્રતિકૃતી સ્વરૂપ ભસ્મ ત્રિપુંડ શૃંગાર કરાયો હતો, સાયમ આરતી પૂર્વે મહાશ્રૃંગાર અને દીપમાળા કાર્યક્રમ યોજાયો સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના 75માં સ્થાપના દિવસની ભક્તિપુર્ણ ઊજવણી કરવામાં આવી હતી. સોમનાથ મંદિર દેશવાસીઓની અનન્ય આસ્થાનું પ્રતિક છે. આ મંદિર વિસર્જન બાદ […]

અમદાવાદના બોપલની કલબ-07ના બેઝમેન્ટમાં દારૂની મહેફિલ માણતા નબીરા પકડાયા

એક યુવતી સહિત નવ નબીરાની પોલીસે કરી ધરપકડ BMW સહિત મોંધી લકઝરી કારો પોલીસે જપ્ત કરી ડાન્સ પાર્ટી સાથે દારૂની મહેફુલ જામી હતી અને પોલીસ ત્રાટકી અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંયે બેરોકટોક દારૂનું વેચાણ થતુ હોય છે. ત્યારે અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આવેલી 07 કલબના બેઝમેન્ટમાં નબીરાઓએ ડાન્સ સાથે દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતુ. જેની […]

અમદાવાદમાં શાહીબાગ અને નરોડાથી એસપી રિંગ રોડ સુધી આઈકોનિક રોડ બનાવાશે

કાંકરિયા પિકનીક હાઉસ પાસે ફુડ પાર્ક બનાવાશે આઈકોનિક રોડ બનાવવા 64 કરોડોનો ખર્ચ કરાશે એએમસી દ્વારા લેવાયો નિર્ણય અમદાવાદઃ શહેરના શાહીબાગ અને નરોડા ઓવરબ્રિજથી એસપી રિંગ રોડ સુધી કરોડોના ખર્ચે આઈકોનિક રોડ બનાવવાનો મ્યુનિ.કોર્પોરેશને નિર્ણય લીધો છે. આ ઉપરાંત શહેરના કાંકરીયા પિકનિક હાઉસ પાસે નાગરિકો માટે ફૂડપાર્ક બનાવવામાં આવશે. ત્રણ પ્રકારની ફૂડ સ્ટોલ વેપારીઓને ફાળવવામાં […]

રાજકોટ ડિસ્ટ્રીકટ બેન્કનું લોકર ખૂલ્લુ રહી જતા થયેલી ઘરેણાંની ચોરીનો ભેદ ઉકેલાયો

બેન્કના કર્મચારીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ આરોપીએ દેવું થઈ જતા ચોરી કર્યાની કબુલાત કરી પોલીસે સોનું- ચાંદીનો મુદ્દામાલ કબજે કર્યો રાજકોટઃ શહેરની રાજકોટ ડિસ્ટ્રીક બેન્કમાં એક ગ્રાહકનું લોકર છે. ગ્રાહક લોકરમાં સોના-ચાંદીના ધરેણા મુકવા આવ્યા હતા. લોકરમાં દાગીના મુકીને લોકરનો દરવાજો ખાલી બંધ કર્યો હતો પણ તેને લોક મારવાનું ગ્રાહક ભૂલી ગયો હતો. ત્યારે ફરીવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code