રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પોલીસે કર્યું સરપ્રાઈઝ ચેકિંગ, પડ્યા રહેતા શખસોને બહાર કાઢાયા
રાજકોટ, 19 જાન્યુઆરી 2026: શહેરની સિવિલ હોસ્પિટલમાં કેટલાક શખસો પડ્યા પાથર્યા રહેતા હોવાની ફરિયાદો ઊઠી હતી. ખાસ કરીને રાતના સમયે કેટલાક શખસો અડ્ડો જમાવતા હતા. માથાભારે શખસો હોવાથી હોસ્પિટલનો સ્ટાફ પણ ફરિયાદ કરવાથી દૂર રહેતો હતો. રાતના સમયે જ્યા બેડ ખાલી હોય ત્યાં જઈને આરામ કરતા હતા. હોસ્પિટલના પટાંગણમાં અને વોર્ડની આસપાસ અસામાજિક તત્વોનો જમાવડો […]


