નર્સે પાતાનો જીવ જોખમમાં મૂકી વહેતા પાણીના નાળાને કૂદીને પોતાની ફરજ પર પહોંચી
કુદરતી આફતની વચ્ચે, જ્યાં લોકો પોતાના ઘરની બહાર નીકળવામાં પણ ખચકાટ અનુભવે છે, ત્યાં હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના ચૌહરઘાટીની એક મહિલા આરોગ્ય કાર્યકરએ પોતાની ફરજથી પાછળ ન હટીને સમાજની સાચી સેવાનું ઉદાહરણ બેસાડ્યું છે. કમલા નામની મહિલા 2 મહિનાના બાળકને રસી આપવા માટે ગઈ હતી. પરંતુ રસ્તામાં આવેલ પુલ વાદળ ફાટવાના કારણે ધોવાઈ ગયો હતો. […]